Get The App

આગળ અકસ્માત સંભવ છે (મેપ્સને ભરોસે રહ્યા તો)

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
આગળ અકસ્માત સંભવ છે (મેપ્સને ભરોસે રહ્યા તો) 1 - image


- W¥kh «Ëuþ{kt ÚkÞu÷k yfM{kík {kxu ¾hu¾h økqøk÷ {uÃMkLku s sðkçkËkh fne þfkÞ?

હમણાં તમે પણ અખબારોમાં એક દુઃખદ સમાચાર વાંચ્યા હશે. તેની તસવીર હજી પણ કદાચ તમારા મન પર હાવી હશે. એ તસવીર ઉત્તર પ્રદેશમાં તૂટેલા કે અધૂરા બ્રિજ પરથી નીચે નદીમાં ખાબકેલી કારની હતી (થોડાં વર્ષ પહેલાં આણંદ પાસે આવો જ અકસ્માત થયો હતો). મુસાફરી વખતે હવે આપણે સૌ જે સર્વિસનો લાભ લઈએ છીએ એ જ ગૂગલ મેપ્સ સર્વિસની ઉત્તર પ્રદેશમાં પેલી કારમાંના ત્રણ લોકો પણ મદદ લઈ રહ્યા હતા (એવું એમના સ્વજનોનું કહેવું છે) અને સ્ક્રીન પર ગૂગલ મેપ્સમાં દેખાતા નેવિગેશન મુજબ એ  કારનો ડ્રાઇવર વેગનઆર કાર ચલાવતો રહ્યો.

એને અંદાજ નહોતો કે મેપ્સ સર્વિસ તેમને જે રસ્તે લઈ જઈ રહી હતી તે રસ્તા પરનો પૂલ તૂટેલો હતો. આ વર્ષે શરૂઆતમાં નદીમાં આવેલા ભારે પૂરને કારણે પૂલનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. કારનો ડ્રાઇવર એ વાતે અજાણ હતોતેમ કદાચ ગૂગલ મેપ્સને પણ તેની જાણકારી નહોતી. પરિણામે કાર અચાનક પૂરા થયેલા પૂલ પરથી પચાસેક ફૂટ નીચે પડી. કારમાં સવાર ત્રણેય લોકોનાં મૃત્યુ થયાં (અલબત્તસમાચારોમાં ઘણા સવાલોના જવાબ નથી. પૂલ તદ્દન તૂટેલો હોય તો પૂલની શરૂઆતથી એપ્રોચ રોડ બ્લોક્ડ કેમ નહોતોપૂલ પહેલાંથીદૂરથી બીજા કોઈ રસ્તે લઈ જતું ડાયવર્ઝન કેમ નહોતુંઅકસ્માત સમયે ખરેખર મેપ્સમાં નેવિગેશન ચાલુ હતું?).

આપણે અવારનવાર આ પ્રકારેે ગૂગલ મેપ્સમાં નેવિગેશનના ઇશારે આગળ વધી રહેલા લોકોની કાર તળાવમાં ખાબકી કે બીજી કોઈને કોઈ રીતે લોકો મુસીબતમાં મુકાયાના સમાચાર વાંચતા રહીએ છીએ. ઘણી વાર તમને પણ ગૂગલ મેપ્સને ભરોસે રહેવા જતાં બિલકુલ ખોટા રસ્તે ચઢી જવાનો કે કાર આગળ ન વધી શકે તેવી સાંકડી ગલીમાં ઘૂસી જવાનો અનુભવ થયો હશે.

આવું કેમ બને છે?

વાસ્તવમાં ગૂગલ મેપ્સ આખી દુનિયામાં સૌથી વધુ વપરાતી ઇન્ટરનેટ સર્વિસિસમાંની એક છે. વિશ્વમાં યુટ્યૂબ અને યુટ્યૂબ કિડ્ઝ પછી સૌથી વધુ ડાઉનલોડ થતી ત્રીજા ક્રમની એપ ગૂગલ મેપ્સ છે. દુનિયાના એક અબજથી વધુ લોકો દર મહિને કોઈને કોઈ રીતે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા રહે છે. મોબાઇલ મેપ્સની દુનિયામાં ગૂગલ મેપ્સનો ફાળો ૮૦ ટકા જેટલો તોતિંગ છે. ૫૦ લાખથી વધુ એપ્સ અને વેબસાઇટ્સ તેમની સર્વિસમાં ગૂગલ મેપ્સ ઇન્ટિગ્રેટ કરીને પોતાના યૂઝર્સને તેનો લાભ આપે છે.

આવી જબરજસ્ત સર્વિસ આપણને સાવ ખોટા માર્ગે દોરી જવા જેવી ભૂલ કેમ કરે છેઆપણે કારણોમાં થોડા ઊંડા ઉતરીએ અને સાથોસાથ આવી ભૂલો કેમ ટાળી શકાય એ સમજીએ. ગૂગલ મેપ્સની ભૂલો નિવારવામાં આપણે કેવી રીતે મદદ કરી શકીએ તેની પણ વાત કરીએ.

÷kufuþLk Mk{sðk{kt {w~fu÷e

આપણે કોઈ પણ રસ્તે જતી વખતે મેપ્સ નેવિગેશનનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે આ સર્વિસ જે તે વિસ્તારના રસ્તાઓ વિશેનાતેની પાસે પહેલેથી ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરીને આપણને વિવિધ માહિતી આપે છે.

રસ્તા પરનો ટ્રાફિક કેટલો ગીચ કે હળવો છે તેની માહિતી લગભગ લાઇવ હોય છે. કેમ કે આ માહિતીતે રસ્તે જતાં અન્ય વાહનોમાંનાં એન્ડ્રોઇડ ડિવાઇસિસ પરથી મળતા ડેટા પર આધારિત હોય છે. પરંતુ ટ્રાફિક સિવાયની બધી માહિતી મેપ્સ સર્વિસને પહેલેથી મળેલા ડેટા પર આધારિત હોય છે.

નજીકના સમયમાં તેમાં કંઈ ફેરફાર થયો હોય તો તેની માહિતી ગૂગલ મેપ્સને ન પણ હોય. જેવું ઉત્તર પ્રદેશના અકસ્માતમાં બન્યું. પૂલ તૂટી પડ્યો હતોતેનું સમારકામ અધૂરું હતુંએ લેટેસ્ટ માહિતી મેપ્સ પાસે નહોતી (પૂલ અધૂરો હોય તો તેના પર ચઢવાનો માર્ગ બ્લોક કરવાની જવાબદારી સ્થાનિક અધિકારીઓની નહીં?)

જૂના ડેટા ઉપરાંતપૂરઝડપે દોડી રહેલાં વાહનમાં ગૂગલ મેપ્સમાં નેવિગેશનનો ઉપયોગ થતો હોય ત્યારે આપણું લોકેશન સમજવામાં જુદાં જુદાં કારણોસર મેપ થાપ ખાઈ શકે છે. નેવિગેશન આખરે સેટેલાઇટ આધારિત ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) પર મદાર રાખે છે. આથી કારમાંના ફોન કે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમમાં ચાલતી ગૂગલ મેપ્સ સર્વિસને જીપીએસ સિગ્નલ મળવામાં મુશ્કેલી થાય તો તેના લોકેશન ટ્રેકિંગમાં ગરબડ થાય છે.

ગીચ શહેરી વિસ્તારમાંટનલ્સમાં કે ગાઢ જંગલ જેવા વિસ્તારમાં આવું બનવાની શક્યતા વધુ રહે છે.

ફોનમાં આપણે પોતે  લોકેશન સર્વિસિસ ડિસેબલ્ડ રાખી હોય તો પણ મેપ્સ સર્વિસ આપણું લોકેશન પારખી શકતી નથી. તેમ આપણે મેપ્સ સર્વિસને આપણી પ્રીસાઇઝ એટલે ચોક્કસ લોકેશન જાણવાની મંજૂરી ન આપી હોય તો પણ લોકેશન સમજવામાં તે ભૂલ કરે છે.

Lkuxðfo fLkuÂõxrðxe{kt íkf÷eV

આપણે કોઈ એવા રસ્તે જઇ રહ્યા હોઇએ જ્યાં ફોનમાં મોબાઇલ ડેટાથી ઇન્ટરનેટનાં સિગ્નલ મેળવવામાં તકલીફ થતી હોયતો પણ ગૂગલ મેપ્સમાં ભૂલો થઈ શકે છે.

ઇન્ટરનેટનાં સિગ્નલ નબળાં હોય કે વારંવાર ખોરવાઈ જતાં હોય તો મેપ્સમાંનો ડેટા અપડેટ થવામાં તકલીફ સર્જાઈ શકે છે. જેને કારણે મેપ્સ સર્વિસ આપણું યોગ્ય નેવિગેશન કરવામાં  થાપ ખાઈ શકે છે.

એવું પણ બને કે આપણે મોબાઇલમાં અનલિમિટેડ ડેટા પ્લાનનો ઉપયોગ ન કરતા હોઇએ અને આપણા ડેટા પ્લાનની લિમિટ પૂરી થવામાં હોય તો મેપ્સ એપને નેવિગેશન માટે જરૂરી ઇન્ફર્મેશન ડાઉનલોડ કરવામાં તકલીફ પડે એવું પણ બની શકે. આ કારણે પણ મેપ્સ એપ આપણું સચોટ માર્ગદર્શન કરવામાં નિષ્ફળ જઈ શકે.

ક્યારેક એવું પણ બને કે આપણે મેપ્સના સેટિંગ્સમાં ભૂલથી કોઈ ખોટું સેટિંગ પસંદ કરી લીધું હોય. જેમ કેજો મેપ્સનો ઉપયોગ ફક્ત વાઇ-ફાઇ પર થાય એવું સેટિંગ ઓન કરી દીધું હોય તો દેખીતું છે કે હાઇવે પર નેવિગેશનમાં ગરબડ ઊભી થાય. જો મોબાઇલ ડેટાનો ઉપયોગ ન જ કરવો હોયતો આપણે આપણી મુસાફરીના એરિયાનો ઓફલાઇન મેપ ડાઉનલોડ કરી શકીએ. પરંતુ વિસ્તાર જેમ મોટો તેમ ઓફલાઇન મેપનો  ડેટા પણ મોટો થશે.

yuÃk MktçktrÄík {w~fu÷e

આપણા સ્માર્ટફોનમાંની બધી એપ્સ યોગ્ય રીતે કામ કરતી રહે એ માટે તેને નિયમિત રીતે અપડેટ કરવી જરૂરી છે. આપણા ફોનમાંની મેપ્સ એપનું વર્ઝન આઉટડેટેડ હોયઆપણે તેને અપડેટ ન કર્યું હોય તો પણ એપમાં નાની મોટી ખામી સર્જાઈ શકે છે (તેના ઉપાય તરીકે પ્લેસ્ટોરમાં જઇને આપણે માટે મહત્ત્વની એપ્સજ્યારે પણ નવું વર્ઝન રજૂ થાય ત્યારે આપોઆપ અપડેટ થાય એવું સેટિંગ કરી શકાય).

એવું પણ શક્ય છે કે મેપ્સ એપમાં ડાઉનલોડ થયેલી વિવિધ ઇન્ફર્મેશનનો ભરાવો થઈ જાય અને આ કેશને કારણે એપમાં યોગ્ય ડેટા લોડ થવામાં મુશ્કેલી થાય. ઉપાય તરીકે આપણે ઇચ્છીએ ત્યારે ફોનના સેટિંગ્સમાં મેપ્સ એપ ઓપન કરીને તેમાંનો કેશ ડેટા ડિલીટ કરી શકીએ.

આપણી પોતાની ભૂલ પણ ખોટા નેવિગેશન તરફ દોરી જઈ શકે.

મેપ્સ જેવી એપ પર આંધળો વિશ્વાસ મૂકવો એ આપણી પહેલી ભૂલ. તેમનેવિગેશન શરૂ કરતી વખતે આપણે ખોટું વાહન પસંદ કર્યું હોય એ આપણી બીજી ભૂલ બની શકે.

જેમ કે કોઈ શહેરમાં કોઈ સ્થળે પહોંચવા માટે આપણે મેપ્સ એપમાં નેવિગેશન સ્ટાર્ટ કરીએ એ સમયે આપણે હોઈએ કારમાંપરંતુ ભૂલથી ટુ-વ્હીલર કે પગપાળા જવાનો વિકલ્પ પસંદ કરી બેસીએ તો મેપ્સ એ પસંદગી મુજબઆપણે જ્યાં પહોંચવું હોય ત્યાંનો સૌથી સહેલો રસ્તો બતાવવાની કોશિશ કરે.

પરિણામે મેપ્સ કોઈ આપણને કોઈ સાંકડી શેરીમાં લઈ જાય અને આપણી મહાકાય એસયુવી કાર તેમાં ફસાઈ જાય!

{uÃMkLkk LkurðøkuþLk{kt Úkíke ¼q÷ku fu{ xk¤ðe?

મેપ્સ એપ આપણને જુદી જુદી ઘણી રીતે ઉપયોગી થાય છે. આપણે કોઈ લાંબી ટૂર પર જઈ રહ્યા હોઇએ ત્યારે કે પોતાના જ ગામ કે શહેરમાં વારંવાર ઓનલાઇન મેપ્સનો ઉપયોગ કરતા હોઇએ તો નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાથી ફાયદામાં રહીએ. 

સચોટ નેવિગેશન માટે ફોનમાં સ્થિરભરોસાપાત્ર ઇન્ટરનેટ કનેકશન મળવું જરૂરી છે. આપણા ડેટા પ્લાનની લિમિટ હજી દૂર છે એ પણ તપાસી લેવું સારું.

ફોનના સેટિંગ્સમાં જઇને લોકેશન સર્વિસ ઓન હોવાની ખાતરી કરી લો. ખાસ તો મેપ્સ એપ માટે આપણે ‘હાઇ એક્યુરસી’નો વિકલ્પ પસંદ કર્યો હોય તેની ખાતરી કરવી જરૂરી છે.

પ્લેસ્ટોરમાં જઇને આપણી મેપ્સ એપ અપડેટેડ છે કે નહીં એ અવારનવાર તપાસવું સારું.  મેપ્સ જેવી મહત્ત્વની એપ ઓટોમેટિક અપડેટ થઈ જાય એવું સેટિંગ પણ ઓન કરી શકાય.

ફોનના સેટિંગ્સમાંએપ્સમાં મેપ્સ એપમાં જઇને તેમાંનો કેશ અને અન્ય ડેટા નિયમિત રીતે ક્લિયર કરી શકાય.

જો નેવિગેશન સ્ટાર્ટ કર્યા પછી તમને ખ્યાલ આવે કે તેમાં કંઈક ગરબડ થઈ રહી છે તો ફોનને રિસ્ટાર્ટ કરવાનો સાદો ઉપાય પણ અજમાવી શકાય.

ykÃkýu fE heíku {ËËYÃk ÚkE þfeyu?

ઉત્તર પ્રદેશમાં થયેલો અકસ્માત ટાળી શકાયો હોત. પહેલી જવાબદારી સ્થાનિક સત્તાવાળાઓની છે. જો પૂલ તૂટી પડ્યો હોય અને સમારકામ પૂરું થયું ન હોય તો તેના પર ચઢવાનો રસ્તો પહેલેથી બ્લોક કરી દેવો જરૂરી હતો.

આ કિસ્સામાં અન્ય લોકો ખાસ મદદ ન કરી શક્યા હોત (મદદ કરવા જીવતા રહ્યા ન હોત)પરંતુ અન્ય ઘણા કિસ્સાઓમાંગૂગલ મેપ્સ પર રસ્તા પરની સ્થિતિનું રિપોર્ટિંગ કરીને આપણે મેપ્સ સર્વિસ તથા તેનો ઉપયોગ કરતા અન્ય લોકોની મદદ કરી શકીએ છીએ.

એ માટે આપણું નેવિગેશન ચાલુ હોય એ દરમિયાન રસ્તા પર મોટા પાયે કામ ચાલુ હોયઅકસ્માત સર્જાયો હોયટ્રાફિક જામ થયો હોયકોઈ વાહન કે બીજી કોઈ મોટી અડચણને કારણે રોડ બ્લોક થઈ ગયો હોય કે બીજા કોઈ કારણસર રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તો આપણે નેવિગેશન ચાલુ હોય ત્યારે નીચે જમણા ખૂણે દેખાતા ભયસૂચક સિગ્નલ પર ક્લિક કરીને એ સ્થિતિનું રિપોર્ટિંગ કરી શકીએ છીએ. એ કારણે તે રસ્તે જતા અન્ય લોકોને મેપ્સ જરૂર મુજબ બીજો રસ્તો સૂચવી શકે છે. 


Google NewsGoogle News