Get The App

બ્રહ્માંડનું એક નવું રહસ્ય જાહેર! આ ગ્રહના ચંદ્ર નીચે 2.5 કરોડ વર્ષોથી વહી રહ્યો છે સમુદ્ર

આપણા સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ શનિનો ચંદ્ર છે, જે તેની પોતાની અંદર કેટલાય રહસ્યો ધરાવે છે

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
બ્રહ્માંડનું એક નવું રહસ્ય જાહેર! આ ગ્રહના ચંદ્ર નીચે 2.5 કરોડ વર્ષોથી વહી રહ્યો છે સમુદ્ર 1 - image
Image NASA 

આપણા સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ શનિનો ચંદ્ર છે, જે તેની પોતાની અંદર કેટલાય રહસ્યો ધરાવે છે. આ ગ્રહનો એક ચંદ્રમા એવો છે જે તેની સપાટી પર મોટા ખાડાઓને કારણે પ્રખ્યાત ફિલ્મ શ્રેણી 'સ્ટાર વોર્સ' માં બતાવવામાં આવેલા 'ડેથ સ્ટાર' જેવો દેખાય છે. વિજ્ઞાનીઓનું કહેવા પ્રમાણે, આ ચંદ્રમાના પોપડાની નીચે કોઈ મોટો સમુદ્ર છુપાયેલો હોઈ શકે છે. શનિના આ ચંદ્રનું નામ મીમાસ (Mimas) છે.

હજૂ સુધી શનિના બે ચંદ્રમા (ટાઈટન અને એસેલાઈસ) અને જુપિટરના બે ચંદ્રમાં( યૂરોપો અને ગેનીમીડ) સમાવેશ થાય છે. એવુ માનવામાં આવે છે કે, આ ચંદ્રમાની નીચે સમુદ્ર હોઈ શકે છે. વિજ્ઞાનીઓના કહેવા મુજબ, જો મીમાસની સપાટીને જોઈએ તો એવું કાંઈજ જોવા મળતું નથી, જે એ વાતનો સંકેત આપે છે કે આ સપાટીની નીચે સમુદ્ર  હોઈ શકે છે. 

નાસના મિશન આ તસવીરોથી મળી મદદ

હકીકતમાં મીમાસના ઓર્બિટની વિશેષતાઓ જોતા વિજ્ઞાનીઓએ બે અનુમાન લગાવ્યા છે, પહેલું એ કે,  કાં તો ઘણા લાંબા સમયથી બરફથી ઢંકાયેલો ખૂબ લાંબો કોર હોઈ શકે છે અથવા તેના પોપડાની નીચે કોઈ સમુદ્ર હોઈ શકે છે, જેના કારણે તેની બહારની સપાટી કોરથી અલગ સ્વતંત્ર રુપે દૂર થઈ શકે છે. 

આશરે 45 માઈલ ઊંડો હોઈ શકે છે સમુદ્ર 

વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે તેમણે જણાવ્યું કે, મિમાસ જે રીતે આગળ વધે છે તેના કારણે સપાટીની નીચે મહાસાગર હોવાની સંભાવના વધારે રહેલી છે. તેનાથી ખ્યાલ આવે છે કે, મીમાસના 15-માઇલ જાડા બર્ફીલા કવરની નીચે 45-માઇલ ઊંડો સમુદ્ર હોઈ શકે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, મીમાસની સપાટીની નીચે રહેલા સમુદ્રના કુલ જથ્થાના અડધાથી વધુ હોઈ શકે છે. તુલનાત્મક રીતે જોઈએ તો મીમાસનો સમુદ્રને નવો માનવામાં આવી રહ્યો છે. 


Google NewsGoogle News