Get The App

અમેરિકી કંપનીએ તૈયાર કર્યું સિંગર સીટર ડ્રોન, એક કલાકની ટ્રેનિંગ બાદ ગમે તે વ્યક્તિ ઊડાડી શકશે

આ ડ્રોનની અંદાજિત કિંમત 495 હજાર ડોલર છે

આ ડ્રોનને એકદમ કરોળીયા જેવા આકારમાં તૈયાર કરવામાં આવ્યું છે

Updated: Jun 18th, 2023


Google NewsGoogle News
અમેરિકી કંપનીએ તૈયાર કર્યું સિંગર સીટર ડ્રોન, એક કલાકની ટ્રેનિંગ બાદ ગમે તે વ્યક્તિ ઊડાડી શકશે 1 - image


અમેરિકાના ઓસ્ટિન, ટેક્સાસ સ્થિત LIFT AIRCRAFT કંપનીએ HEXA LIFT નામનું એક ડ્રોન તૈયાર કર્યું છે. આ એક સિંગલ સીટર ડ્રોન છે. જોકે આ ડ્રોનની એક સારી વાત એ છે કે કોઈપણ વ્યક્તિને આ ડ્રોન ઉડાડવા માટે માત્ર 1 કલાકની ટ્રેનિંગ આપવામાં આવે તો પછી તે વ્યક્તિ સરળતાથી તે ડ્રોનને ઓપરેટ કરી શકશે. હેક્સા લિફ્ટ ડ્રોન એવું પ્રથમ રિક્રિએશનલ એરક્રાફ્ટ હશે જે લોકો માટે ઉપલબ્ધ કરાવાશે. 

આ ડ્રોનનો આકાર પણ આકર્ષક 

આ ડ્રોનના આકારની વાત કરીએ તો તમને આ ડ્રોન એકદમ કરોળીયા જેવું જ લાગશે. વીડિયોમાં તમે જોઈ શકશો એક જ વ્યક્તિ તેને ઓપરેટ કરી રહ્યો છે. આ ડ્રોન દેખાવમાં સુંદર અને વજનમાં હળવું છે. આ ડ્રોન ઉપલબ્ધ થતાંની સાથે જ લોકોને ટ્રાફિક જેવી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. 

તે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ

આ ડ્રોન એક માણસ બેસી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. તેમાં મોટી એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે જે તમને     GPS, VR (વર્ચુયલ રિયાલીટી) જેવી ટેકનોલોજીની મદદ પૂરી પાડશે.   

આ ડ્રોનની કિંમત કેટલી છે? 

જો કોઈ વ્યક્તિએ આ ડ્રોન ઉડાડવું હોવ તો તે પહેલા લગભગ એક કલાક સુધીની બેઝીક ટ્રેનિંગ લેવી અનિવાર્ય છે. આ અદ્ભુત LIFT એરક્રાફ્ટની કિંમતની વાત કરવામાં આવે તો અંદાજિત 495 હજાર ડોલર જેટલી થાય છે. જે એક સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર હોઈ શકે છે.

આ ડ્રોનની લાક્ષણિકતાઓ 

  • અઢાર ઇલેક્ટ્રિક મોટર્સ અને પ્રોપેલર્સ સાથે સજ્જ 
  • જમીન અને પાણી બંને પર લેન્ડ કરવા સક્ષમ
  • Three AXIS જોયસ્ટિક વાળું અને ટ્રિપલ રીડન્ડન્ટ ઓટોપાયલટ કમ્પ્યુટર ધરાવે છે 
  • ઉડાન ભરવા માટે કોઈ પાઇલટના લાયસન્સની જરૂર નથી
  • બેલિસ્ટિક પેરાશૂટ હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત  

Google NewsGoogle News