ઈન્ટરનેટ વગર પણ ચાલશે Google Maps, બસ આ ફેરફાર કરતા જ ડેટા અને બેટરી બંને બચશે

Google Maps કોઈ અજાણ્યા સ્થળે પહોંચવું હોય કે લાઈવ ટ્રાફિક સ્ટેટસ જોવું હોય, આ બધું તેના પર શક્ય છે

એક ખાસ ફીચર પછી યુઝર્સ ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકશે તેમજ ડેટા અને બેટરી લાઈફ પણ બચશે

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ઈન્ટરનેટ વગર પણ ચાલશે Google Maps, બસ આ ફેરફાર કરતા જ ડેટા અને બેટરી બંને બચશે 1 - image


How to use offline maps: Google Maps કોઈ નવી જગ્યાએ પહોંચવું હોય કે લાઈવ ટ્રાફિક સ્ટેટસ જોવું હોય કે પછી કોઈની સાથે તમારું લોકેશન શેર કરવું હોય આ બધું મેપ પર શક્ય છે. આજે તમને એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી યુઝર્સ ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકશે. આનાથી માત્ર ઈન્ટરનેટ ડેટાની બચત થશે નહીં પરંતુ બેટરી લાઈફ પણ જળવાઈ રહેશે. તો જાણીએ કે કઈ રીતે ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકાય.

ગૂગલ મેપ્સમાં ઓફલાઈન ફીચર

ગૂગલ મેપ્સમાં એક સુવિધા ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ ઑફલાઇન મોડમાં કરી શકાય છે. તેની મદદથી યુઝર્સ રસ્તાઓ જોઈ શકે છે અને તેમના ડેસ્ટીનેશન સુધી પહોંચી શકે છે. આ સુવિધા એવા વિસ્તારોમાં પણ ઉપયોગી સાબિત થશે જે રિમોટ એરિયામાં સ્થિત છે અથવા જ્યાં સારી મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી નથી. એક નોંધનીય બાબત એ છે કે તમે WiFi કનેક્ટિવિટી હોવા પર ઑફલાઇન નકશા ડાઉનલોડ કરી શકો છો.

ઓફલાઈન ગૂગલ મેપ્સનો ઉપયોગ કેવી રીતે કરવો?

એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ મેપ્સ ખોલો. આ પછી, ઉપર જમણી બાજુએ પ્રોફાઇલ ફોટો આઇકોન પર ક્લિક કરો. આ પછી એક નવી પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં Offline Maps નો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઑફલાઇન મેપ્સ પર ક્લિક કરો. આ પછી, યુઝર્સને સિલેક્ટ યોર ઓન મેપનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરીને તમે તમારી પસંદગીના સ્થાનના મેપ્સ ડાઉનલોડ કરી શકો છો. યુઝરે બને તો  WiFi કનેક્ટિવિટી પર હોય ત્યારે ઑફલાઇન મેપ્સ ડાઉનલોડ કરવા જોઈએ. જેથી યુઝારનો મોબાઈલ ડેટા પણ બચે છે. 

રીઅલ ટાઇમ ટ્રેકિંગ મળશે નહીં

ગૂગલ મેપ્સના ફાયદા તો ઘણા છે પરંતુ તેની કેટલીક ખામીઓ પણ જોઈએ.  ઑફલાઇન મોડમાં, યુઝરને રીઅલ ટાઇમ ટ્રેકિંગનો ડોટ દેખાશે નહીં, જે તમારું લોકેશન બતાવે છે. રીયલ ટાઇમ ટ્રેકિંગ ડોટ તમને રસ્તો ભટકતા રોકી શકે છે. પરન્ત્ય ઓફલાઈન મોડમાં યુઝરે મેપ્સને ખૂબ જ કાળજીપૂર્વક જોવું પડશે અને જાતે અનુમાન લગાવવું પડશે કે તમે ક્યાં લોકેશન અને દિશમાં આગળ વધી રહ્યા છો. 

ઈન્ટરનેટ વગર પણ ચાલશે Google Maps, બસ આ ફેરફાર કરતા જ ડેટા અને બેટરી બંને બચશે 2 - image


Google NewsGoogle News