Get The App

હેં... 1-2 વર્ષ નહીં 122 વર્ષથી સતત ચાલુ છે દુનિયાનો સૌથી જુનો બલ્બ, આજ સુધી ખરાબ નથી થયો

1901માં કેલિફોર્નિયાના લિવરમોર શહેરમાં લગાડેલ આ બલ્બ અત્યાર સુધી ચાલુ હાલતમા છે

આ બલ્બને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મૂકવામાં આવ્યો છે

Updated: Feb 20th, 2023


Google NewsGoogle News
હેં... 1-2 વર્ષ નહીં 122 વર્ષથી સતત ચાલુ છે દુનિયાનો સૌથી જુનો બલ્બ, આજ સુધી ખરાબ નથી થયો 1 - image
Image Wikepedia

તા. 20 ફેબ્રુઆરી 2023, સોમવાર 

આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમારી લાઈફનો પહેલો ઘટના હશે. તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે કોઈ બલ્બ 1-2 નહી પણ 122વ વર્ષ સુધી ચાલ્યો હોય. હા આ વાત સાચી વાત છે. આજે તમને એવા જ એક બલ્બની વાત કરવી છે કે જે માત્ર એક બે વર્ષ નહી પણ આશરે 122 વર્ષથી સતત ચાલુ છે. 

એક બે વર્ષ નહી પણ આશરે 122 વર્ષથી સતત ચાલુ છે આ બલ્બ 

વિજળીના બલ્બનો આવિષ્કાર થોમસ આલ્વા એડીસને કર્યો હતો. ખરેખર તો એડીસન પહેલા જ વૈજ્ઞાનિકો અને સંશોધન કરનારાઓએ પાણીથી પ્રકાશિત થતા બલ્બની શોધ કરી છે. આ વૈજ્ઞાનિકો અને સંશોધનના આધારે એડીસને લાઈટના બલ્બને વિકસિત કરી તેની પેટેંટ કરી નાખી. એ પછી આજે માર્કટમાં વિવિધ પ્રકારના બલ્બ જોવા મળે છે. 

હેં... 1-2 વર્ષ નહીં 122 વર્ષથી સતત ચાલુ છે દુનિયાનો સૌથી જુનો બલ્બ, આજ સુધી ખરાબ નથી થયો 2 - image

Image Wikepedia




1901માં કેલિફોર્નિયાના લિવરમોરના ફાયર સ્ટેશનમાં લગાડેલ આ બલ્બ અત્યાર સુધી ચાલુ હાલતમા 

કેલિફોર્નિયાના લિવરમોર શહેરના ફાયર સ્ટેશનમાં આ બલ્બ લગાવવામાં આવ્યો છે. જેને 1901માં પહેલીવાર લગાવવામાં આવ્યો હતો જે ત્યારથી અત્યાર સુધી આ બલ્બ પ્રકાશ આપી રહ્યો છે. આ ગજબના બલ્બને સેંટેનિયલ નામથી ઓળખવામાં આવે છે. આ બલ્બને શેલ્બી ઈલેક્ટ્રૉનિક કંપનીએ બનાવ્યો છે. 

આ બલ્બને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મૂકવામાં આવ્યો છે

મીડીયા રિપોર્ટ મુજબ આ બલ્બ વર્ષ 1937માં તાર બદલવા માટે પહેલીવાર બંધ કરવામાં આવ્યો હતો. અને તાર બદલી ફરી બલ્બને લગાવી દેવામાં આવ્યો હતો. અને બીજી ખાસ વાત અહી એ છે કે આ બલ્બને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મૂકવામાં આવ્યો છે. અને તેને સીસીટીવી કેમેરા સાથે સુરક્ષામાં મુકવામાં આવ્યો છે. 


Google NewsGoogle News