mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બદલાઈ રહ્યો છે આખી દુનિયાનો નકશો

Updated: May 21st, 2022

બદલાઈ રહ્યો છે આખી દુનિયાનો નકશો 1 - image


- n{ýkt økqøk÷Lke fkuLVhLMk{kt ònuh ÚkÞwt fu {uÃMk MkŠðMk{kt ËwrLkÞkLku rçk÷fw÷ Lkðe s árüyu òuE þfkþu

- rzrsx÷ {uÃMk, fBÃÞqxh rðÍLk, yuykR ðøkuhu xufLkku÷kuSLkk zuð÷Ãk{uLx MkkÚku

હમણાં ગૂગલની મેપ્સ એપ સંબંધિત એક સરસ મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આપણે મેપ્સ પર નેવિગેશન સર્વિસ ઓન કરી હોય અને પછી ખોટો વળાંક લઈએ ત્યારે મેપ્સ સર્વિસ એમ નથી કહેતી કે ‘‘તારે ડાબી બાજુએ વળવાનું હતું, મૂરખ!’ એને બદલે અકળાયા વિના, એ આપણો રસ્તો રીરૂટ કરે છે અને શાંતિથી એ નવા રસ્તે આપણું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખે છે. મતલબ કે મેપ્સ સર્વિસનો પ્રાથમિક રસ, આપણને આપણા ધ્યેય સુધી પહોંચાડવામાં છે, આપણી ભૂલ બદલ આપણને ઉતારી પાડવામાં નહીં.

સામે પક્ષે આપણે શું કરીએ છીએ?

જ્યારે પણ ગૂગલ મેપ્સ કોઈ વાર ભૂલ કરે, આપણને ખોટે રસ્તે ચઢાવે એટલે આપણે તરત કહીએ - આ બધી ટેક્નોલોજી છે જ નકામી!  વાસ્તવમાં ગૂગલ મેપ્સ (ફેબ્રુઆરી ૨૦૦૫માં લોન્ચ), માઇક્રોસોફ્ટ બિંગ મેપ્સ (ડિસેમ્બર ૨૦૦૫માં) કે એપલ મેપ્સ (સપ્ટેમ્બર ૨૦૧૨માં લોન્ચ) જેવી ડિજિટલ મેપ્સ સર્વિસથી આપણું જીવન ગજબનું સહેલું બન્યું છે.

હવે કોઈ અજાણી જગ્યાએ જવું હોય તો કોઈને રસ્તો પૂછવો પડતો નથી, સ્વજનો સાથે લાઇવ લોકેશન શેર કરી શકાય છે, મેપ્સ સર્વિસમાં પોતાના એરિયામાં પોતાનો બિઝનેસ પ્રમોટ કરી શકાય છે... કેટકેટલું શક્ય બન્યું છે. અને, હવે દુનિયાને જોવાની આપણી દૃષ્ટિ જ બદલાઈ જશે, જાણો કઈ રીતે!

økqøk÷ {uÃMk{kt nk÷{kt fux÷k «fkhLkk Lku fux÷e rðøkíkku MkkÚkuLkk {uÃMk WÃk÷çÄ Au?

દુનિયાના એક અબજ જેટલા લોકો દુનિયા જોવા ને રસ્તા શોધવા ગૂગલ મેપ્સ સર્વિસનો ઉપયોગ કરે છે. ક્યારેક ફુરસદે મેપ્સમાં નક્શા જોવા ઉપરાંત, આ સર્વિસમાં જ ખાંખાંખોળાં કરીએ તો તેનાં અનેક રસપ્રદ પાસાં સામે આવે. જેમ કે સાદા કાગળ પરના નક્શાની જેમ મેપ્સ એપમાં ડીફોલ્ટ વ્યૂ સાદો જ છે, પણ તેને ફેરવીને સેટેલાઇટ કે ટીરેઇન વ્યૂમાં ફેરવી શકાય. પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ, રસ્તાઓ પરનો લાઇવ ટ્રાફિક, સાયકલિંગ માટેના રસ્તા, ૩ડી બિલ્ડિંગ્સ કે સ્ટ્રીટ વ્યૂ સર્વિસ ઘણા સમયથી છે. હવે ‘લાઇવ વ્યૂ’ ઉમેરાયો છે ને આગામી મહિનાઓમાં ‘ઇમર્સિવ વ્યૂ’ નામે એક બિલકુલ અનોખો વ્યૂ પણ ઉમેરાઈ રહ્યો છે. ભારતને બદલે ન્યૂયોર્ક, લંડન કે પેરિસ જેવાં શહેરો તપાસશો તો મેપ્સની ઘણી ખૂબીઓ જાણવા મળશે.

ËwrLkÞk swyku ík{khe nÚku¤e{kt!

તમારા પરિવારમાંથી કોઈ સ્ટુડન્ટને કોલેજ પૂરી કર્યા પછી બેંગ્લોર, હૈદ્રાબાદ કે પરદેશના કોઈ શહેરમાં જોબ મળે અને એ પહેલીવાર ઘર છોડીને નવા શહેરમાં સેટલ થવા જાય ત્યારે માતા-પિતાના મનમાં સ્વાભાવિક રીતે ચિંતા રહે કે નવા શહેરમાં તેને રહેવાની જગ્યા સારી તો હશે ને?

હવેના સમયમાં પેઈંગ ગેસ્ટ કે અન્ય પ્રકારે રેન્ટ પર શેર્ડ એપાર્ટમેન્ટ શોધવાનું સહેલું બન્યું છે. ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર અનેક લોકો આ રીતે ઘર શોધી રહેલા લોકોને મદદરૂપ થતા હોય છે. પરંતુ મનમાં પેલી ચિંતા તો રહે જ - ઘર જ્યાં ભાડે લેવાનું વિચાર્યું છે એ વિસ્તાર કેવો હશે? જ્યાં સુધી ત્યાં જાતે પહોંચીને આપણે ખાતરી કરીએ નહીં કે બધું બરાબર છે ત્યાં સુધી મનમાં થોડો અજંપો રહે.

હવે આ સમસ્યાનો ગૂગલ મેપ્સમાં ઉપાય મળશે. ગૂગલ મેપમાં તમે જાણો છો તેમ વિવિધ પ્રકારના લેયર એક્ટિવેટ કરી શકાય છે. જેમ કે આપણે સ્ટાન્ડર્ડ મેપ જોઈ શકીએ અથવા સેટેલાઇટ વ્યૂ ઇનેબલ કરી શકીએ. સ્ટ્રીટવ્યૂની મદદથી જે તે જગ્યાએ જાતે ઊભા હોઇએ ત્યારે આજુબાજુ દેખાતી બાબતોને પણ મેપ પર જોઇ શકીએ. અમુક સ્થળો માટે લાઇવ વ્યૂની પણ સગવડ છે અને હવે તેમાં ‘ઇમર્સિવ વ્યૂ’નો ઉમેરો થઈ રહ્યો છે.

આ પ્રકારના વ્યૂમાં સ્ટ્રીટવ્યૂને એરિયલ ઇમેજિસ સાથે સાંકળી લેવામાં આવે છે. અને એ રીતે વિવિધ જગ્યાઓના થ્રીડી મોડેલ તૈયાર કરવામાં આવે છે. ઇમર્સિવ વ્યૂમાં આપણે કોઈ લોકેશન પસંદ કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે પંખીની નજરે તેને જોઈ રહ્યા હોઇએ તેવો વ્યૂ જોવા મળે છે. પછી ઝૂમ ઇન કરીને આપણે જે તે સ્થળે રૂબરૂ પહોંચ્યા હોઇએ તેવો અનુભવ મેળવી શકીએ છીએ.

માની લો કે આપણે અમેરિકાના ન્યૂયોર્ક કે લંડન જેવા કોઈ શહેરની મુલાકાત લેવા માગીએ છીએ તો આ શહેરના નિશ્ચિત વિસ્તારો દિવસના વિવિધ ભાગમાં કેવા લાગે છે કે ક્યા સમયે કઈ જગ્યાએ વધુ ભીડ રહે છે, વેધરની અલગ અલગ સ્થિતિમાં આ વિસ્તારોમાં કેવો અનુભવ થાય છે એ બધું જ આપણે એ સ્થળે પહોંચ્યાં પહેલાં પોતાના ઘરમાં બેસીને મેપ્સ એપમાં અનુભવ કરી શકીશું! ત્યાં સુધી કે કોઈ મોલ કે રેસ્ટોરાંની અંદર પહોંચીને તેના થ્રી-ડી મોડેલ પણ આપણે જોઈ શકીશું.

ગૂગલ મેપ્સ એપમાં ઇમર્સિવ વ્યૂ આ વર્ષમાં થોડા મહિનાઓમાં લોન્ચ થઈ જશે અને લગભગ દરેક ફોન કે ડિવાઇસમાં તેનો લાભ લઈ શકાશે. શરૂઆતમાં માત્ર ન્યૂયોર્ક, સાનફ્રાન્સિસ્કો, લોસએન્જેલસ, લંડન અને ટોકિયો શહેરના વિવિધ વિસ્તારોને ઇમર્સિવ વ્યૂમાં જોઈ તપાસી શકાશે. સમય સાથે વિવિધ શહેરોમાં આ સુવિધા ઉમેરાતી જશે.

ગૂગલે આ ફીચરના ડેમો રૂપે એક વીડિયો લોન્ચ કર્યો છે. તેમાં શરૂઆતમાં આપણે પસંદ કરેલા લોકેશનનું કોઈ ડ્રોનથી શુટિંગ થઈ રહ્યું હોય એવો વ્યૂ દર્શાવવામાં આવ્યો છે. વિહંગાવલોકન એટલે કે પંખીની નજરે જોવાતાં દૃશ્યો શબ્દો સાર્થક થતા હોય તેમ આ વ્યૂમાં આકાશમાં ઊડતાં પંખીઓ પણ જોઈ શકાય છે!  દેખીતી રીતે આ લાઇવ ઇમેજ નથી, પરંતુ લાઇવ હોવાનો આભાસ જરૂર આપે છે. એ પછી સ્ક્રીન પર ટાઇમ સ્લાઇડર જોવા મળે છે જેની મદદથી આપણે હાલના સમયથી શરૂઆત કરીને ભવિષ્યના વિવિધ સમય પસંદ કરી શકીએ છીએ. આ દરમિયાન રસ્તા પર કેટલો ટ્રાફિક છે તે પણ વાસ્તવિક કાર સાથે જોઈ શકીએ છીએ.

આ બધું આખરે આભાસી અને વર્ચ્યુઅલ હોવા છતાં કોઈ જગ્યાનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હોઇએ તેવો અનુભવ આપે છે. એ પછી આ વીડિયોમાં ઝૂમ ઇન થઈને આપણે કોઈ રેસ્ટોરાંમાં દાખલ થઈએ છીએ અને પછી તેના રિસેપ્શન ડેસ્કને પાર કરીને ડાઇનિંગ એરિયાને પણ તપાસી શકીએ છીએ!

ગયા વર્ષે એપલે આઇઓએસ૧૫માં તેની મેપ્સ એપમાં થ્રીડી વ્યૂ લોન્ચ કર્યા છે. દેખીતી રીતે ગૂગલે ઇમર્સિવ વ્યૂથી તેનો જવાબ આપવાની કોશિશ કરી છે!

‘MxÙex ÔÞq’, ‘÷kRð ÔÞq’ Lku ‘R{ŠMkð ÔÞq’ þwt Au?

મેપ્સ સર્વિસ લોન્ચ કર્યાના બે જ વર્ષમાં, ૨૦૦૭માં ગૂગલે ‘સ્ટ્રીટ વ્યૂ’ નામે એક નવી સર્વિસ તેમાં ઉમેરી હતી. ખાસ પ્રકારનાં વાહનથી માંડીને પોતાના ખભા પર, ખાસ પ્રકારના કેમેરા લઈને નીકળી પડેલા લોકોએ દુનિયાનાં વિવિધ સ્થળો અને સક્રિય જ્વાળામુખી સુદ્ધાંની તસવીરો લીધી, તેને ટેક્નોલોજીની મદદથી એકમેક સાથે જોડવામાં આવી, પરિણામે, મેપ્સ પર વિવિધ સ્થળોએ આપણે રૂબરૂ હાજર હોઈએ એ રીતે ગ્રાઉન્ડ લેવલથી જોવાનું શક્ય બન્યું. પછી તો ગૂગલના અનેક યૂઝર્સે પણ પોતાની સ્ટ્રીટ વ્યૂ ઇમેજીસ ઉમેરવાનું શરૂ કર્યું છે.

એ પછી ૨૦૧૯માં મેપ્સમાં લાઇવ વ્યૂ ઉમેરાયો. અમુક નિશ્ચિત સ્થળોએ, આપણે રસ્તા પર હોઈએ ત્યારે મેપ્સમાં ડિરેક્શન ઓન કરી, લાઇવ વ્યૂ પસંદ કરતાં, ફોનના કેમેરામાં દેખાતી આજુબાજુનાં વાસ્તવિક સ્થળોની ઇમેજ તથા તેને લગતી મેપ્સમાંની ઇન્ફર્મેશનનું સંકલન થાય છે, જેથી માર્ગદર્શન સાથે વધુ અને સચોટ માહિતી પણ મળે.

હવે આ બંને પ્રકારના વ્યૂ ‘ઇમર્સિવ વ્યૂ’ નામે હજી આગળ ધપાવવામાં આવી રહ્યા છે. નામ મુજબ, તેમાં આપણે કોઈ સ્થળે રૂબરૂ પહોંચ્યા જેવો અનુભવ લઈ શકીએ છીએ.

આ બધું આમ તો ગૂગલ મેપ્સમાં લાંબા સમયથી છે, પણ હવે વિવિધ બાબતોને એકમેક સાથે વધુ સારી રીતે સાંકળવામાં આવી રહી છે.

ગૂગલનો ડેમો વીડિયો બતાવે છે કે આપણે કોઈ સ્થળ મેપ્સમાં શોધીએ ત્યારે તેનો ‘ઇમર્સિવ વ્યૂ’ ઉપલબ્ધ હોય તો એ સ્થળનો પહેલાં, ડિજિટલ વાયરફ્રેમ જેવો બર્ડ વ્યૂ જોવા મળે છે.

પછી એ જ ડિજિટલ વાયરફ્રેમ જેવો વ્યૂ બદલાઈને વાસ્તવિક ઇમેજ જેવું સ્વરૂપ લે છે. આપણે ફોનના સ્ક્રીન પર સીધી આ ઇમેજ જોઈએ તો એ ડિજિટલી ક્રિએટ થઈ છે એવું માની જ ન શકીએ!

પછી, મેપ્સના સ્ક્રીન પર જે તે સ્થળ ઇમર્સિવ વ્યૂમાં જોવાનો વિકલ્પ સૂચવાશે. સાથે એ સ્થળની આસપાસનાં અન્ય જોવા જેવાં સ્થળોની ઇમેજ પણ જોવા મળશે. આપણે ક્લિક કરી આગળ વધીએ.

ફરી બર્ડ વ્યૂ મોડ આગળ વધશે અને આપણે સર્ચ કરેલા સ્થળ પર આવીને સ્થિર થશે. હવે એ સ્થળને આપણે દિવસના વિવિધ સમય તેમ જ ઠંડી, વરસાદ જેવી અલગ અલગ સ્થિતિમાં તપાસી શકીશું.

જેમ કે લંડનનો બિગબેન ટાવર પસંદ કરતાં, તે વિસ્તાર દિવસના સમયે કેવો અનુભવ આપે છે એ સ્ક્રીન પર જોઈ શકીશું. નીચે ટાઇમ સ્લાઇડર જોવા મળશે, તેની મદદથી દિવસનો સમય બદલી શકીશું.

ત્યારે ને ત્યારે એ જ સ્થળ દિવસના અલગ અલગ સમયે કેવુંક લાગે છે, રસ્તા પર સામાન્ય રીતે કેટલોક ટ્રાફિક હોય છે, વરસાદ દરમિયાન સ્થિતિ કેવી બદલાય છે વગેરે જોઈ તપાસી શકાશે.

અચ્છા, લંડનમાં ફરતાં ફરતાં ભૂખ લાગી? તો કોઈ રેસ્ટોરાં સર્ચ કરતાં, ઇમેજ ઝૂમ-ઇન થઈને એ રેસ્ટોરાંના લોકેશનમાં પહોંચશે અને તેના દરવાજામાંથી દાખલ થઈને આપણે અંદર પ્રવેશ કરીશું!

હવે એ રેસ્ટોરાંનો ખૂણેખૂણો જોઈ શકાશે!

આ હજી ડેમો વીડિયો છે. કેટલી ઝડપથી, કેટલી જગ્યાઓના ઇમર્સિવ વ્યૂ, ચોક્કસ કેવા સ્વરૂપે ઉમેરાશે એ વિશે બહુ સ્પષ્ટતા નથી.

Gujarat