આ Google Accounts આજથી થશે બંધ! આટલું નહિ કરો તો ફોટો, મેઈલ અને ડ્રાઈવનો ડેટા થઇ શકે છે ડીલીટ
ગુગલ તેના પ્લેટફોર્મ પરથી એવા એકાઉન્ટ ડીલીટ કરશે જે છેલ્લા બે વર્ષથી એક્ટીવ નથી
ગુગલ દ્વારા તેની એકાઉન્ટ ઇનએક્ટીવ પોલીસી હાલમાં જ અપડેટ કરવામાં આવી છે
Google Accounts Policy: ગુગલે 1લી ડિસેમ્બરથી ઇનએક્ટીવ એકાઉન્ટને ડીલીટ કરવાનું શરૂ કરશે. એકાઉન્ટની સાથે, કંપની તેમાં સ્ટોર ડેટા જેમ કે ફોટો, મેઇલ અને ડ્રાઇવમાં સેવ કરેલી ફાઇલોને પણ કાઢી નાખશે. આજે તમને ક્યા ગુગલ એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે અને તેને કેવી રીતે સેવ કરી શકાય તેની વિગતવાર માહિતી આપીશું.
ગુગલ ક્યાં એકાઉન્ટ કરશે ડીલીટ?
ગૂગલ તેના પ્લેટફોર્મ પરથી એવા એકાઉન્ટ્સ ડિલીટ કરવા જઈ રહ્યું છે જે ઓછામાં ઓછા બે વર્ષથી ઉપયોગમાં નથી. ગૂગલે આ એકાઉન્ટ્સને ઇનએક્ટીવ કેટેગરીમાં મૂક્યા છે. જો તમે બે વર્ષથી તમારા એકાઉન્ટમાં લોગ ઇન નથી કર્યું, તો ગૂગલ તમારું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેશે. તાજેતરમાં લૉગ ઇન કરનારા યુઝર્સને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ગુગલ દ્વારા અપડેટ કરવામાં આવી ઇનએક્ટીવ પોલીસી
ગુગલે તેની એકાઉન્ટ ઇનએક્ટીવ પોલીસીને હાલમાં જ અપડેટ કરી છે. આ મુજબ, જો કોઈ એકાઉન્ટ બે વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં ન આવે તો Google આ એકાઉન્ટમાંથી કન્ટેન્ટને દૂર કરી શકે છે. જેમાં ડ્રાઇવ, મીટ, ડોક્સ તેમજ યુટ્યુબ અને ફોટોનો સમાવેશ થાય છે. મહેરબાની કરીને નોંધ કરો કે આ નીતિ ફક્ત પર્સનલ એકાઉન્ટ પર જ લાગુ પડે છે. ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા એકાઉન્ટ્સ પર લાગુ પડતું નથી. Googleના ઇન્ટરનલ એનાલિસિસ મુજબ, આમાંથી મોટાભાગના એક્ટીવ એકાઉન્ટ્સમાં 2 ફેક્ટર ઓથેન્ટીફીકેશનનો અભાવ હોવાની શક્યતાઓ છે. આવા એકાઉન્ટને સરળતાથી હેક કરી શકાય છે.
અલગથી એકાઉન્ટ લોગ ઇન કરવાની જરૂર નહી
ગૂગલ એકાઉન્ટને ઇનએક્ટીવ થવાથી બચાવવા ઈચ્છો છો તો તમારે બે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત લોગ ઇન કરવું જોઈએ. એકાઉન્ટને કોઈ ખાસ લોગીનની જરૂર નથી. જો તમે ગૂગલની કોઈપણ સેવાનો ઉપયોગ કરશો તો તમારું એકાઉન્ટ સુરક્ષિત રહેશે.