ફ્રાન્સના નિશાન પર ટેલિગ્રામ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ફ્રાન્સના નિશાન પર ટેલિગ્રામ 1 - image


- xur÷økúk{Lkk MkeRykuLke £kLMk{kt ÄhÃkfz ÚkE íkuLke ykÃkýk MkkurþÞ÷ {erzÞk WÃkÞkuøk Ãkh yMkh ÚkE þfu Au

કોઈ સ્કૂલના એવા ક્લાસરૂમની કલ્પના કરો, જેમાં ટીચર હાજર નથી. પ્રિન્સિપાલની ઓફિસ ક્લાસથી દૂર છે અને ક્લાસમાં શું ચાલે છે એ સ્કૂલના સ્ટાફમાંથી કોઈ જાણી શકે એમ નથી. અધૂરામાં પૂરું, ક્લાસમાંના બધા વિદ્યાર્થીઓની આંખે પાટા બાંધેલા છે એટલે કોણે શું તોફાન કર્યું, એ કોઈ જોઈ શકે તેમ નથી અને ચાડી પણ ખાઈ શકે તેમ નથી. આવા ક્લાસમાં ગામના ઉતાર જેવા વિદ્યાર્થીઓનો જમાવડો થાય ને એકમેકના દફ્તરમાંથી પેન-પેન્સિલની ચોરી કરવાથી માંડીને છોકરીઓને અડપલાં કરવા જેવાં બધાં જ તોફાન બેરોકટોક ચાલે કે નહીં? ને આવા ક્લાસમાં એડમિશન લેવા દરેક તોફાની વિદ્યાર્થી આતૂર હોય કે નહીં?

ટેલિગ્રામ એપ પર કંઈક આવું જ ચાલતું રહ્યું છે -  વર્ષોથી.

અહીં ટેરર ગ્રૂપ્સથી માંડીને ભારતમાં યુજીસી-એનઇટીનાં પેપર લીક કરનારા, લોકો સાથે ઓનલાઇન મની ફ્રોડ કરનારા ને ચાઇલ્ડ-પોર્ન કન્ટેન્ટ, બુક્સ, મેગેઝિન, ન્યૂઝપેપર્સ કે લેટેસ્ટ મૂવીની ડિજિટલ કોપી ઓફર કરનારા લોકોનો જમાવડો થયો છે.

આ બધી વાતો વારંવાર ચર્ચાતી રહી છે અને હમણાં ટેલિગ્રામના કાયમી વિવાદાસ્પદ, ‘રશિયાના માર્ક ઝકરબર્ગ’ તરીકે જાણીતા અને હાલમાં દુબઇ-યુએઇમાં સ્થાઈ થયેલા સીઇઓ પાવેલ ડ્યૂરોવની ફ્રાન્સમાં ધરપકડ પછી આ વાતો વધુ ચગી છે.

ભારતમાં પણ હવે ટેલિગ્રામ પર પ્રતિબંધ તોળાઈ રહ્યો છે. જોકે યુએઇએ તેના ‘નાગરિક’ની ધરપકડથી અકળાઈને ફ્રાન્સ સાથેનો મોટો સંરક્ષણ સોદો રદ કર્યો છે, એ જોતાં ભારત યુએઇને નારાજ કરીને ટેલિગ્રામ સામે પગલાં લે તો એ મોટી વાત ગણાશે.

yk yuÃk ‘økwLkk¾kuhkuLkwt Mðøko’ fu{ økýkÞ Au?

વોટ્સએપ સર્વિસ ૨૦૦૯માં આવી અને ટેલિગ્રામ ૨૦૧૩માં લોન્ચ થઈ. વોટ્સએપ દુનિયાભરમાં પ્રચંડ લોકપ્રિયતા સાથે ‘ફેમિલી એપ’ બની અને ટેલિગ્રામ ત્રાસવાદીઓ, ઠગો, વિવિધ દેશોની સરકારના વિરોધીઓથી માંડીને વિવિધ પ્રકારના કન્ટેન્ટ-સોફ્ટવેરની પાઇરસી કરનારા લોકોનું સ્વર્ગ બની.

બંનેનું ફોકસ સહેલા, ‘સલામત’ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પર. બંનેની કામગીરી પણ લગભગ સરખી. છતાં,  વોટ્સએપ દાદા-દાદીની પણ ફેવરિટ બની ને ટેલિગ્રામ ડાર્ક વેબનો પર્યાય બની, એવું કેમ?

કારણ એ કે વોટ્સએપ અને ટેલિગ્રામ, બંને સર્વિસ લગભગ સરખી સગવડો આપતી હોવા છતાં, તેમની લિમિટ્સમાં બહુ મોટા તફાવતો છે.

વોટ્સએપમાં હજી સુધી માત્ર મોબાઇલ નંબરથી એકાઉન્ટ બને છે, જેને ટ્રેસ કરી શકાય, ટેલિગ્રામમાં મોબાઇલ નંબર જોઈએ, પણ પછી તેને ખાનગી રાખીને યૂઝરનેમથી કામ ચાલી જાય. વોટ્સએપમાં હજી હમણાં સુધી એક ગ્રૂપમાં ફક્ત ૨૫૬ મેમ્બર્સની લિમિટ હતી, ટેલિગ્રામમાં એક ગ્રૂપમાં બે લાખ લોકો જોડાઈ શકે ને ચેનલમાં અનલિમિટેડ (આવા જ લાભ વોટ્સએપમાં ઉમેરાયા છે, પરંતુ મર્યાદિત રીતે). વોટ્સએપમાં બ્રોડકાસ્ટ ચેનલમાં માત્ર એ લોકોને મેસેજ પહોંચે, જેમણે આપણો નંબર સેવ કર્યો હોય. વોટ્સએપમાં ચેનલ ક્રિએટ કર્યા પછી, તે કંપની દ્વારા વેરિફાઇડ ન હોય તો તેને સર્ચ કરી શકાતી નથી. ટેલિગ્રામમાં જોઈએ તે સર્ચ કરી લો!

વાસ્તવમાં, ટેલિગ્રામમાં બધું જ ખરેખર ખાનગી નથી, પરંતુ જેટલું ખાનગી રાખવું હોય તેટલું રાખી શકાય છે. બીજી તરફ, પોતાનો મેસેજ એક ક્લિકમાં લાખો લોકો સુધી પહોંચાડી શકાય છે. એટલે જ ત્રાસવાદી જૂથો કે પાઇરેટ્સ માટે ટેલિગ્રામ સ્વર્ગ છે. અહીં લગભગ અનલિમિટેડ સ્ટોરેજનો પણ લાભ છે. એટલે ત્રાસવાદી જૂથો પોતાનો પ્રોપેગેન્ડા ચલાવવા ટેલિગ્રામ પર પબ્લિક ચેનલ્સ ચલાવે છે અને અંદરોઅંદર કમ્યૂનિકેશન માટે ‘સિક્રેટ ચેટ્સ’ કે પ્રાઇવેટ ગ્રૂપ્સનો ઉપયોગ કરે છે.

વખતોવખત જાહેર થયું છે કે ત્રાસવાદીઓ હુમલાનું પ્લાનિંગ ટેલિગ્રામ પર કરે છે, સિક્રેટલી અને હુમલો કર્યા પછી તે પોતે કર્યો હોવાની જાહેરાત પણ ટેલિગ્રામ પર કરે છે, પબ્લિકલી. બંને કામ ટેલિગ્રામ પર સાવ સહેલાં છે.

અગાઉ આવા સિક્રેટ-ખાનગી કમ્યુનિકેશન નેટવર્ક ગોઠવવા ખાસ્સી ટેકનિકલ જાણકારી જોઇતી. પાઇરેટેડ કન્ટેન્ટ શોધવા ને ડાઉનલોડ કરવા કે ડાર્ક વેબ સુધી પહોંચવા ખાસ પ્રકારનાં બ્રાઉઝર કે ટોરેન્ટ જેવી અટપટી સર્વિસનો ઉપયોગ કરવો પડતો, ટેલિગ્રામ પર એ બધું જ સાવ રમતવાત છે.

ટેલિગ્રામ આ બધું નકારે છે. હવે ફ્રાન્સ સરકાર ટેલિગ્રામના સીઇઓને સાણસામાં લઈ શકશે તો સમગ્ર સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર તેની લાંબા ગાળાની અસરો થશે એ નક્કી.

{uMkusLkk yurL¢ÃþLk {k{÷u, fE MkŠðMk fux÷e yMkhfkhf?

ગુનેગાર  સિવાયના, સરેરાશ લોકોને પોતાની વાત ખાનગી રાખવાનો હક છે. સરકારો અને ટેક કંપનીઓ વચ્ચે આ જ મામલે ખેંચતાણ ચાલે છે.

xur÷økúk{

ટેલિગ્રામ વિશે મોટા ભાગના લોકોને એવો ભ્રમ હોય છે કે ટેલિગ્રામ પર શેર કરેલી બાબતો ફુલ્લી એન્ક્રિપ્ટેડ હોય છે એટલે કે સામસામેના બે છેડાના લોકો સિવાય અન્ય કોઈ તેના વિશે જાણી શકતું નથી. હકીકત એ છે કે ટેલિગ્રામમાં વન-ટુ-વન મેસેજિંગ કરવામાં આવે ત્યારે જો ‘સિક્રેટ ચેટ’નો ઓપ્શન ઇનેબલ કરવામાં આવ્યું હોય તો જ એ મેસેજ એન્ક્રિપ્ટેડ થાય છે એટલે કે અન્ય કોઈ વ્યક્તિ એ મેસેજ વિશે કંઈ જાણી શકતી નથી.

જો આ સિક્રેટ ચેટ ફીચર ઇનેબલ કરવામાં આવ્યું ન હોય તો મેસેજની આપલે પ્લેઇન ફોર્મેટમાં થાય છે અને તેને ટેલિગ્રામના એમ્પ્લોઇ તથા જો એ ડેટા તપાસ સંસ્થાઓના હાથમાં આવે તો તેમના સહિત, તેને કોઈ પણ જોઈ તપાસી શકે છે.

એ જ રીતે ટેલિગ્રામમાં થતું ગ્રૂપ મેસેજિંગ પણ પ્લેઇન ફોર્મેટમાં મોકલવામાં આવે છે અને તે ટેલિગ્રામના સર્વર પર અમુક નિશ્ચિત શરતો અનુસાર સેવ પણ થાય છે. મતલબ કે ફ્રાન્સમાં ટેલિગ્રામના સીઇઓની ધરપકડ થયા પછી તપાસ સંસ્થાઓ ધારશે તો તેને ટેલિગ્રામના પાર વગરના ડેટામાંથી, ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ટેલિગ્રામનો ઉપયોગ થયાના જોઇએ તેટલા પુરાવા મળી શકે છે.

SMS, ykR{uMkus, økqøk÷ {uMkursMk

આપણે સૌ જાણીએ છીએ કે શોર્ટ મેસેજ સર્વિસ (એસએમએસ) લગભગ ચાલીસેક વર્ષ જૂની ટેકનોલોજી છે. તેની સરખામણીમાં એનક્રિપ્શન ખરેખર તો ચારેક હજાર વર્ષ જૂની વાત છે. પરંતુ સ્માર્ટફોનમાંની મેસેજિંગ એપમાં તેનો ઉપયોગ ખાસ્સો નવો છે. આપણે જૂના પુરાણા એસએમએસ સ્વરૂપે અન્ય કોઈ પણ નંબર પર મેસેજ મોકલીએ ત્યારે તેને સહેલાઈથી વચ્ચેથી આંતરી શકાય છે અને કોઈ પણ તેને જોઈ શકે છે.

સ્માર્ટફોનનો યુગ શરૂ થયા પછી એપલની આઇમેસેજ સર્વિસમાં એનક્રિપ્શન મળ્યું પરંતુ તેમાં શરત એ છે કે મેસેજ ગ્રૂપમાંના તમામ લોકો એન્ક્રિપ્શનને સપોર્ટ કરતા એપલ ડિવાઇસનો ઉપયોગ કરતા હોય તો જ તેમાંનો મેસેજ ખાનગી રહી શકે છે. બીજી તરફ ગૂગલ કંપનીએ રિચ કમ્યુનિકેશન સર્વિસિસ (આરસીએસ) ટેકનોલોજીની મદદથી મેસેજમાં એન્ક્રિપ્શન ઉમેર્યુ છે. પરંતુ તેમાં પણ આઇમેસેજની જેમ ગ્રૂપમાં સામેલ સૌ લોકો આરસીએસનો ઉપયોગ કરતા હોય તો જ મેસેજ ખાનગી રહે છે, બાકી નહીં.

rMkøLk÷ yLku ðkuxTMkyuÃk

આપણે માટે જાણીતી એવી ફક્ત આ બે એપ મેસેજ ખાનગી રાખવા માટે સૌથી વધુ ભરોસાપાત્ર છે. આ બંને એપ વન-ટુ-વન ચેટ તથા ગ્રૂપ મેસેજિંગમાં બાય ડિફોલ્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સપોર્ટ કરે છે. એટલે કે આ બંને સર્વિસ મારફત મોકલેલા મેસેજ સંપૂર્ણપણે ખાનગી રહી શકે છે.

અલબત્ત એ ધ્યાને રાખવા જેવું છે કે બંને છેડા પરની વ્યક્તિ પોતે તેને કોઈ પણ રીતે એપની બહાર શેર કરે તો કશું ખાનગી રહેતું નથી. એ જ રીતે એપમાંના ડેટાનો જે તે એપ સિવાયની સર્વિસમાં બેક-અપ લેવામાં આવે અને તેમાં એન્ક્રિપ્શન ન હોય તો ડેટા ખુલ્લો થઈ જાય છે.

આમ છતાં સામેની વ્યક્તિ ભરોસાપાત્ર હોય તો આપણે માટે સિગ્નલ અને વોટ્સએપ મેસેજ ખાનગી રાખવા માટે સૌથી ભરોસાપાત્ર સર્વિસ કહી શકાય.

આ બંને એપનો ફાયદો એ પણ છે કે તેના ઉપયોગમાં લગભગ કોઈ શરતો લાગુ નથી. કોઈ પણ પ્લેટફોર્મ કે કંપની કે ઓપરેટિંગ સિસ્ટમના સ્માર્ટફોનમાં આ એપ ચાલે છે. એટલે એન્ક્રિપ્શન માટે સામસામેના છેડાની બધી વ્યક્તિઓ કોઈ એક નિશ્ચિત પ્લેટફોર્મનો જ ઉપયોગ કરતી હોય એવું કશું જરૂરી રહેતું નથી.

VuMkçkwf {uMkuLsh, zkÞhuõx {uMkursMk

ફેસબુક મેસેન્જર સર્વિસ એક સમયે એન્ક્રિપ્શનને સપોર્ટ કરતી નહોતી. એ પછી, આપણને એક ઓપ્શન તરીકે આ સુવિધા મળવા લાગી. પછી, ડિસેમ્બર ૨૦૨૩થી મેટા કંપનીએ ફેસબુક તથા મેસેન્જર એપમાં તમામ પર્સનલ ચેટ અને કોલ એન્ક્રિપ્ટ કરવાનું શરૂ કર્યું.

જોકે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરતા તમામ લોકો મેસેન્જર એપનો ઉપયોગ કરતા હોય કે પીસી પર ગૂગલ ક્રોમ અથવા માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝરમાં તેનો ઉપયોગ કરતા હોય ફક્ત ત્યારે જ મેસેન્જરમાંના મેસેજિસ એન્ક્રિપ્ટેડ રહે છે. જો કોઈ વ્યક્તિ સફારી કે ઓપેરા જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતી હોય તો એન્ક્રિપ્શન બ્રેક થઈ જાય છે!

એ બરાબર યાદ રાખવા જેવું છે કે આ બધી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસિસની વાત થઈ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલું કંઈ પણ એન્ક્રિપ્ટેડ હોતું નથી. એટલું જ નહીં ઇન્સ્ટાગ્રામ કે એક્સ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ મેસેજ સ્વરૂપે મોકલવામાં આવેલા મેસેજ પણ એન્ક્રિપ્ટેડ એટલે કે ખાનગી રહેતા નથી. તેને કોઈ પણ જોઈ શકે છે.


Google NewsGoogle News