Get The App

ભારતમાં iPhone બનાવવા ટાટા ગ્રૂપની ડીલ, 60% ભાગીદારી સાથે હશે દુનિયાભરમાં દબદબો

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
ભારતમાં iPhone બનાવવા ટાટા ગ્રૂપની ડીલ, 60% ભાગીદારી સાથે હશે દુનિયાભરમાં દબદબો 1 - image


iPhone Manufacture:  ટાટા ગ્રૂપે હાલમાં જ પેગાટ્રોન સાથે ડીલ કરી છે, જે ભારતમાં iPhone બનાવવા માટેની છે. આ ડીલમાં ટાટા ગ્રૂપનો વધારે હિસ્સો હશે, જેમાં મેન્યુફેક્ચર યુનિટ ટાટા ગ્રૂપ સંભાળશે અને પેગાટ્રોન દ્વારા ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવશે.

ટાટાની ડીલ

આ ડીલમાં 60% હિસ્સો ટાટા ગ્રૂપનો રહેશે. પેગાટ્રોનનો આ ડીલમાં 40% હિસ્સો છે અને તે ફક્ત ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડશે. ટાટા ગ્રૂપ દ્વારા આ પ્લાન્ટની તમામ જવાબદારી ઉપાડી લેવાશે.

પ્લાન્ટનું સ્થાન

આ પ્લાન્ટ તમિલનાડુના ચેન્નાઈમાં સ્થિત છે. આ પ્લાન્ટની એક વર્ષમાં 50 લાખ iPhones બનાવવાની ક્ષમતા છે. આ પ્લાન્ટમાં 10,000 કર્મચારીઓ કામ કરે છે અને સ્થાનિક સ્તરે ઘણી રોજગારી પૂરી પાડે છે.

ભારતમાં iPhone બનાવવા ટાટા ગ્રૂપની ડીલ, 60% ભાગીદારી સાથે હશે દુનિયાભરમાં દબદબો 2 - image

સ્માર્ટફોન માર્કેટમાં પગપેસારો

ટાટા ગ્રૂપ વિશ્વભરના સ્માર્ટફોન માર્કેટમાં પગપેસારો કરી રહ્યું છે. ટાટા ગ્રૂપ ફક્ત ભારતમાં નહીં પરંતુ દનિયાના અન્ય ઘણા દેશમાં પણ પોતાનું સ્થાન બનાવવા માગે છે. ટાટા ગ્રૂપ પહેલેથી જ કર્ણાટકમાં iPhone મેન્યુફેક્ચરિંગ પ્લાન ચલાવે છે. ટાટા ગ્રૂપ હવે તમિલનાડુના હોસરમાં વધુ એક નવો પ્લાન્ટ શરુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આથી ટાટા ગ્રૂપના ભારતમાં કુલ ત્રણ પ્લાન્ટ બની જશે.

માર્કેટમાં અસર

ટાટા ગ્રૂપ દ્વારા ગયા વર્ષે 12-14% iPhone શિપમેન્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે 20-25% શિપમેન્ટ કરવાનો અંદાજ છે. આ શિપમેન્ટ વધવાથી ટાટા ગ્રૂપનો માર્કેટમાં દબદબો રહેશે. આમ, અમેરિકાની હવે ચીન પરની નિર્ભરતા ઓછી થાય છે અને ભારત પર વધુ નિર્ભર રહે છે, જેનાથી વૈશ્વિક માર્કેટમાં ભારતનો દબદબો વધશે.

આ પણ વાંચો: ગૂગલનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 'જેમિની' ફરી વિવાદમાં, વિદ્યાર્થીને આઘાતજનક સલાહ આપી

રેગ્યુલેટરી મંજૂરી

આ ડીલને કારણે હવે ટાટા અને પેગાટ્રોન કમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI) પાસેથી પરવાનગી મેળવવી પડશે. આ ડીલ કેટલા રૂપિયામાં કરવામાં આવી છે તે અંગેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ બંને કંપનીઓ માટે આ ડીલ ફાયદાકારક છે. ટાટા ગ્રૂપ તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વધારશે, જ્યારે પેગાટ્રોન એપલ સાથેના તેના સીધા સંબંધને જાળવી રાખશે.


Google NewsGoogle News