આ ગામના લોકોએ બનાવ્યો પોતાનો સૂર્ય, મહિનાઓ સુધી સૂર્યપ્રકાશ ન હતો, જાણો કેવી રીતે કર્યું આટલું મોટું કામ
શિયાળામાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ઘણા દિવસો સુધી સૂર્ય જોવા નથી મળતો
એવામાં એક ગામને સૂર્યપ્રકાશ મળતો ન હતો, તો તેમણે શોધ્યો આ ઉપાય!
These Villagers create their own Sun: દુનિયા માટે સૂર્ય ખૂબ જ જરૂરી છે. તેના વગર જીવનની કલ્પના પણ ન થઇ શકે. એવામાં પણ ઠંડીમાં થોડી રાહત મેળવવા માટે સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી બની જાય છે. પણ જો લાંબો સમય સુધી સૂર્યપ્રકાશ ન મળે તો લોકો પરેશાન થઇ જાય છે. હવે જ્યારે આવા જ એક ગામના લોકોને સૂર્યપ્રકાશ ન મળ્યો ત્યારે તેમણે કૃત્રિમ સૂર્ય બનાવીને આ સમસ્યાની નિરાકરણ લાવ્યું હતું. આ વાત છે સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી વચ્ચે આવેલા વિગ્નેલા ગામની કે જેમણે આ કૃત્રિમ સૂર્ય બનાવ્યો છે. 11 નવેમ્બર અને 2 ફેબ્રુઆરી વચ્ચે અહીં સૂર્યપ્રકાશ ખૂબ ઓછો હોય છે.
નકલી સૂર્ય કઈ રીતે બનાવ્યો?
200ની વસ્તી ધરાવતા અને પહાડોની વચ્ચે આવેલા વિગ્નેલા ગામમાં 11 નવેમ્બરથી 2 ફેબ્રુઆરી વચ્ચે એટલે કે અઢી મહિના સૂર્યપ્રકાશ જોવા નથી મળતો. સદીઓથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેથી વર્ષ 2005માં વિગ્નેલાના મેયર પિયરફ્રેન્કો મિડાલીની મદદથી લગભગ 1 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. આ પછી, ગામની સામેની ટેકરી પર ખૂબ મોટો અરીસો લગાવવાનું શરૂ કરવામાં આવ્યું.
કેવી રીતે મળે છે સૂર્યપ્રકાશ?
નવેમ્બર 2006 સુધીમાં, ગ્રામજનોએ 1100 મીટરની ઉંચાઈ પર સ્થિત પર્વતનો 40-ચોરસ-મીટરનો અરીસો લગાવ્યો હતો. આથી અરીસા પર સૂર્ય પ્રકાશ પડે છે જેનું રિફ્લેક્શન ગામ તરફ પડે છે. આટલા મોટા કદના કાચના કારણે ડિસેમ્બર 2006માં આખા ગામને પ્રથમ વખત પ્રકાશ મળ્યો. અરીસાના એન્ગલને એ રીતે સેટ કરવામાં આવ્યું છે કે સૂર્ય પ્રકાશ ગામમાં પહોંચી શકે. સેટ કરવામાં આવેલ મિરર કોમ્પ્યુટરાઈઝ્ડ છે. જે દિવસભર સૂર્યની ગતિને અનુસરે છે અને અરીસો સૂર્યની દિશામાં ફરતો રહે છે. જેના કારણે ગામના વિસ્તારને લગભગ 6 કલાક સુધી પ્રકાશ મળી રહે છે.