સ્માર્ટફોનમાંથી નીકળતું રેડિએશન આરોગ્ય માટે જોખમી, આ કોડ ડાયલ કરીને જાણો ફોનની SAR વેલ્યૂ
Image Source: Freepik
અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2024 ગુરૂવાર
વર્તમાન સમયમાં સ્માર્ટફોન વિના તો જીવન બિલકુલ અધૂરુ થઈ ગયુ છે. કોઈની સાથે વાત કરવાની હોય કે ઈન્ટરનેટ વાપરવુ હોય ફોન દરેક સમયે આપણા કામમાં આવે છે પરંતુ શું સ્માર્ટફોન માત્ર આપણને ફાયદો જ પહોંચાડે છે. ફોન સ્માર્ટફોન જ્યારે કામ કરે છે તેનાથી રેડિએશન નીકળે છે. આ રેડિએશન આપણી હેલ્થ માટે ખૂબ નુકસાનકારક હોય છે. તમને ખબર પણ નહીં પડે અને ફોન તમને બીમાર કરતો રહેશે. તમે સરળતાથી જાણકારી મેળવી શકો છો કે ફોન તમને બીમાર કરી રહ્યો છે કે નહીં.
સ્માર્ટફોનથી નીકળનાર રેડિએશનને રેડિયો ફ્રીક્વેન્સી (RF) રેડિએશન કહેવામાં આવે છે. આ રેડિએશન આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી બીમારી થઈ શકે છે. સ્માર્ટફોનથી નીકળનાર રેડિએશનના પ્રમાણને SAR વેલ્યૂ (Specific Absorption Rate) થી માપવામાં આવે છે. SAR વેલ્યૂ પ્રતિ કિલોગ્રામ ટિશ્યૂમાં જનારી રેડિયો ફ્રીક્વેન્સી એનર્જીનું પ્રમાણ છે. ટિશ્યૂ સેલ્સનું ગ્રૂપ હોય છે, જેનાથી આપણુ શરીર બને છે.
કોડથી SAR વેલ્યૂ જાણવા મળશે
તમે માત્ર એક કોડ ડાયલ કરીને જાણકારી મેળવી શકો છો કે ફોનની SAR વેલ્યૂ શું છે.
આ માટે તમારા ફોનમાં *#07# ડાયલ કરવુ પડશે.
તમારી સ્ક્રીન પર SAR વેલ્યૂ આવી જશે.
SAR વેલ્યૂનું લેવલ
ભારતમાં SAR વેલ્યૂની લિમિટ નક્કી કરવામાં આવી છે. આ 1.6 વોટ પ્રતિ કિલોગ્રામ (W/kg) વધુ હોવી જોઈએ નહીં. મોટાભાગના સ્માર્ટફોનની SAR વેલ્યૂ આ લેવલને ઘટાડે છે. જો તમારા સ્માર્ટફોનની SAR વેલ્યૂ આ લિમિટથી વધુ છે તો તમારી હેલ્થ માટે યોગ્ય નથી.
નવો ફોન ખરીદતી વખતે સાવધાન રહો
નવો સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન છે તો તેની SAR વેલ્યૂ જરૂર ચેક કરો. તેનાથી તમને જાણવા મળશે કે તમે ફોનની સાથે બીમારી તો ખરીદી રહ્યા નથી ને. SAR વેલ્યૂનું લેવલ 1.6W/kg સુધી ઠીક છે. ફોનના રેડિએશનથી બચવા માટે તમે ઈયરફોનનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ફોન દૂર રહેશે અને વાત પણ કરી શકશો.