સૂર્ય પર ચાલતું ભયંકર સૌર તોફાન, પૃથ્વી સુધી પણ પહોંચી શકે છે
કોરોનલ માસ ઇન્ડકશન સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાં પરીવર્તનથી થાય છે
ગત સપ્તાહ કરતા સન સ્પોટની સંખ્યામાં ૧૦ ગણો વધારો
ન્યૂયોર્ક,૨૫ નવેમ્બર,2023,શનિવાર
સૂર્ય પર એક ભીષણ ભૂં ચુંબકીય તોફાન શરુ થયું છે જે ૨૫ નવેમ્બર આસપાસ પૃથ્વીના ધુ્રવ પર ટકરાઇ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સૌર તોફાનના પગલે સૂર્ય પર ગતિવિધી વધી રહી છે. સપાટી પર અનેક પ્રકારના સન સ્પોટ જોઇ શકાય છે જે અંતરિક્ષમાં ગરમ પ્લાઝમા છોડે છે. સન સ્પોટ સૂર્ય પર બનતા કાળા ડિબાંગ ડાઘ હોય છે જયાં ચુંબકીય ક્ષેત્ર ખૂબજ મજબૂત હોય છે. તેમાંથી જ કોરોનલ માસ ઇન્જેકશન પેદા થાય છે જે સૂર્યમાંથી ઝડપથી નિકળતું પ્લાઝમાનું એક વિશાળ કલાઉડ છે.
સૂર્યમાંથી જે જવાળાઓ ઉત્સર્જિત થાય છે તે વિધુત ચુંબકીય વિકિરણની એક તીવ્ર પ્રકારની ચમક હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુ કેમાં નોર્ટિંઘમ ટ્રેંટ યુનિવર્સિટીના ખગોળ વિજ્ઞાાનના અને સંચારના સહાયક પ્રોફેસર ડેનિયલ બ્રાઉનના જણાવ્યું છે કે સૌર ફલેમ અને કોરોનલ માસ ઇન્ડકશન સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાં પરીવર્તન થવાથી થાય છે. સૌર ફલેમ ખૂબજ શકિતશાળી હોય છે જેની સાથે સીએમઇ પણ હોય છે.
જો કે કણોને પહોંચવામાં એક કે બે દિવસ કે તેનાથી પણ વધારે સમય લાગે છે. જયારે સૂર્યનો પ્રકાશ અને રેડિએશન માત્ર ૮ મીનિટ સુધી જ પહોંચી શકે છે. ગત સપ્તાહ કરતા સન સ્પોટની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે. દરરોજ અનેક સીએમઇ પેદા થતા રહે છે. નાસાના મોડેલ અનુસાર એકાંદ સીએમઇ પૃથ્વીને ટકરાઇ શકે છે. વૈજ્ઞાાનિકોએ આ સૌર તોફાનનના માર્ગ અંગે પણ વિશ્વલેષણ કર્યુ છે.