પંત પાસે આવી કાર ન હોત તો બચ્યો ન હોત, જાણો તેની ગાડીના સુરક્ષા ફીચર્સ
પંતની ગાડીમાં 9 ગીયર, 1 સેકન્ડમાં 100ની સ્પીડે પહોચતી અત્યાધુનિક કાર
ઉત્તરાખંડ, 30 ડિસેમ્બર 2022
ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. પંત નવી દિલ્હીથી રુડકી જઈ રહ્યા હતા ત્યારે સવારે નરસન બોર્ડર પર તેમની Mercedes Benz કાર રોડના રેલિંગ સાથે અથડાઈ હતી. એક રિપોર્ટ અનુસાર આ ટક્કર એટલી ભયાનક હતી કે ગાડી હવામાં ગુંલાટીઓ મારતા મારતા રોડની બીજી તરફ પટકાઈ હતી. જોકે પંતનો જીવ બચવા પાછળ તેની આધુનિક ફીચરવાળી કાર જવાબદાર છે.
જો કે મહત્વની બાબત છે કે, ઋષભ પંત ગાડીના શોખીન છે. તેમની પાસે અનેક લક્ઝરી ગાડીઓ છે. દુર્ઘટના સમયે તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે Mercedes Benz GLE43 કૂપે મોડેલ કાર છે. વાહન અને માર્ગ વ્યવહાર મંત્રાલયની અનુસાર ગાડીનો રજિસ્ટ્રેશન નંબર DL 10 CN 1717 જે ઋષભ પંતના જ નામે રજીસ્ટર છે.
જાણો પંતની ગાડીના સ્પેશ્યલ ફીચર:
Mercedes Benz ની આ ગાડી 2019 મોડલની છે. GLE 43 કુપેમાં કંપનીએ 3 લીટરની ક્ષમતાનું DOHC ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન છે. આ એન્જિન મહત્તમ 385.87 BHP નો ટોર્ક અને 520 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી માત્ર 5.6 સેકન્ડમાં જ 0 થી 100 ની સ્પીડ પ્રાપ્ત કરી શકે છે.
આ ગાડીમાં કુલ 9 સ્પીડ ડ્યુઅલ ચેનલ ટ્રાન્સમિશન ગિયર બોક્સ છે. આ કંપનીના પોર્ટફોલિયોમાં GLE 53 ગાડીનો પણ સમાવેશ થાય છે. આ ગાડીની કિંમત 88 લાખ રૂપિયાથી માંડીને 1.25 કરોડ રૂપિયા છે. પંતની ગાડીની કિંમત આશરે 1.10 કરોડ રૂપિયા છે.
આ ગાડીમાં અનેક એડવાન્સ ફીચર્સ છે. જેમાં મર્સિડીઝ બેંજ ઇન્ટેલિજન્ટ ડ્રાઇવર, એક્ટિવ પાર્કિંગ એસિસ્ટ, અટેન્શન અસિસ્ટ, ક્રોસવિંડ અસિસ્ટ, એલઇડી ઇન્ટેલિજન્ટ લાઇટ સિસ્ટમ, ડાઉન હીલ સ્પીડ રેગ્યુલેન, ડાયરેક્ટ સ્ટીયર સિસ્ટમ, એડોપ્ટિવ હાઇ બીમ એસિસ્ટ પ્લસ અને ઇલેક્ટ્રીક ટ્રેક્શન સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એન્ટીર લોક બ્રેકિંગ સિસ્ટમ, બ્રેક આસિસ્ટ, સેન્ટ્ર લોકિંગ, પાવર ડોર લોક, ચાઇલ્ડ સેફઅટી લોક, 6 એરબેગ, સીટ બેલ્ટ વોર્નિંગ, ડોર બઝર વોર્નિંગ, સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ, ફ્રંટ ઇમ્પેક્ટ બીમ્સ, ટ્રેક્શન કંટ્રોલ, એડજસ્ટેબલ સીટ્સ, ટાયર પ્રેશર મોનિટર, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ, એન્જિન ઇમ્મોબિલાઇઝર, ક્રેશ સેંસર, સેન્ટ્રલી માઉન્ટેડ ફ્યૂલ ટેંક, એન્જિન ચેક વોર્નિંગ, ઓટોમેટિક હેડ લેમ્પના ફિચરનો પણ સમાવેશ થાય છે.
ગાડીની વિન્ડ સ્ક્રિન તોડીને પંત બહાર નિકળ્યાની સેકન્ડોમાં જ ગાડી સળગી ગઈ હતી. જોત જોતામાં ગાડી બળીને ખાખ થઈ હતી. પંતને અકસ્માતના કારણે ગંભીર ઇજાઓ પહોંચી છે હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ખતરાની બહાર હોવાનું સામે આવી રહ્યું છે.