ધીમે-ધીમે બ્રહ્માંડનો નાશ થઈ રહ્યો છે, વિજ્ઞાનીઓનો ચોંકાવનારો રિપોર્ટ
Image: Freepik
Universe: સૂર્ય પોતાની અડધી ઉંમર પૂરી કરી ચૂક્યો છે, લગભગ 5 અરબ વર્ષ બાદ સૂર્યનો નાશ થઈ જશે. જ્યારે સૂર્ય જ નહીં હોય તો પૃથ્વી પર જીવનની આશા કેવી રીતે કરી શકાય છે. વૈજ્ઞાનિક પણ એ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે કે પૃથ્વીનો પણ એક દિવસ નાશ થવાનો જ છે. હવે વૈજ્ઞાનિકોનું જે નવુ રિસર્ચ છે, તેમાં વધુ ચોંકાવનારી અને ડરામણી જાણકારી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ જાણકારી મેળવી છે કે બ્રહ્માંડનો ધીમે-ધીમે નાશ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે એક દિવસ આ મોટા સંકટની સાથે સમાપ્ત થઈ જશે.
એક વિજ્ઞાનીએ તેની પુષ્ટિ કરી છે. તેમનો આ દાવો વિજ્ઞાનીઓની ટીમના તે ડેટાના આધારે છે, જે ડાર્ક એનર્જી સ્પેક્ટ્રોસ્કોપિક ઈન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કરીને એકત્ર કરાયો હતો. આ ડેટાના માધ્યમથી વિજ્ઞાનીઓએ બ્રહ્માંડનો એક ઝીણવટપૂર્વક નકશો બનાવ્યો. આ મેપના માધ્યમથી વિજ્ઞાનીએ એ પુષ્ટિ કરી કે સમયની સાથે બ્રહ્માંડની ડાર્ક એનર્જી ઓછી થઈ રહી છે.
બ્રહ્માંડ પર મોટું સંકટ
વિજ્ઞાનીઓએ જણાવ્યું કે પહેલા પૃથ્વી અને સૂર્યનું અસ્તિત્વ કેવી રીતે સમાપ્ત થશે એ વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે. ખાસ કરીને સૂર્ય વિશે જણાવવામાં આવ્યું છે કે આનો 5 અરબ વર્ષ બાદ નાશ થઈ જશે. નાશ થયા પહેલા આ વિકરાળ લાલ તારામાં બદલાઈ જશે. હવે બ્રહ્માંડ વિશે આ રિપોર્ટ ચોંકાવનારો છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે ડાર્ક એનર્જીના સતત કમજોર થવાના કારણે બ્રહ્માંડ પર મોટું સંકટ આવ્યું છે, જે તેના નાશ થવાની સાથે જ સમાપ્ત થશે.
વિશ્વનું ભવિષ્ય અંધકારમય
સંશોધનમાં કાર્યરત વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર બ્રહ્માંડનો નાશ થવામાં હજુ લાખો વર્ષ બાકી છે પરંતુ ડાર્ક એનર્જી સ્પેક્ટ્રોસ્કોપિક પર કામ કરી રહેલા વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વિશ્વનું ભવિષ્ય અંધકારમય છે. વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર બ્રહ્માંડ ઝડપથી વિસ્તરી રહ્યું છે. તેથી પરમાણુઓને બનાવનારી તેની ઉર્જા સતત કમજોર થઈ રહી છે.
ધીમે-ધીમે નાશ થશે
ડાર્ક એનર્જી સ્પેક્ટ્રોસ્કોપિક ઈન્સ્ટ્રુમેન્ટના ડેટાના અભ્યાસના આધારે વિજ્ઞાનીઓએ પુષ્ટિ કરી છે કે સમયની સાથે ડાર્ક એનર્જીનો પ્રભાવ ઘટી રહ્યો છે. એક દિવસ બ્રહ્માંડનો વિસ્તાર બંધ થઈ જશે અને આ ગુરુત્વાકર્ષણના પ્રભાવમાં આવવાનું શરૂ થઈ જશે. અંતે બ્રહ્માંડ ખતમ થઈ જશે.
શરૂઆતમાં ડરવાની વાત નથી
વિજ્ઞાનીએ કહ્યું કે શરૂઆતમાં ડરવાની જરૂર નથી. હાલ બ્રહ્માંડની ડાર્ક ઉર્જા ધીમે-ધીમે ઓછી થતી રહેશે અને તેનું ઘનત્વ વધતું રહેશે. જોકે અમુક સેંકડો વર્ષ બાદ આ ઘનત્વ ખૂબ વધી જશે. જોકે આ કેવુ દેખાશે તે સ્પષ્ટ નથી. વિજ્ઞાની હજુ તેની પર રિસર્ચ કરી રહ્યાં છે. આ રિસર્ચથી એ જાણ થશે કે બ્રહ્માંડ કેવો વ્યવહાર કરી રહ્યું છે અને કેવી રીતે ડાર્ક એનર્જી તેની સંરચના બદલી રહી છે.