Get The App

Google Tez હવે થી Google Payના નામ થી ઓળખાશે

Updated: Aug 29th, 2018

GS TEAM

Google News
Google News
Google Tez હવે થી Google Payના નામ થી ઓળખાશે 1 - image

નવી દિલ્હી, તા. 29. ઓગસ્ટ 2018 બુધવાર

ગૂગલે મંગળવારે પોતાના યૂપીઆઈ બેસ્ડ પેમેન્ટ એપ google tezનું નામ બદલીને Google Pay કર્યુ છે. ગૂગલ પે થી ઉપભોકતાને લોનની સુવિધા મળશે. આ માટે કંપનીએ ફેડરલ બેન્ક, કોટક મહિદ્રા બેન્ક, HDFC બેન્ક સહિત ઘણી બેન્ક સાથે ટાઈપ કર્યુ છે. લોનની રકમ પ્રી- અપ્રૂવ રહશે. બેન્ક ઉપભેકતાઓને બેન્ક થી રકમ આપવામાં આવશે.

ગૂગલે ‘Google for India 2018’ ઈવેન્ટમાં ઘોષણા કરી કે ગૂગલ પે ઈન-સ્ટોર અને ઓનલાઈન વિકલ્પોના માધ્યમ થી ઓનલાઈન પેમેન્ટ પ્રોત્સાહન આપશે.

ગૂગલે કહ્યું કે આ એપનો ઉપયોગ લગભગ 12 લાખ નાના વ્યવસાયીઓ કરે છે. આ માટે કંપનીની કોશિશ કરી રહી છે કે દિવાળી સુધી 1.5 લાખ રિટેલ સ્ટોર સાથે પાર્ટનરશિપ કરી શકાય

ગૂગલે કહ્યું કે આ માધ્યમથી મોબાઈલ રિચાર્ઝ, ગિફટના ઓપ્શન અને પ્રોમોશન કૂપન જેવી સુવિધા આપવામાં આવશે, અત્યારે એપનો ઉપયોગ લગભગ 22 મિલિયન લોકો કરી રહ્યા છે. આ એપને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. માર્ચમાં ગૂગલે ગૂગલ તેઝ એપમાં ચેટ ફિચર જોડ્યુ હતું. આ ફિચર થી યૂઝર પોતાના ફોન બુકમાં હાજર અન્ય વ્યકિત સાથે વાત કરી શકશે.