Get The App

'ફાઈલ્સ' એપની ડાઉનલોડ સંખ્યા પાંચ અબજને ઓળંગી ગઈ

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
'ફાઈલ્સ' એપની ડાઉનલોડ સંખ્યા પાંચ અબજને ઓળંગી ગઈ 1 - image


તમે કદાચ જાણતા જ હશો કે આપણા સ્માર્ટફોનમાં બિનજરૂરી બાબતો શોધીને ડિલીટ કરવા માટે ‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપ ખાસ્સી ઉપયોગી છે.

આ એપ આઠેક વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી એ સમયે તેનું નામ ‘ફાઇલ્સ ગો’ હતું. ૨૦૧૮માં તેનું નામ બદલીને ‘ફાઇલ્સ બાય ગૂગલ’ કરવામાં આવ્યું. આ સિમ્પલ ફાઇલ મેનેજમેન્ટ એપ વિશે આપણે ‘ટેકનોવર્લ્ડ’માં અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ.

હમણાં, આ એપની ડાઉનલોડ સંખ્યા પ્લેસ્ટોરમાં પાંચ અબજના આંકને વટાવી ગઈ! આટલી મોટી સંખ્યામાં ડાઉનલોડ થનારી ગૂગલની આ વીસમી એપ છે. અલબત્ત એ ધ્યાને રાખવા જેવું છે કે આ એપ હજી પણ ઓપ્શનલ છે એટલે કે મોટા ભાગે તે સ્માર્ટફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોતી નથી. આપણે ઇચ્છીએ તો તેને ડાઉનલોડ કરી શકીએ છીએ.

આ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બિલકુલ મફતમાં ડાઉનલોડ કરી શકાય છે, તેમાં જાહેરાતોની માથાકૂટ નથી કે તેમાં વધારાના ફીચર મેળવવા માટે રૂપિયા ચૂકવવાની કોઈ જરૂર નથી.

આપણા ફોનમાં બિનજરૂરી ઇમેજિસ, વીડિયો કે અન્ય ફાઇલ્સ શોધીને ડિલીટ કરવાનું કામ આ એપમાં એકદમ સહેલાઈથી થાય છે. કોઈ એક જ પ્રકારની ફાઇલની આપણા ફોનમાં એકથી વધુ કોપી હોય તો તેને પણ આ એપની મદદથી સહેલાઈથી શોધીને ડિલીટ કરી શકાય છે. આપણા ફોનમાંની વિવિધ એપ્સ તપાસીને હવે જેની જરૂર ન હોય તેવી ફાઇલ અનઇન્સ્ટોલ કરવાનું કામ પણ વધુ સહેલું બનાવે છે. આ એપમાં હવે ગૂગલ જેમિની એઆઇ ફીચર્સ પણ ઉમેરાયાં છે.


Google NewsGoogle News