વોટ્સએપમાં વેરિફિકેશન માર્કનો કલર બદલાઈ રહ્યો છે

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News

વોટ્સએપમાં વેરિફિકેશન માર્કનો કલર બદલાઈ રહ્યો છે 1 - image

અત્યારે આપણે વોટ્સએપમાં ઘણા એકાઉન્ટના નામની બાજુમાં તે વેરિફાઇડ એકાઉન્ટ હોવાનું દર્શાવતું ગ્રીન ટિક જોઈ શકીએ છીએ. ખાસ કરીને હવે ભારતની વિવિધ કંપની તથા સેલિબ્રિટી પોતાના એકાઉન્ટ માટે આવું ગ્રીન ટિક મેળવી શકે છે. એ ઉપરાંત બેંક અને અન્ય બિઝનેસ પણ ગ્રીન ટિક મેળવી શકે છે. ટૂંક સમયમાં અન્ય લોકો પણ સબસ્ક્રિપ્શન ભરીને આવો વેરિફિકેશન માર્ક મેળવી શકશે. જો તમે વોટ્સએપમાં વિવિધ બેંક કે વીમા કંપનીની સર્વિસનો લાભ લેતા હો તો તેમનાં નામની બાજુમાં આવું ગ્રીન ટિક જોતા હશો. 

કંપની ટૂંક સમયમાં આ વેરિફિકેશન માર્કનો કલર બદલીને બ્લૂ કરવાની તૈયારી કરી રહી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા મેટા કંપનીના અન્ય પ્લેટફોર્મ પર વેરિફિકેશન માર્ક બ્લૂ છે, આથી વોટ્સએપમાં પણ તેનો કલર બ્લૂ કરવામાં આવી રહ્યો છે.

આપણે કોઈ પણ પ્રકારના બિઝનેસ સાથે વોટ્સએપ પર મેસેજિસની આપલે કરીએ, ખાસ કરીને જેમાં આર્થિક બાબતો સંકળાયેલી હોય તો આવું ગ્રીન કે (ટૂંક સમયમાં બ્લૂ) વેરિફિકેશન માર્ક જોયા પછી જ મેસેજિંગમાં આગળ વધવું હિતાવહ છે.

એ પણ ધ્યાન આપશો કે આ વેરિફિકેશન માર્ક જે તે કંપનીના એકાઉન્ટના નામ પછી જ હોવું જોઇએ, બીજે ક્યાંય નહીં. કોઈ કંપની કે વ્યક્તિના પ્રોફાઇલ પિકચરમાં ગ્રીન કે બ્લૂ વેરિફિકેશન માર્ક હોય તો તેનાથી એ વેરિફાઇડ હોવાની ખાતરી થતી નથી. પ્રોફાઇલ પિકચરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફેરફાર કરી શકે છે. જ્યારે નામ પછી જોવા મળતો વેરિફિકેશન માર્ક ફક્ત વોટ્સએપ કંપનીએ પોતે, એકાઉન્ટ યોગ્ય હોવાની ખાતરી કર્યા પછી ઉમેરેલો હોય છે!


Google NewsGoogle News