Get The App

ટેકજગતના ચર્ચાસ્પદ ચહેરા

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News

ટેક્નોલોજીની દુનિયામાં સુંદર પિચાઇ, ટિમ કૂક કે સત્ય નડેલા જેવા જાણીતા ચહેરા ઉપરાંત બીજા અનેક લોકો આ વર્ષે કોઈ ને કોઈ કારણે ચર્ચામાં રહ્યા.

ટેકજગતના ચર્ચાસ્પદ ચહેરા 1 - image

R÷kuLk {Mf

અમેરિકન ટેક્નોક્રેટ ઇલોન મસ્કે ટ્વિટર કંપની ખરીદી લીધા પછી, પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પને બધી રીતે સપોર્ટ કરવાનો મોટો જુગાર ખેલ્યો. આ વર્ષે એ જુગાર પૂરેપૂરો સફળ રહ્યો. હવે અમેરિકન પોલિટિક્સમાં અને ટેકજગતમાં ઇલોન મસ્ક વધુ ને વધુ પાવરફુલ બની એકહથ્થુ સત્તા ભોગવશે.

ટેકજગતના ચર્ચાસ્પદ ચહેરા 2 - image

Mku{ yÕx{uLk

એક તરફ ઓપનએઆઇ કંપનીએ ચેટજીપીટીથી દુનિયામાં તરખાટ મચાવ્યો છે, તો બીજી તરફ તેના સીઇઓ સેમ અલ્ટમેન પોતે પણ બહુ વિવાદમાં રહ્યા. ગયા વર્ષે તેમને સીઇઓ પદેથી હટાવાયા, ફરી સ્થાન મળ્યું અને આ વર્ષે તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ પહોંચ્યા. હવે તેઓ ઇલોન મસ્ક સાથે બાખડી રહ્યા છે.

ટેકજગતના ચર્ચાસ્પદ ચહેરા 3 - image

suLkMkuLk nwyktøk

અત્યારે દુનિયા એઆઇ પર ચાલે છે અને એઆઇ ચિપ માર્કેટમાં એનવિડિયા કંપની ૯૦ ટકા જેટલો તોતિંગ શેર ધરાવે છે! એ જ કારણે કંપની એપલ, માઇક્રોસોફ્ટ પછી દુનિયા ત્રીજા ક્રમની ટોચની ટેક કંપની બની છે. એ સાથે કંપનીના કો-ફાઉન્ડર અને સીઇઓ જેનસેન હુઆંગ પણ વર્ષના ટોપ ટેકલીડર બન્યા છે.

ટેકજગતના ચર્ચાસ્પદ ચહેરા 4 - image

¼krðþ yøkúðk÷

ઓલાના સ્થાપક ભાવિષ અગ્રવાલ ઉબરને ટક્કર તથા ઓલા ઇ-સ્કૂટરથી પણ ચર્ચિત છે. ગયા વર્ષે તેમણે ભારતની ‘કૃત્રિમ’ એઆઇની ભેટ આપી અને આ વર્ષે તેમની મેપ્સ સર્વિસથી તેમણે ગૂગલ પર ભીંસ વધારી. તેમના કારણે ગૂગલે ભારતના તમામ બિઝનેસ માટે મેપ્સની ફીમાં તોતિંગ ઘટાડો કરવો પડ્યો.

ટેકજગતના ચર્ચાસ્પદ ચહેરા 5 - image

LkkhkÞý {qŠík

ભારતની અગ્રણી ટેક કંપની ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિ  હવે આમ તો નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ તેમનાં નિવેદનો અવારનવાર ભારતમાં ચર્ચા જગાવે છે. આ વર્ષે તેઓ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાની સલાહ અને બેંગલુરુમાં ૫૦ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદવાને કારણે ચર્ચામાં રહ્યા.


Google NewsGoogle News