દરેક ક્ષેત્રે સતત પરિવર્તનનો પવન
કમ્પ્યૂટર, ઇન્ટરનેટ વગેરે હવે જૂની
ટેક્નોલોજી ગણાય. ભારતમાં આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા એ વાતને પણ હવે વીસેક વર્ષ
થઈ ગયાં. છતાં, આખી એકસવીસમી સદીનાં પહેલાં
વીસ વર્ષમાં, ટેક્નોલોજી કે ઇન્ફર્મેશન
ટેક્નોલોજીમાં એટલાં પરિવર્તન નથી આવ્યાં,
જેટલાં છેલ્લાં ચારેક
વર્ષમાં આવ્યાં છે!
આપણે ગમે ત્યાંથી, ગમે ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ
કરતા થઈ ગયા, પણ એ પછી ગૂગલ-ફેસબુક વગેરે
બધું લગભગ સ્થિર થઈ ગયું હતું. ત્યાં એઆઇની આંધી આવી. હવે બધું ફરી તેજ ગતિએ
બદલાવા લાગ્યું છે.
ટેક્નોવર્લ્ડમાં પૂર્ણવિરામ હોતું નથી,
ફક્ત અલ્પવિરામ હોય છે, એ ધ્યાનમાં રાખીને ૨૦૨૪માં આપણે કેવા ફેરફારો જોયા તેની વાત કરીએ.
yuykRLkku
íkus økríkyu ðÄíkku ÔÞkÃk
બે વર્ષ પહેલાં શરૂ થયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)આંધી અટકવાનું નામ
લેતી નથી. એ અગાઉ આપણા જીવન પર એઆઇની અસર હતી જ, પણ હવે તેની સીધી અને અત્યંત વ્યાપક અસર થવા લાગી છે. ઓપનએઆઇની ચેટજીપીટી, માઇક્રોસોફ્ટની કોપાઇલોટ અને ગૂગલ જેમિની ઉપરાંત, આ વર્ષે જૂનમાં મેટા એઆઇ પણ ભારતમાં લોન્ચ થઈ ગઈ. એઆઇ હવે વિવિધ સ્તરે વિસ્તરી
રહી છે, પરંતુ તેનું અર્થતંત્ર હજી
બરાબર બેસતું નથી - એઆઇ કંપનીઓને ઊર્જા અને અન્ય રીતે ખર્ચ ગંજાવર છે અને સામે
આવકની તકો ઓછી દેખાઈ રહી છે.
õðkuLx{
fBÃÞq®xøk{kt Lkðe rMkrØ
અત્યારે દુનિયામાં બહુ વ્યાપક ડેટા મળી શકે છે, તેનું એનાલિસિસ કરીને મોટી સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે, પરંતુ તકલીફ એ છે કે આટલા વ્યાપક ડેટાનું પ્રોસેસિંગ કરવામાં હાલનાં સુપર
કમ્પ્યૂટર્સ પણ હાંફી જાય છે. ટેક કંપનીઓને તેનો ઉપાય ક્વોન્ટમ કમ્પ્યૂટર્સમાં દેખાય છે. હાલનાં
કમ્પ્યૂટર્સ કરતાં આ કમ્પ્યૂટર્સ તદ્દન જુદા કન્સેપ્ટ આધારિત છે. આ વર્ષે ગૂગલે
દાવો કર્યો કે તેણે હાલનાં કમ્પ્યૂટર્સને જે પરિણામો મેળવતાં લાખો-કરોડો વર્ષ લાગે
તે દસેક મિનિટમાં કરી શકે તેવી વિલો ચિપ બનાવી લીધી છે. હવે ક્વોન્ટમ કમ્પ્યૂટિંગને વેગ મળી શકે છે.
Mkuxu÷kRx
fLkuÂõxrðxeLku ðuøk
અત્યાર સુધી આપણા ફોન કે પીસીમાં ઇન્ટરનેટ કનેક્શન મહાસાગરોના પેટાળમાં
પથરાયેલા કેબલ્સ અને ત્યાંથી મોબાઇલ ટાવર્સનાં સિગ્નલ આધારિત રહ્યું છે. હવે તેમાં
ટીવીની જેમ સેટેલાઇટની ભૂમિકા વિસ્તરી રહી છે. એક તરફ, સ્પેસએક્સ જેવી કંપની સ્ટારલિંક પ્રોજેક્ટથી, સેટેલાઇટથી પૃથ્વી પર
અંતરિયાળ ખૂણે પણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવા લાગી છે (ભારતમાં તે
પ્રવેશવાની તૈયારીમાં છે, પણ અત્યારે વિવાદમાં સપડાયેલ
છે). બીજી તરફ, આપણા સાદા સ્માર્ટફોનમાં પણ ઇમર્જન્સીમાં સેટેલાઇટથી મદદ મેળવી શકાય એવી શરૂઆત થઈ ગઈ છે.
{uxkðMko
Äkhe økrík Ãkfzþu?
ફેસબુકે ૨૦૨૧માં બહુ ગાજવીજ સાથે મેટાવર્સના ક્રિએશનની જાહેરાત કરી હતી. તેનું ફોકસ દર્શાવવા કંપનીનું નામ પણ ફેસબુકમાંથી મેટાકરી દેવામાં આવ્યું, પરંતુ એ પછી મેટાવર્સનો કન્સેપ્ટ ખાસ વેગ પકડી શક્યો નહોતો. હવે, ૨૦૨૪માં એઆઇ અને એઆરમાં નવી પ્રગતિ સાથે મેટાવર્સને પણ વેગ મળ્યો છે. મેટાવર્સમાં મૂળભૂત રીતે, એક આભાસી દુનિયાના સર્જન પર ભાર છે, જેમાં ગેમિંગ અને શેરિંગ ઉપરાંત વર્ચ્યુઅલ રીતે વર્કિંગ પણ થઈ શકે. હવે મેટા ઉપરાંત ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ વગેરે પણ આ દિશામાં સક્રિય છે.
ykÃkýLku
yMkh fhíkk çkË÷kð
લાંબા સમયથી સ્થગિત થયેલા ઇન્ટરનેટ પર વર્ષ ૨૦૨૪માં એવાં ઘણાં પરિવર્તનો આવ્યાં જે આપણા જીવન પર લાંબા ગાળાની અસર કરે તેમ છે.
RLxhLkux
Mk[o{kt {kuxe WÚk÷ÃkkÚk÷Lkk Mktfuík
લગભગ અઢી દાયકાથી, ઇન્ટરનેટ સર્ચ અને ગૂગલ
એકમેકનો પર્યાય બની ગયા છે. ૧૯૯૮માં ગૂગલે સર્ચ એન્જિન તરીકે શરૂઆત કરી ત્યારે, એ સમયની વેબસાઇટ ડિરેક્ટરીઓ કરતાં જુદો જ કન્સેપ્ટ આપીને, આપણે નેટ પર જે શોધતા હોઈએ તે દર્શાવતાં અનેક વેબપેજ પલકવારમાં બતાવવાનું શરૂ
કર્યું. હવે બે-અઢી વર્ષથી એઆઇ તરફથી ગૂગલની સર્ચ મોનોપોલીને જબરો પડકાર મળી રહ્યો
છે. ગૂગલમાં સર્ચ કર્યા પછી પણ આપણે વેબપેજિસ ફેંદવાં પડે છે, જ્યારે એઆઇ ચેટિંગ સર્વિસમાં સીધેસીધા જવાબ મળે છે. ગૂગલે પણ એવી શરૂઆત કરી
દીધી છે, પણ આ વર્ષથી ચેટજીપીટીમાં
સર્ચ સુવિધા ઉમેરાયા પછી, આપણું સર્ચિંગ અને ગૂગલનો
બિઝનેસ બંને મોટી રીતે બદલાશે.
ÃkkMkfe :
yk¾hu ÃkkMkðzoLku økwzçkkÞ fne þfkþu
પાસવર્ડની વ્યવસ્થા મજબૂત છતાં સહેલી બનાવવાની મથામણ લાંબા સમયથી ચાલે છે.
ટુ-સ્ટેપ-વેરિફિકેશનથી આ વ્યવસ્થા મજબૂત બની,
પણ સહેલી રહી નહીં.
પાસવર્ડ સહેલો છતાં મજબૂત, આ લગભગ અશક્ય વાત પાસકીથી શક્ય બને છે. આપણે
સ્માર્ટફોન, પીસી જેવાં ડિવાઇસમાં
ફિંગરપ્રિન્ટ કે ફેસઆઇડી જેવી બાયોમેટ્રિક્સ આધારિત વ્યવસ્થાનો લાભ લઈએ છીએ.
પાસકીને સપોર્ટ કરતી સર્વિસમાં, આપણે એ જ રીતે, સહેલી છતાં સલામત રીતે લોગઇન કરી શકીએ છીએ. પાછલાં બે વર્ષથી એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરે મેજર
કંપની પાસકી વ્યવસ્થા સપોર્ટ કરવા લાગી છે. ૨૦૨૪માં માઇક્રોસોફ્ટે તમામ કસ્ટમર
એકાઉન્ટ્સને પાસકીની ભેટ આપી.
{kR¢kuMkku^x
ykWxusLku Ãkøk÷u ËwrLkÞk Úkt¼e økE
ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યૂટરના વધતા વ્યાપ સાથે આપણે અને દુિનયાભરના
વિવિધ બિઝનેસ લગભગ બધી વાતે ઇન્ટરનેટ અને કમ્પ્યૂટર/ફોન પર નિર્ભર થઈ ગયા છીએ.
પરંતુ આ વર્ષે, ૨૦૨૪ના જુલાઈમાં આખી
દુનિયાનાં કામકાજ લગભગ થંભી ગયાં. કોરોના મહામારી વખતે જેમ લોકડાઉન આવ્યું હતું
તેમ, એરપોર્ટ, હોસ્પિટલ્સ સહિત વિવિધ બિઝનેસનું કામકાજ જેના આધારે ચાલે છે, તે માઇક્રોસોફ્ટનાં કમ્પ્યૂટર્સ ઠપ્પ થઈ ગયાં. જોકે મોટા બિઝનેસ સિવાય સરેરાશ
યૂઝર્સને તેની અસર થઈ નહીં કેમ કે મોટાં કોર્પોરેશન્સનાં કમ્પ્યૂટર્સને
સાયબરસિક્યોરિટી આપતી ક્રાઉડસ્ટ્રાઇક નામની એક કંપનીના અપડેટને કારણે આ તકલીફ સર્જાઈ હતી.
çkk¤fku {kxu
MkkurþÞ÷ {erzÞk{kt rLkÞtºkýkuLke þYykík
સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ સૌ કોઈ માટે હાનિકારક છે - બાળકો માટે તો ખાસ.
આ વાત મોટા ભાગનાં પેરેન્ટ્સ સમજે છે, ફક્ત ટેક કંપનીઓ અને બાળકો
પોતે સમજતાં નથી! આથી ઘણી ખરી સોશિયલ સર્વિસમાં યૂઝર ૧૩ વર્ષથી મોટા હોવા જરૂરી
હોવા છતાં, બાળકો ખોટી ઉંમર દર્શાવીને
એકાઉન્ટ ઓપન કરી શકે છે. વિવિધ દેશોમાં આ બાબતે ચિંતા છે અને ઉપાયો શોધવાની મથામણ
છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ પહેલ કરી.
અહીં સરકારે વિપક્ષોના ટેકા સાથે ૧૬ વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયાના
ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. બાળકોને રોકવા માટે તેમની ઉંમર અને ઓળખ સાબિત કરવી
જરૂરી બનાવાઈ છે, જોકે પેરેન્ટ્સ તેનો વિરોધ
કરી રહ્યાં છે!
ðuhuçk÷
rzðkRMk{kt Lkðe ÷nuh : M{kxo ®høk y™u M{kxo ø÷krMkMk
સ્માર્ટફોન સાથે કનેક્ટેડ સ્માર્ટવૉચ અને ફિટનેસ બેન્ડ લાંબા સમયથી આપણા
જીવનનો એક ભાગ બની ગયાં છે, પરંતુ એ સિવાય બીજાં કોઈ
વેરેબલ - પહેરી શકાય તેવાં - ડિવાઇસ ખાસ પ્રચલિત થયાં નથી. આ વર્ષથી તેમાં મોટો
ફેરફાર જોવા મળ્યો. ભારતમાં આ વર્ષે પહેલી વાર સ્માર્ટ રિંગ લોન્ચ થઈ અને હવે
વિવિધ કંપની તે ઓફર કરી રહી છે. તેમ, મેટા કંપનીએ સપ્ટેમ્બર
૨૦૨૩માં સ્માર્ટ ગ્લાસ લોન્ચ કર્યા હતા. શરૂઆતમાં ઢીલી શરૂઆત પછી, આ વર્ષે તે નવાં ફીચર્સ સાથે રીલોન્ચ થયા પછી તેને જબરો પ્રતિસાદ મળી રહ્યો
છે. એવું લાગે છે કે મેટાના સ્માર્ટ ગ્લાસ સ્માર્ટ રિંગ કે સ્માર્ટવૉચનું પણ સ્થાન
લઈ લે તો નવાઈ નહીં. મેટાવર્સમાં પણ સ્માર્ટ ગ્લાસનો મોટો રોલ રહેશે.
ðÄw
VwÕÞktVkÕÞkt çku økúný : zeÃkVuf yLku rzrsx÷ yuhuMx
સામાન્ય લોકોને ફસાવતાં સ્કેમ અને ફ્રોડની દૃષ્ટિએ દરેક વર્ષ નવા પડકારો લઈને
આવતું હોય છે. ૨૦૨૪માં બે બાબત બહુ ચર્ચાસ્પદ રહી - ડીપફેક અને ડિજિટલ એરેસ્ટ.
પહેલામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા છે, તો બીજામાં લોકોનો ડર અને જાણકારીનો અભાવ ભાગ ભજવે છે. એઆઇને કારણે ઇમેજ તો
ઠીક, લોકોના વીડિયો અને વોઇસની
બનાવટ કરવી બહુ સહેલી બની ગઈ છે, પરંતુ ભારતમાં આ વર્ષે ડિજિટલ
એરેસ્ટની ઘટનાઓએ રીતસર હાહાકાર મચાવ્યો. ભારતના કાયદામાં જેની કોઈ જોગવાઈ નથી, એવી રીતે પૂછપરછ કે ડિજિટલ અેરેસ્ટની માયાજાળ ઊભી કરીને લોકો પાસેથી બહુ મોટી
રકમ પડાવવામાં આવી રહી છે.