પાવેલ ડુરોવની ધરપકડ બાદ ટેલિગ્રામ આ વર્ષથી શરુ કરશે મોડરેશન, જુઓ ફીચર્સમાં શું ફેરફાર કર્યા
Telegram Start Moderation: ટેલિગ્રામ પર તવાઈ આવ્યા બાદ તેણે અમુક ફીચર્સમાં બદલાવ કર્યો છે. ટેલિગ્રામના ફાઉન્ડર પાવેલ ડુરોવને ફ્રાન્સમાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તેના પર ઘણાં ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. તેની ઍપ્લિકેશન ટેલિગ્રામનો ઉપયોગ ઘણા ક્રાઇમ માટે કરવામાં આવે છે. આ ઍપ્લિકેશનમાં કોઈ દેખરેખ રાખનાર નથી આથી ગેરકાયદેસર કામ કરવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણોસર પાવેલ ડુરોવને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તેને કરોડો રૂપિયાની જામીન પર છોડવામાં આવ્યો છે.
જૂના ફીચર્સની જગ્યા લીધી નવા ફીચર્સે
પાવેલ ડુરોવની અરેસ્ટ બાદ હવે ટેલિગ્રામમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. પાવેલ ડુરોવની ટેલિગ્રામ ચેનલ પર કેટલીક જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેટલાક નવા ફીચરની સાથે જૂના ફીચર્સને કાઢી નાખવાની વાત કરવામાં આવી છે. ટેલિગ્રામના પ્રીમિયમ વર્ઝનના 10 મિલ્યન પેઇડ સબસક્રાઇબર થઈ ગયા છે.
- પીપલ નીયર બાય ફીચર્સને કાઢી નાખવામાં આવ્યું છે. ટેલિગ્રામ યુઝર્સના 0.1 ટકા લોકો આ ફીચરનો ઉપયોગ કરતા હતા. તેમ જ બોટ્સ અને સ્કેમર્સનો આ ફીચર્સને લઈને ખૂબ જ ત્રાસ હતો.
- આ ફીચરની જગ્યાએ ‘બિઝનેસ નીયર બાય’ ફીચર કાઢવામાં આવ્યું છે. આ ફીચરમાં વેરિફાઇડ બિઝનેસ જ દેખાડવામાં આવશે. તેમ જ એમાં પ્રોડક્ટનું કેટેલોગ અને પેમેન્ટ પણ સ્વીકારવામાં આવશે.
- તેમજ ટેલિગ્રામનું બ્લોગીંગ ટૂલ ન્યુ મીડિયા અપલોડ્સને પણ બંધ કરવામાં આવ્યું છે. આ ટૂલનો ઘણા અજાણ્યા એક્ટર્સ દ્વારા ખોટી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો.
- 99.999 ટકા ટેલિગ્રામ યુઝર્સને ક્રાઇમ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ 0.001 ટકા યુઝર્સ ગેરકાયદેસર કામ કરીને આ પ્લેટફોર્મની ઇમેજ ખરાબ કરે છે અને એનાથી બિલ્યન યુઝર્સને રિસ્ક રહેલું છે. આથી જ અમે આ વર્ષથી ટેલિગ્રામ પર મોડરેશન શરુ કરી રહ્યા છીએ.