વોટ્સએપ પર ચેટિંગને મજેદાર બનાવશે આ મજેદાર ફિચર, ડબલ ટેપથી જ થઈ જશે કામ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
વોટ્સએપ પર ચેટિંગને મજેદાર બનાવશે આ મજેદાર ફિચર, ડબલ ટેપથી જ થઈ જશે કામ 1 - image


Image Source: Freepik

WhatsApp Feature: વોટ્સએપમાં એક એવું ફિચર આવી રહ્યું છે જે ચેટિંગને મજેદાર બનાવી દેશે. હવે એક નવા ફિચરને વોટ્સએપ પર લાવવા માટે કામ ચાલી રહ્યું છે. વોટ્સએપનું આ ફિચર લાવવા પાછળનું કારણ એ છે કે, યૂઝર્સ માટે ચેટિંગને વધુ મજેદાર બનાવી શકાય અને યૂઝર્સના અનુભવને વધારી પણ શકાય. ચાલો જાણીએ કે, આ નવું ફિચર ડબલ ટેપથી શું થશે અને કેવી રીતે કામ કરશે.

WAbetaInfoનો રિપોર્ટ

WAbetaInfoના રિપોર્ટ પ્રમાણે પ્રખ્યાત ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં એક નવું ફિચર ઉમેરાશે. આ ફિચર માત્ર ઈમોજીના માધ્યમથી રિએક્ટ કરવાની આઝાદી આપશે. એનો અર્થ એ કે, તમે ઝડપથી માત્ર એક ડબલ ટેપ દ્વારા પોતાના ઈમોશન સામે વાળાને ઈમોજીના માધ્યમથી બતાવી શકો છો. 

રિએક્શન ફિચર પર કામ

જો આપણે આ રિપોર્ટ પર ધ્યાન આપીએ તો તેના માધ્યમથી જાણકારી મળે છે કે, વોટ્સએપ બીટા એન્ડ્રોઈડ વર્ઝન 2.24.16.7 અપડેટમાં આ ફિચરને બીટા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ અપડેટથી માહિતી મળે છે કે, વોટ્સએપ એક ડબલ ટેપ ફિચર પર કામ કરી રહ્યું છે. 

રિએક્શન પ્રોસેસમાં તેજી

આ ફિચરનો ઉદ્દેશ્ય રિએક્શન પ્રોસેસમાં તેજી લાવવાનો છે. એવું પણ કહી શકાય કે, આ ફિચરની મદદથી ખૂબ તેજીથી ગ્રાહક પોતાના ઈમોશન્સ સામે વાળા સાથે શેર કરી શકે છે. આ ફિચર હાલમાં બીટા વર્ઝનમાં છે, તેનો અર્થ એ છે કે આગામી કેટલાક સમયમાં આ ફિચરને તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. 

કમ્યૂનિકેશનને મજેદાર બનાવી શકે છે

આ રિપોર્ટમાં એક સ્ક્રીનશોટ પણ લગાવવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ડબલ ટેપ રિએક્શન ફિચર ગ્રાહકોનો સમય બચાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી તમે ઝડપથી ડબલ ટેપ કરીને રિપ્લાઈ આપી શકો છો અને પોતાના કમ્યૂનિકેશનને વધુ સારું અને મજેદાર બનાવી શકો છો. 

ડબલ ટેપ ફિચર વર્ક

ડબલ ટેપ ફિચરની મદદથી તમે કોઈપણ મેસેજ પર ઝડપથી ડિફોલ્ટ હાર્ટ ઈમોજીને શેર કરી શકો છો. તેનાથી રિએક્શનનો સમય બચશે. તમને બીજું કંઈ કર્યા વિના અને માત્ર એક ડબલ ટેપ દ્વારા જવાબ આપવાની તક મળશે. જો કે, તમે માત્ર હાર્ટ ઇમોજી જ નહીં અન્ય ઈમોજીથી પણ રિપ્લાઈ આપી શકો છો. 

ઝડપથી રિપ્લાઈ

જો કે, આ માટે તમારે ડિફોલ્ટ હાર્ટ ઈમોજીથી હટીને તમારે રિએક્શન ટ્રે ઓપન કરીને કોઈ અન્ય ઈમોજી સેન્ડ કરવા માટે ઓપન કરવું પડશે, જેવું તમે હમણાં કરો છો. જો કે, જો તમે ઝડપથી જવાબ આપવા માંગતા હોય તો તમે રિએક્શન ટ્રે ખોલ્યા વિના ડિફોલ્ટ હાર્ટ ઈમોજી મોકલી શકો છો.

આ ફિચરને Disable કરવામાં આવી શકે છે

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિચરને Disable કરવા અંગે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી. જો કે, જો ભવિષ્યમાં આવી કોઈ અપડેટ આવશે, તો અમે તમને ચોક્કસપણે જણાવીશું. હાલમાં આ ફિચરને Disable કરી શકાય છે તે અંગે કોઈ જાણકારી નથી મળી. 


Google NewsGoogle News