ખંડણી-જુગાર બદલ ટેલિગ્રામ પર ભારતમાં મૂકાઈ શકે છે પ્રતિબંધ, પાવેલ દુરોવની ધરપકડ બાદ 22640 કરોડનું ધોવાણ

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
ખંડણી-જુગાર બદલ ટેલિગ્રામ પર ભારતમાં મૂકાઈ શકે છે પ્રતિબંધ, પાવેલ દુરોવની ધરપકડ બાદ 22640 કરોડનું ધોવાણ 1 - image


Telegram Ban in India?: ટેલિગ્રામ ઍપ્લિકેશનને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. એકસ્ટોર્શન અને ગેમ્બલિંગ માટે આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સરકારનું માનવું છે. આ ઍપ્લિકેશનના ફાઉન્ડર પાવેલ દુરોવની ફ્રાન્સના પેરિસમાં ધરપકડ થઈ છે. પાવેલ દુરોવ મૂળ રશિયાનો છે, પરંતુ તેણે 2014માં તેની જન્મભૂમિ છોડી દીધી હતી. તેણે દુબઈમાં ટેલિગ્રામની શરુઆત કરી હતી અને ત્યાં જ કંપનીનું હેડક્વાર્ટર પણ આવેલું છે.

કેમ કરવામાં આવી અરેસ્ટ?

ટેલિગ્રામ એક મેસેજિંગ ઍપ્લિકેશન છે, પરંતુ તેનો ઉપયોગ ઘણી એક્ટિવિટી માટે કરવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટેલિગ્રામ એક ફ્રી ઍપ્લિકેશન છે અને તેને એ ઉદ્દેશથી બનાવવામાં આવી હતી કે યુઝર તેનો ઉપોયગ સરળતાથી કરી શકે અને તેમના પર કોઈ બંધન ન હોય. આ બંધન ન રાખવા માટે ઍપ્લિકેશનના કન્ટેન્ટનું મોડરેશન કરવામાં નહોતું આવતું. આથી ટેલિગ્રામ પર ઘણી ગેરકાયદે ગતિવિધિ થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઍપ્લિકેશન પર કોઈ બંધન ન હોવાથી પાવેલ દુરોવની ધરપકડ કરાઈ છે. 

આ પણ વાંચો: હેલ્થના ડેટા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરો છો તો ચેતી જજો મળી શકે છે ખોટી માહિતી

ખંડણી-જુગાર બદલ ટેલિગ્રામ પર ભારતમાં મૂકાઈ શકે છે પ્રતિબંધ, પાવેલ દુરોવની ધરપકડ બાદ 22640 કરોડનું ધોવાણ 2 - image

ભારતમાં પણ તપાસ હાથ ધરાશે 

છેલ્લા ત્રણ દિવસથી પાવલે દુરોવ દુનિયાભરમાં ચર્ચામાં છે. આ ચર્ચાને લઈને ભારતીય સરકાર પણ હવે તપાસ કરવાનું શરુ કરી રહી છે. સરકારનો સૌથી મુખ્ય હેતું એક્સટોર્શન અને ગેમ્બલિંગનો છે. આ પ્રકારની કોઈ પણ પ્રવૃતિ ઍપ્લિકેશન પર થતી હોય તો એના પર એકદમ કડક પગલાં લેવામાં આવશે. આ પ્રકારના કાર્ય ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોઈ સરકાર એને સીધું બેન કરવાનું જ વિચારી રહી છે. મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ અને મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજીએ આ તપાસ કરવાનું નક્કી કર્યું છે. ટેલિગ્રામ પર ભારતના પચાસ લાખથી વધુ રજિસ્ટર યુઝર્સ છે.

આ પણ વાંચો: એન્ટરટેઇનમેન્ટ અટકવું ન જોઈએ, ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ હવે સોન્ગ મૂકી શકાશે

પહેલી વાર ચર્ચામાં નથી આવ્યું

છેલ્લાં થોડા સમયથી ટેલિગ્રામ પર ઘણી ક્રિમિનલ એક્ટિવિટી થતી હોવાનું સામે આવી રહ્યું છે. એમાં સ્કેમનો પણ સમાવેશ થાય છે અને કરોડો રૂપિયાનું સ્કેમ પણ થઈ ચૂક્યું છે. હાલમાં જ UGC-NEET કોન્ટ્રોવર્સીમાં પણ ટેલિગ્રામ ચર્ચામાં આવ્યું હતું. આ ઍપ્લિકેશન પર જ પેપરને લીક કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઑક્ટોબરમાં IT મિનિસ્ટ્રીએ ટેલિગ્રામ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ પરથી ચાઇલ્ડ એબ્યુઝ મટિરિયલને કાઢવા માટે સૂચના આપી હતી. મેમાં સરકાર દ્વારા ઘણી ઇનક્રિપ્ટેડ મેસેજિંગ ઍપ્લિકેશનને બ્લોક કરવામાં આવી હતી. તેમ જ શાળાઓમાં બોમ્બના ખોટા ઈમેલ જે પ્લેટફૉર્મ પરથી આવતા હતા એને પણ બ્લોક કરી દીધું હતું.

ખંડણી-જુગાર બદલ ટેલિગ્રામ પર ભારતમાં મૂકાઈ શકે છે પ્રતિબંધ, પાવેલ દુરોવની ધરપકડ બાદ 22640 કરોડનું ધોવાણ 3 - image

ભારતમાં શું તકલીફ પડી રહી છે?

ટેલિગ્રામે કોઈ પણ રીતે ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી રુલ્સને નથી તોડ્યો. આથી આ ઍપ્લિકેશનને સીધી બેન કરવું મુશ્કેલ છે. ટેલિગ્રામ દરેક રીતે IT રુલ્સને ફોલો કરતું આવ્યું છે. જોકે IT રુલ્સ મુજબ દરેક સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન અથવા તો પ્લેટફૉર્મ દ્વારા નોડલ ઑફિસરની નિમણૂક કરવી ફરજિયાત છે. તેમ જ તેમણે દર મહિને રિપોર્ટ રજૂ કરવાના હોય છે. જો કે ટેલિગ્રામની ભારતમાં કોઈ ઑફિસ નથી. આથી સરકારને ટેલિગ્રામ સાથે ડીલ કરવામાં તકલીફ પડી રહી છે. કોઈ પણ પ્લેટફૉર્મની ભારતમાં ઑફિસ ન હોય એની સાથે સંપર્ક કરવામાં સરકારને તકલીફ પડે છે.

બે દિવસમાં 22640 કરોડ થયા ગાયબ

ધ ઓપન નેટવર્કની બ્લોકચેઇને ટેલિગ્રામ સાથે પાર્ટનરશિપ કરી હતી. ક્રિપ્ટો ટોનકોઇનની વેલ્યુએશન તરત જ ઓછી થઈ ગઈ હતી. પાવેલ દુરોવની પેરિસમાં અરેસ્ટ બાદ ટોનકોઇન 20 ટકા નીચે જતી રહ્યો છે. આ કારણસર એની વેલ્યુએશન 22640 કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે.


Google NewsGoogle News