TATA ભારતમાં બનાવશે iPhone, લગભગ $125 મિલિયનમાં વિસ્ટ્રોન પ્લાન્ટ ખરીદશે

વિસ્ટ્રોન 2008માં ભારતીય બજારમાં પ્રવેશ્યું, જ્યારે કંપની ઘણા ડિવાઈસ માટે રિપેરિંગ ફેસેલીટી આપતી હતી

2017માં કંપનીએ તેની કામગીરીને એક્સપાંડ કરી અને Apple માટે પ્રોડક્શન શરૂ કર્યું

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
TATA ભારતમાં બનાવશે iPhone, લગભગ $125 મિલિયનમાં વિસ્ટ્રોન પ્લાન્ટ ખરીદશે 1 - image


iPhone : TATAએ ભારતમાં iPhone અસેમ્બલ કરતા વિસ્ટ્રોન પ્લાન્ટને ખરીદ્યો છે. હવેથી ભારતમાં iPhoneનું પ્રોડક્શન અને અસેમ્બલ TATA ગ્રુપ દ્વારા કરવામાં આવશે. આ બાબતની જાણકારી ઈલેક્રોનીક્સ એન્ડ ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 27 ઓકટોબરના રોજ તેમના ટ્વીટર પર આપી હતી. જેમાં તેમને લખું હતું કે માત્ર અઢી વર્ષમાં TATA ગ્રુપ ભારતમાં જ ભારતની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બજાર માટે iPhone બનાવવાનું શરુ કરશે. વિસ્ટ્રોનની કામગીરી સંભાળવા બદલ TATA ગ્રુપને શુભકામનાઓ. આ ઉપરાંત તેમને કહ્યું હતું કે ભારતમાં વિસ્ટ્રોનના યોગદાન બદલ આભાર અને ભારતીય કંપની સાથે ભારતથી ગ્લોબલ સપ્લાય ચેન બનાવવા માટે એપલ દ્વારા સારું પગલું લેવામાં આવ્યું છે. 

વિસ્ટ્રોનની ફેકટરીમાં થયું છે iPhone 14નું નિર્માણ 

એક રિપોર્ટ અનુસાર વિસ્ટ્રોનની ફેકટરી વેલ્યુ $125 મિલિયનની આસપાસ આંકવામાં આવી છે. TATA ગ્રુપ અને વિસ્ટ્રોન વચ્ચે આ ડીલ પર લગભગ 1 વર્ષથી વાતચીત ચાલતી હતી. વિસ્ટ્રોનનો આ પ્લાન્ટ iPhone 14ના પ્રોડક્શન માટે જાણીતો છે. હાલ આ પ્લાન્ટમાં 10 હજારથી વધુ વર્કર્સ કામ કરે છે. 

વિસ્ટ્રોનએ  2017માં શરુ કર્યું iPhoneનું પ્રોડક્શન

2008માં વિસ્ટ્રોન ભારતના માર્કેટમાં આવ્યું હતું. ત્યારે આ કંપની ઘણા ડિવાઈસ માટે રીપેરીંગ ફેસેલીટી પણ આપતી હતી. ત્યારબાદ 2017માં વિસ્ટ્રોનએ તેના ઓપરેશનને એક્સપાંડ કરીને એપલ માટે iPhoneનું પ્રોડક્શન શરુ કર્યું હતું. 

TATAએ ઈલેક્રોનીક્સ મેન્યુફેક્ચરિંગ અને ઈ-કોમર્સમાં જંપલાવ્યું

TATA ગ્રુપ નમકથી લઈને ઘણી ટેકનીકલ સર્વિસ આપતી કંપનીઓમાં સામેલ છે. વર્તમાન સમયમાં આ કંપનીએ ઈલેક્રોનીક્સ મેન્યુફેક્ચરિંગ અને ઈ-કોમર્સમાં જંપલાવ્યું છે. હાલ આ ગ્રુપ તમિલનાડુના તેના કારખાનામાં  iPhone ચેસિસનું પ્રોડક્શન કરે છે. જે આ ડિવાઈસની મેટલ બોડી બનાવે છે. આ ઉપરાંત ચેરમેન એન ચંદ્રશેખરે પહેલા ચિપમેકિંગ બિઝનેસમાં આવવની ઈચ્છાઓ વ્યક્ત કરી છે. 

 

TATA ભારતમાં બનાવશે iPhone, લગભગ $125 મિલિયનમાં વિસ્ટ્રોન પ્લાન્ટ ખરીદશે 2 - image


Google NewsGoogle News