VIDEO: એલન મસ્કના રોબોટનો અનોખ અંદાજ, નમસ્તે, સૂર્ય નમસ્કાર અને યોગ કરતો નજરે પડ્યો
નવી દિલ્હી,તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર
યોગ કરવાથી તમને માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પણ માનસિક સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે. યોગ કરવાના ઘણા ફાયદા છે. આ જ કારણ છે કે આજે મોટાભાગના લોકોએ યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવી લીધો છે.
આજ સુધી તમે ફક્ત મનુષ્યોને જ યોગ કરતા જોયા હશે, પરંતુ તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક રોબોટ યોગ કરતો જોવા મળી રહ્યો છે.
ગયા રવિવારે ટેસ્લાએ તેના Humanoid Robot Optimus નો એક અદ્ભૂત વિડિયો શેર કર્યો છે.
વીડિયોમાં રોબોટ માણસોની જેમ જ યોગ કરતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ આ વિડિયો અનુસાર, ઓપ્ટીમસ (હ્યુમનોઇડ રોબોટ ડુઇંગ યોગા નમસ્તે) હવે તેના હાથ અને પગને જાતે જ વાળી શકે છે.
24 સપ્ટેમ્બરના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 10.7 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 29 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.
સીઈઓ એલોન મસ્કે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. આ સાથે નમસ્તે કહેતા રોબોટનો પોઝ પણ શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ રોબોટની આ નવી ક્ષમતાથી ખુશ થઈ રહ્યા છે.
જોકે, Optimus નામના આ રોબોટની કિંમત 20,000 ડોલર એટલે કે, લગભગ 16,61,960 લાખ હોઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રોબોટમાં 3 કિલોવોટ પ્રતિ કલાકની બેટરી પેક હોય છે જે પુરા દિવસ આરામથી કામ કરી શકે છે. આ સાથે Wifi અને LTE સપોર્ટ પણ હોય છે.