ટેલીગ્રામના આ નવા ફીચર્સ છે જોરદાર, હવે દરેક યુઝરને મળશે વોઈસ ટુ ટેક્સ્ટ ફીચરનો લાભ
કંપનીએ ટેલિગ્રામમાં લગભગ એક ડઝન નવા ફીચર્સ ઉમેર્યા છે
આ ફીચર્સ મેસેજિંગ અનુભવને વધુ સારો બનાવે છે. જાણો શું છે તે
Telegram New Features: ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની જેમ ટેલિગ્રામ પણ લોકપ્રિય સોશિયલ મીડિયા એપ છે. આ એપ્લિકેશનના વિશ્વભરમાં 800 મિલિયનથી વધુ એક્ટીવ યુઝર્સ છે. જે ટ્વિટર કરતા પણ વધુ છે. સમયાંતરે કંપની યુઝર્સના અનુભવને સારો બનાવવા માટે નવા નવા ફીચર્સ ઉમેરે છે. હાલ કંપનીએ એપમાં લગભગ એક ડઝન નવા ફીચર્સ ઉમેર્યા છે. જેના કારણે મેસેજિંગ અનુભવ પહેલા કરતા વધુ સારો થવાનો છે.
સ્ટોરી પણ રીપોસ્ટ કરી શકાશે
ટેલીગ્રામના ચેનલ ફીચરને જોઈને જ મેટા દ્વારા પણ આ ફીચર આપવામાં આવ્યું હતું. ટેલીગ્રામ ચેનલને જોઈન કરતાની સાથ જ તેને અનુરૂપ ચેનલ ડીસ્કવરી ફીડમાં હવે તમને જોવા મળશે. આ ઉપરાંત હવે યુઝર સ્ટોરીને પણ રીશેર કરી શકશે. જો કે માત્ર એવરીવન માર્કવાળી જ સ્ટોરીને જ શેર કરી શકાશે એટલે કે જે ઓપન છે, જેમાં કોઈ પ્રાઈવસી નથી.
હવે વીડીયો મેસેજ પણ જોડી શકાશે સ્ટોરી સાથે
નવા અપડેટ આવતા હવે યુઝર્સ સ્ટોરી પોસ્ટ કરતી વખતે વીડિયો મેસેજ પણ એડ કરી શકશે. વિડિયો રેકોર્ડ કરવા માટે તમારે કેમેરા બટન દબાવવું પડશે અને તમે તેને સ્ક્રીન પર ગમે ત્યાં એડજસ્ટ કરી શકો છો. આ સિવાય હવે પ્રોફાઈલ કલર અને ચેટ વોલપેપર પણ બદલી શકાય છે.
લાંબા વોઈસનોટને ટેક્સ્ટમાં પણ વાંચી શકાશે
પહેલા માત્ર પ્રીમિયર યુઝર્સને જ મળતા વોઈસ ટુ ટેક્સ્ટ ફીચરનો લાભ ફ્રી યુઝર્સને પણ મળશે. જેની મદદથી લાંબા વોઈસ મેસેજને લખાણ સ્વરૂપે વાંચી શકાશે. પરંતુ એક સપ્તાહમાં માત્ર બે જ વોઈસ નોટને ટેક્સ્ટરૂપે વાંચી શકાશે. જેમ એમ કહી શકાય કે બધા જ વોઈસ નોટમાં આ બાબત લાગુ પડતી નથી. કંપનીએ ચેનલમાં સ્ટોરી સ્ટેટ, કસ્ટમ ઈમોજી રિએક્શન સહિત ઘણા નવા ફીચર્સ લાઈવ કર્યા છે.