આ શનિવારે આગના ગોળા જેવો દેખાશે સુર્ય, શું ભારતમાં જોવા મળશે આ સુર્ય ગ્રહણ, જાણો સંપુર્ણ વિગતો

14 ઓક્ટોબરે આકાશમાં જોવા મળશે એક દુર્લભ નજારો

વલયાકાર સૂર્યગ્રહણને કહેવામાં આવે છે 'રીંગ ઓફ ફાયર'

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
આ શનિવારે આગના ગોળા જેવો દેખાશે સુર્ય, શું ભારતમાં જોવા મળશે આ સુર્ય ગ્રહણ, જાણો સંપુર્ણ વિગતો 1 - image


Solar eclipse: 14 ઓક્ટોબરે આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આ ખગોળીય ઘટના વલયાકાર સૂર્યગ્રહણના રૂપમાં છે, જેને ઘણી વખત 'રીંગ ઓફ ફાયર' કહેવામાં આવે છે. તે અમેરિકાના મોટાભાગના ભાગોમાં દેખાશે. 2012 પછી પહેલીવાર તે શનિવારે અમેરિકામાં જોવા મળશે.

આકાશમાં રિંગ ઓફ ફાયરનો નજારો દેખાશે

જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે આ ઘટના સર્જાય છે. આંશિક રીતે સૂર્યને ઢાંકી દે છે, જેના કારણે તેજસ્વી રિંગ બને છે. આ ગ્રહણને 'રિંગ ઓફ ફાયર' પણ કહેવામાં આવે છે. વલયાકાર સૂર્યગ્રહણ દરમિયાન સુરક્ષા વિના સૂર્યને સીધો જોવો સુરક્ષિત નથી.

ભારતમાં નહીં દેખાય ગ્રહણ

14 ઓક્ટોબરના રોજ થનાર સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. દુનિયાના દક્ષિણી ગોળાર્ધના લોકો આ ગ્રહણને જોઈ શકશે. તે અમેરિકાના ઓરેગોન થી ટેક્સાસ સુધી જનારા એક સાંકડા માર્ગ પર દેખાશે. ત્યારબાદ તે મેક્સિકોના યુકાટન ટાપુ, બેલીઝ, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, કોલંબિયા અને બ્રાઝિલના અમુક ભાગોમાં દેખાશે.

નાસાના જણાવ્યા અનુસાર સૂર્યગ્રહણ એક સ્થાનથી શરૂ થઈને બીજા સ્થાન પર સમાપ્ત થાય છે. તે અમેરિકાના ઓરેગનમાં સવારે 9:03 વાગ્યાથી શરૂ થશે અને ટેક્સાસમાં બપોરે 12:03 વાગ્યે સમાપ્ત થશે.


Google NewsGoogle News