આવી રેલવેની નવી સુપર એપ-સ્વરેલ
- ¼khíkeÞ hu÷ðuLke rðrðÄ Mkuðk {kxu y÷øk y÷øk yuÃk zkWLk÷kuz fhðe Ãkzíke níke, nðu ÂMÚkrík fËk[ çkË÷kþu
થોડા સમય પહેલાં આપણે ટેકનોવર્લ્ડમાં વાત કરી હતી એ મુજબ ભારતીય રેલવેએ પોતાની નવી સુપર એપ લોન્ચ કરી દીધી છે.
અલબત્ત હાલમાં આ એપ બીટા વર્ઝનમાં છે તથા માત્ર અર્લી એક્સેસ પ્રોગ્રામ હેઠળ તેને ડાઉનલોડ કરી શકાય
છે. એટલે કે શરૂઆતમાં માત્ર મર્યાદિત લોકોને આ એપ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરીને
તેને તપાસવાની તક મળે છે.
તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં મર્યાદિત યૂઝર્સની સંખ્યા પૂરી થઈ ગઈ હોય અને
હાલમાં તમને એપ ડાઉનલોડ કરવા ન મળે એવું બની શકે. સ્વરેલ નામની આ એપ સેન્ટર ફોર રેલવે
ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (સીઆરઆઇએસ-ક્રિસ) દ્વારા ડેવલપ કરવામાં આવી છે.
અત્યાર સુધી રેલવેની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આપણે જુદી જુદી એપ ઇન્સ્ટોલ
કરવી પડતી હતી. હવે એ બધી જ સેવાઓ આ એક જ એપમાં આવરી લેવામાં આવી છે. એટલે તે સુપર એપ ગણાઈ રહી છે.
આ સુપર એપ પર આપણે રેલવે મુસાફરી માટે રિઝર્વ્ડ કે અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ
કરી શકીે છીએ તેમ જ પ્લેટફોર્મ ટિકિટ અને પાર્સલ માટેનું બુકિંગ પણ કરી શકાય છે.
ટ્રેન તથા પીએનઆર સંબંધિત પૂછપરછ પણ આ એપમાં શક્ય છે. આ એપ પર આપણે ટ્રેનમાં
મુસાફરી દરમિયાન ફૂડ મેળવવા માટેના ઓર્ડર પણ આપી શકીશું.
જેમ આપણે ફક્ત એક ગૂગલ એકાઉન્ટની મદદથી ગૂગલની વિવિધ સર્વિસ જેવી કે જીમેઇલ, ડ્રાઇવ, કેલેન્ડર, મેપ્સ વગેરેમાં લોગઇન કરી શકીએ છીએ, બરાબર એ રીતે હવે રેલવેની
સર્વિસમાં પણ સિંગલ-સાઇન-ઓન (એસએસઓ)ની સુવિધા મળશે. આથી રેલવેની કોઈ એક એપમાં
એકાઉન્ટ ઓપન કર્યા પછી આપણે એ યૂઝરનેમ-પાસવર્ડની મદદથી રેલવે સંબંધિત વિવિધ એપમાં
લોગઇન કરી શકીશું.