Get The App

ટીનેજરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો છે તો પેરન્ટ્સની પરવાનગી પહેલાં લો, સરકારનો નવો નિયમ હવે પરવાનગી વગર એકાઉન્ટ પણ નહીં બને

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ટીનેજરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો છે તો પેરન્ટ્સની પરવાનગી પહેલાં લો, સરકારનો નવો નિયમ હવે પરવાનગી વગર એકાઉન્ટ પણ નહીં બને 1 - image


New Rule: ભારત સરકાર દ્વારા નવો નિયમ બનાવવામાં આવ્યો છે, જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન છે. આ નિયમ મુજબ, અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે હવે પેરન્ટ્સની પરવાનગી લેવી પડશે. આ નિયમ ફક્ત સોશિયલ મીડિયા માટે જ નહીં, પરંતુ દરેક ઇ-કોમર્સ પ્લેટફોર્મ માટે પણ છે. બાળકો જે જગ્યાએ એકાઉન્ટ બનાવી શકે એ દરેક જગ્યાએ આ નિયમ લાગું પડશે.

વેરિફિકેશન પ્રોસેસ

સરકાર દ્વારા એક ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. એ અનુસાર, કંપનીઓ જ્યારે પણ એકાઉન્ટ બનાવે અથવા તો બાળકોની કોઈ પણ માહિતીને એક્સેસ કરે, એ પહેલાં પેરન્ટ્સની પરવાનગી હોવી જરૂરી છે. આ સાથે, પેરન્ટ્સ દ્વારા જે પરવાનગી આપવામાં આવી છે એ હકીકતમાં સાચી છે કે નહીં એની પણ ચકાસણી કરવાની રહેશે. પેરન્ટ્સનું પણ એકાઉન્ટ હોવું જોઈએ, જેથી કંપની એણે વેરિફાઇ કરી શકે. કંપનીઓ તેમનું વેરિફિકેશન પેરન્ટ્સ દ્વારા કોઈ ઓળખપત્ર આપવામાં આવે તે આધાર પર પણ કરી શકે છે.

ઇ-કોમર્સ, સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મ પર અસર

સરકારના આ નિયમને કારણે સૌથી વધુ અસર ઇ-કોમર્સ, સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ કોઈ પણ પ્લેટફોર્મ પર કંપનીઓ અઢાર વર્ષથી નીચાની ઉંમરના બાળકનું એકાઉન્ટ પેરન્ટ્સની પરવાનગી વગર નહીં બનાવી શકે. આ સાથે, ટીનેજરના એકાઉન્ટના ડેટાનો પણ ઉપયોગ હવે કંપની કરી નહીં શકે. બાળકોની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આ નિયમ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: એપલ વોચ સિરીઝ 4 અને 15-ઇંચ મેકબૂક પ્રોને એપલ દ્વારા જાહેર કરવામાં આવ્યા ‘વિન્ટેજ’, આ પ્રોડક્ટ્સને હવે નહીં મળે સર્વિસ અને સોફ્ટવેર અપડેટ

લોકોનો અભિપ્રાય

આ ડ્રાફ્ટને હાલમાં પબ્લિક કન્સલ્ટેશન માટે રાખવામાં આવ્યો છે. 18 ફેબ્રુઆરી બાદ એને ફાઇનલ કરવામાં આવશે. ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023માં આ નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના આધારે આ નવો નિયમ બનાવવામાં આવ્યો છે, જે લાગુ પડ્યા બાદ એનો અમલ કરવો જરૂરી છે. આ સાથે, કોઈ કંપની પર્સનલ ડેટાને કલેક્ટ કરતી અથવા તો એનો ગેરકાયદેસર ઉપયોગ કરતી જણાય તો એને 250 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવી શકે છે.


Google NewsGoogle News