Get The App

શરૂ થઈ ગયો છે ડીપફેક વીડિયોનો જમાનો

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
શરૂ થઈ ગયો છે ડીપફેક વીડિયોનો જમાનો 1 - image


- Lkçk¤e Vuf R{ursMk nðu ¼qíkfk¤Lke ðkík Au - nðu òuíkkt s ¼h{kE sðkÞ yuðk çkLkkðxe ðerzÞku ðkRh÷ Úkðk ÷køÞk Au

ભારત હોય કે બીજો કોઈ પણ દેશ, લોકો સેલિબ્રિટીઝનું આંધળું અનુકરણ કરતા હોય છે. અમિતાભ આપણને કહે કે ફલાણી બ્રાન્ડનું માથામાં નાખવાનું તેલ સારું, તો આપણે એ માની લઇએ. કરીના કહે કે ફલાણું કૂકિંગ ઓઇલ હેલ્ધી, તો એ પણ આપણે માની લઇએ. આ બધી જાહેરાતો જે તે સેલિબ્રિટીને લાખો-કરોડો રૂપિયા ચૂકવીને કરવામાં આવે, પરંતુ એઆઇ અને ડીપફેકના આગમન સાથે ઘણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ કે સર્વિસનું માર્કેટિંગ કરવાના શોર્ટકટ શોધવા લાગી છે.

આવી કંપનીઓ સાચી જાહેરાતોમાં ચમકતા સ્ટાર્સને બદલે ટીવી પર વધુ દેખાતા ચહેરાનો ઉપયોગ કરે છે. તકલીફ એ કે આવા બનાવટી વીડિયોનો હેતુ માત્ર માર્કેટિંગનો હોતો નથી.

રાજકારણ માટે ફેક વીડિયોનો ઉપયોગ ફક્ત લોકોને ભરમાવવા માટે થાય, પણ એ સિવાય, જુદા જુદા પ્રકારના ફેક વીડિયોને વાઇરલ બનાવીને જુદી જુદી જુદી  રીતે આપણને સકંજામાં લેવાના પણ પ્રયાસ થાય છે.

અમુક લોકો નવી એઆઇ ટેક્નોલોજી અને પોતાનો કસબ બતાવવા ડીપફેક વીડિયો કે ઇમેજ બનાવે છે અને પોતે તેનું એ મુજબ લેબલિંગ પણ કરે છે, પરંતુ એ જ ટેક્નોલોજી ખોટા હાથમાં આવે ત્યારે આવા કોઈ લેબલિંગ વિના વીડિયો શેર થવા લાગે છે અને તેને વાઇરલ કરવાના બહુ વ્યવસ્થિત રીતે પ્રયાસ થાય છે - આ બહુ જોખમી ટ્રેન્ડ છે.

ઇન્ટરનેટ પર કોઈ વાત સાચી ન માની શકાય એવી સ્થિતિ બહુ પહેલાંથી હતી, હવે તેમાં નવાં ડાઇમેન્શન્સ ઉમેરાયાં છે!

LÞqÍ yuLfMko, hksfkhýeyku Mknu÷wt rLkþkLk

થોડા સમય પહેલાં, એક કૌતુક જોવા મળ્યું. ન્યૂઝ ચેનલ્સમાં આપણે જેમને રોજેરોજ જોઈએ છીએ એ જુદી જુદી ચેનલ્સના જાણીતા એન્કર્સ ડાયાબિટિસની એક ‘નવી દવા’ શોધાઈ હોવાના સમાચાર ભારપૂર્વક સૌને જણાવવા લાગ્યા. આ સૌ ન્યૂઝ એન્કર્સ લગભગ એક સરખી રીતે આ દવા વિશેના ‘સમાચાર’ કહેતા દેખાયા.ફેર એટલો હતો કે આ બધા ન્યૂઝ આપણને એ સૌ એન્કર્સ જે ચેનલના હતા તે ચેનલ પર દેખાતા નહોતા, માત્ર વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર દેખાતા હતા!

ફેસબુક, વોટ્સએપ, એક્સ (ટ્વીટર) વગેરે પર તમે પણ અવારનવાર ‘ડાયાબિટિસના રામબાણ ઇલાજ’નો સમાચાર આપતા આ ન્યૂઝ એન્કર્સના વીડિયો જોયા હશે.

રીપબ્લિક ટીવીના અર્નબ ગોસ્વામી, આજતકના સુધીર ચૌધરી તથા અંજના ઓમ કશ્યપ, એક સમયે એનડીટીવી ઇન્ડિયા સાથે જોડાયેલા રવિશ કુમાર વગેરે તમામ અત્યંત જાણીતા ન્યૂઝ એન્કર્સ આવા વીડિયોમાં ચમકી ચૂક્યા છે. આ બધા એન્કર પોતપોતાની ન્યૂઝ ચેનલ પર સમાચાર આપતા હોય એ રીતે માર્કેટમાં આવેલી ડાયાબિટિસની નવી દવાનો પ્રચાર કરતા જોવા મળ્યા - લગભગ એક જ અરસામાં.

એ દરમિયાન ઉત્તર પ્રદેશના ફાયર બ્રાન્ડ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને તેમની જુદી રામકહાણી સાથે લાવવામાં આવ્યા. તેમને લાંબા સમયથી ઘૂંટણનો કેવો દુઃખાવો રહેતો હતો અને એક દવાથી તે કેવો ચમત્કારિક રીતે દૂર થઈ ગયો એની વાત કહેતા યોગીજીનો વીડિયો પણ તમે કદાચ જોયો હશે.

આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં જ દેખાય છે, ટીવી પર નહીં! અસલી જાહેરાતોમાં ગીતકાર જાવેદ અખ્તર કે અજય દેવગણ જેવા સ્ટાર ઘૂંટણના દર્દની દવાનો ટીવી પર જ પ્રચાર કરતા દેખાય છે, જ્યારે ટીવીના ન્યૂઝ સ્ટારના વીડિયો ટીવી પર નહીં, સોશિયલ મીિડયામાં દેખાય છે, કેમ કે એ નરી બનાવટ હોય છે!

આપણામાંના મોટા ભાગના લોકો આવા વીડિયો જોઇને એ ફેક-બનાવટી હોવાનું પારખી શકે, પણ એવો પણ એક બહુ મોટો વર્ગ છે, જે આ બધું જ સાચું માની લે છે. સમાજનો બહુ મોટો વર્ગ ન્યૂઝ એન્કર્સ અને રાજકારણીઓને પૂરા ભક્તિભાવથી જોનારો છે. એ લોકોને ‘ફલાણી-ઢીંકણી દવાની મદદથી ડાયાબિટિસ મટી શકે છે’ કે તેમનો ઘૂંટણનો દુઃખાવો કાયમ માટે મટી ગયો એવી વાતો કરતા જોવા મળે - એ પણ સમાચાર તરીકે, જાહેરાત તરીકે નહીં - તો ઘણા બધા લોકોને તેમના દાવા પર સહેલાઈથી વિશ્વાસ બેસી જાય છે!

çkku÷eðwz MxkMkoLkwt ‘hksfkhý’

ભારતમાં ચૂંટણી સમયે રાજકીય પક્ષોને પ્રચાર માટે હવે એક નવું, મોકળું મેદાન મળી ગયું છે. અસલી મેદાનમાં તો, નેતાઓ જે કંઈ બોલે એ બધું કેમેરા કેપ્ચર કરે (જોકે તેઓ એ પણ સહેલાઈથી નકારી શકે છે!) પરંતુ ઓનલાઇન મેદાનમાં પક્ષો કંઈ પણ કરી શકે છે. તેમને પણ એઆઇ બહુ મોટી મદદ કરે છે.

આ વર્ષની લોકસભા ચૂંટણી સમયે રણવીર સિંહ અને આમીર ખાન કોંગ્રેસનો ‘પ્રચાર’ કરતા દેખાયા. દેખીતી રીતે, બંનેના અસલી વીડિયો પર નકલી ઓડિયો ફિટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાઇરલ બનતાં છેવટે બંનેએ પોલીસ ફરિયાદ નોંધાવવી પડી. દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાનનો પણ ફેક વીડિયો બનાવવા બદલ પોલીસે આપ ને કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી. એ જ રીતે ભાજપના કાર્યકરો સામે પણ, ફેક વીડિયો બનાવવાના આરોપો થતા રહે છે.

ખુદ વડા પ્રધાને પણ, તેમના પોતાના સહિત જુદા જુદા પક્ષના નેતાઓની સ્પીચને એઆઇની મદદથી તોડી મરોડીને રજૂ કરાતી હોવા વિશે ચિંતા દર્શાવી હતી.

ફેક વીડિયો ક્રિએટ કરી આપનારી વિવિધ એજન્સીને ચૂંટણી સમયે મોટો ધંધો મળે છે. આવી એક એજન્સીએ એક જાણીતા અખબારને કોઈનું નામ આપ્યા વિના કહ્યું હતું કે એક નેતાએ પોતે, પોતાના ઓરિજિનલ વીડિયોનો ડીપફેક વીડિયો બનાવી આપવા કહ્યું હતું કેમ કે ઓરિજિનલ વીડિયો જાહેર થાય તો નેતાજીને વધુ નુક્સાન થાય તેમ હતું!

બોલીવુડની વિવિધ હીરોઇનના ડીપફેક વીડિયો પણ અવારનવાર વાઇરલ થતા રહે છે. આવા વીડિયોને ફેલાવવા માટે તેના ક્રિએટર્સે ખાસ્સી મહેનત પણ કરવી પડતી નથી - ફેન્સની ફોજ તૈયાર હોય છે!

rhÍðo çkutfLkk økðLkohLkku Ãký Vuf ðerzÞku

હજી હમણાં, ગયા મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ એક જાહેર સૂચના જારી કરીને સામાન્ય જનતાને ચેતવવી પડી -રિઝર્વ બેંકના ગવર્નરના ડીપફેક વીડિયો ફરતા થઈ ગયા હતા!

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એ વીડિયોમાં આરબીઆઇ ગવર્નર શશીકાંત દાસને આરબીઆઇ તરફથી કેટલીક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ લોન્ચ કરતા અને પોતાનો તથા આરબીઆઇનો તેને સપોર્ટ હોવાથી, લોકોને તેમાં ઇન્વેસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરતા દર્શાવવામાં આવ્યા હતા.

આરબીઆઇએ તેના નિવેદનમાં કહેવું પડ્યું કે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયો બિલકુલ બનાવટી છે અને બેંક કે તેના ઉચ્ચ અધિકારીઓ કોઈ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સને પ્રમોટ કરતા નથી કે કોઈ જાતની આર્થિક બાબતોને લગતી સલાહ આપતા નથી.

એ પહેલાં, વર્ષની શરૂઆતમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ આ જ પ્રકારનું સત્તાવાર નિવેદન જારી કરીને કહેવું પડ્યું હતું કે તેના એમડી અને સીઇઓને અમુક ચોક્કસ સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપતાં દર્શાવતા વીડિયો બનાવટી છે.

એ પહેલાં, સચીન તેંડુલકરનો એક ફેક વીડિયો ફરતો થયો હતો, જેમાં તે પોતાની દીકરી એક મોબાઇલ એપની મદદથી સહેલાઈથી કમાણી કરતાં શીખી ગઈ એ વાત કહેતો હતો. બીજા એક ફેક વીડિયોમાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ બિટકોઇન પ્લેટફોર્મ્સ પ્રમોટ કરતા હતા! તેમ, અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી પણ વિવિધ એપ પર ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપતા હોય એવા ન્યૂઝ કે વીડિયો ફરતા થયા હતા!


Google NewsGoogle News