WhatsAppની આ 5 ટ્રિક ખૂબ કામ લાગશે, સ્કેમમાં ફસાયા પહેલા જ મળશે એલર્ટ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
WhatsAppની આ 5 ટ્રિક ખૂબ કામ લાગશે, સ્કેમમાં ફસાયા પહેલા જ મળશે એલર્ટ 1 - image


                                                       Image Source: Freepik

અમદાવાદ, તા. 02 ઓક્ટોબર 2023 સોમવાર

ભારતમાં ઓનલાઈન સ્કેમના બનાવ ઝડપથી વધી રહ્યા છે. જેમ-જેમ ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ-તેમ સ્કેમર્સ છેતરપિંડી માટે નવી-નવી રીત શોધી રહ્યા છે. છેતરપિંડીની સૌથી સરળ અને ફેમસ રીત એ છે કે જેમાં સ્કેમર્સ વ્હોટ્સએપ કોલ કરે છે અને તેના દ્વારા તમારી બેન્કિંગ ડિટેલ મેળવીને તમને છેતરપિંડીનો શિકાર બનાવે છે. 

વ્હોટ્સએપ સ્કેમથી બચવાની રીત

અજાણ્યા કોલ્સથી સાવધાન રહો

વ્હોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી કોલ પ્રાપ્ત કરતી વખતે યુઝર્સે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ.

ઓળખ ચકાસો.

કોઈ પણ વ્યક્તિગત કે નાણાકીય જાણકારી શેર કર્યા પહેલા હંમેશા ફોન કરનારી ઓળખ ચકાસો.

વધુ ફોર્સ કરતા લોકોથી સાવધાન રહો.

કૌભાંડી લોકો ઘણી વખત તમારી પાસેથી ઝડપથી જાણકારી મેળવવા માટે ફોર્સ કરશે. આવા લોકોથી એલર્ટ રહો અને ઉતાવળના કાર્યોથી બચો. 

શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાથી બચો.

અજાણ્યા સંપર્કો દ્વારા શેર કરવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી બચો કેમ કે તે છેતરપિંડી વાળી વેબસાઈટ હોઈ શકે છે. 

વ્હોટ્સએપ પર 2FA સક્રિય કરીને તમે સુરક્ષાની એક લેયર જોડી શકો છો, જેનાથી સ્કેમર્સ માટે તમારા ખાતા સુધી પહોંચવુ અઘરુ થઈ જાય છે.

જો તમે કોઈ વ્હોટ્સએપ સ્કેમનો શિકાર થઈ જાવ તો શું કરવુ જોઈએ

વાતચીત તાત્કાલિક બંધ કરો, ફોન કાપી દો અથવા મેસેજનો જવાબ ન આપો. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે વ્યક્તિની વિનંતી જેમ કે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત ન માનવી જોઈએ. 

નંબરને બ્લોક કરો અને રિપોર્ટ કરો

યુઝર્સને તમારો સંપર્ક કરવાથી રોકવા માટે તેને બ્લોક કરો અને વ્હોટ્સએપને તેનો રિપોર્ટ કરી જણાવો. 


Google NewsGoogle News