દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બની રહ્યું છે અહીં, 2028માં સુધી થશે તૈયાર, અંતરિક્ષના રહસ્યો ખુલશે!

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બની રહ્યું છે અહીં, 2028માં સુધી થશે તૈયાર, અંતરિક્ષના રહસ્યો ખુલશે! 1 - image

Extremely Large Telescope (ELT): અંતરીક્ષમાં એલિયનને શોધ માટે વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપનું નિર્માણ ચીલીના એક પર્વત પર થઇ રહ્યું છે. આ ટેલિસ્કોપ માટે ખૂબ જ મોટો ડોમ બનાવવામાં આવી રહ્યો છે. યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી (ESO) દ્વારા આ ટેલિસ્કોપનું સંચાલન કરવામાં આવશે. તેનું નામ 'એક્સ્ટ્રીમલી લાર્જ ટેલિસ્કોપ' (ELT) રાખવામાં આવ્યું છે. તે અવકાશના ઘણા રહસ્યો વિશેની માહિતી આપશે. તે અન્ય વિશ્વના ગ્રહો, જીવો, આકાશગંગા વગેરેની પણ શોધ કરશે.

દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બની રહ્યું છે અહીં, 2028માં સુધી થશે તૈયાર, અંતરિક્ષના રહસ્યો ખુલશે! 2 - image

આ ટેલિસ્કોપનું નિર્માણ ચીલીના અટાકામા રણના સેરો આર્મોજોન્સ પર્વત પર થઇ રહ્યું છે. આ ટેલિસ્કોપ ચાર વર્ષ પછી 2028માં પહેલી વખત તેનું કામ શરૂ કરશે. અત્યારે ડોમ ઉપર સુરક્ષા કવચ લગાવાઈ રહ્યું છે. ડોમ ટેલીસ્કોપને રણની ગરમી અને ધૂળથી બચાવશે. ઉપરાંત પ્રાથમિક અરિસા માટે સપોર્ટ લગાવવામાં આવી રહ્યો છે.

દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બની રહ્યું છે અહીં, 2028માં સુધી થશે તૈયાર, અંતરિક્ષના રહસ્યો ખુલશે! 3 - image

ડોમની ચારેય તરફ થર્મલ ઇન્સ્યુલેશન સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. અને અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. સાથે હવામાનની અસરથી બચવા માટેના કવરો લગાવવામાં આવી રહ્યા છે. કારણ કે ચીલીના આ રણમાં તાપમાન ખૂબ વધી જાય છે. 

આ પણ વાંચો: NASA Video: સ્પેસમાં યોજાઈ અનોખી ઓલિમ્પિક; ઝીરો ગ્રેવિટીમાં ગોળા ફેંકથી લઈ વેઈટ લિફ્ટિંગ સુધીની ગેમ્સ રમ્યા અવકાશયાત્રીઓ

ગ્રહો, સૂર્યમંડળ, આકાશગંગા વિશે માહિતી આપશે

ટેલિસ્કોપનો જે ભાગ ખુલશે અને બંધ થશે ત્યાંથી જ ટેલિસ્કોપ અંતરિક્ષનું અવલોકન કરશે. તે બીજા ગ્રહોની શોધ અને સૂર્યમંડળ વિશેની જાણકારી મેળવવા માટે મદદરૂપ થશે. સાથે જ તે પ્રાચીન આકાશગંગાની શોધ કરશે. ડોમ ટેલીસ્કોપને રણની ગરમી અને ધૂળથી બચાવશે.

દુનિયાનો સૌથી મોટો સેગમેન્ટેડ અરીસો

ઈએલટીનો પ્રાથમિક અરીસો 128 ફૂટ પહોળો હશે. અને તેનો વજન 200 ટન હશે. ટેલિસ્કોપને સેટ કરવા માટે ડોમની અંદર મોટી ક્રેન્સ અને વાહનો લગાવવામાં આવ્યા છે. પ્રાથમિક અરીસાને બનાવવા માટે 798 ષટ્કોણ કાચ જોડવામાં આવ્યા છે. આ દુનિયાનો સૌથી મોટો સેગમેન્ટેડ અરીસો છે જે ટેલિસ્કોપ માટે બનાવવામાં આવી રહ્યો છે. એએલટીમાં કુલ પાંચ અરીસા હશે. દરેકનો કદ અને આકાર અલગ-અલગ હશે. 

દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બની રહ્યું છે અહીં, 2028માં સુધી થશે તૈયાર, અંતરિક્ષના રહસ્યો ખુલશે! 4 - image


Google NewsGoogle News