સોનિક બૂમ વગર અવાજની ગતિ કરતાં વધુ ઝડપે ઊડ્યું એરક્રાફ્ટ, જાણો કેવી રીતે થયું આ શક્ય…
Boomless SuperSonic Flight: અમેરિકાએ એક પરીક્ષણમાં સુપરસોનિક ઝડપે એરક્રાફ્ટને સોનિક બૂમ અવાજ વગર ઉડાવ્યું હતું. ફિઝિક્સના ફિનોમિના મેક કટઑફનો ઉપયોગ કરીને આ સિદ્ધિ મેળવી હતી. XB-1 એરક્રાફ્ટે અવાજનું બેરિયર તોડવામાં ત્રણ વાર સફળતા મેળવી હતી. આ બેરિયર તોડવાના કારણે જમીન પરથી આ અવાજ સાંભળી શકાતો નહોતો. આ પરીક્ષણ 28 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું.
મેક કટઑફ: સાઇલેન્ટ સુપરસોનિક ફ્લાઇટ
એરક્રાફ્ટ જ્યારે સ્પીડમાં ગતિ કરે છે ત્યારે તેની આસપાસની હવાના દબાણમાં ફેરફાર થવાને કારણે તે ખૂબ જ અવાજ કરે છે. અવાજની ગતિ (મેક 1) કરતાં પણ વધુ ઝડપે એરક્રાફ્ટ ગતિ કરે ત્યારે આ સાઉન્ડ વેવનું રૂપાંતર શોક વેવમાં થાય છે અને તે લાંબા અંતર સુધી ફેલાય છે. આ શોક વેવને સોનિક બૂમ કહેવામાં આવે છે. આ સોનિક બૂમ જમીન સુધી જઈ શકે છે અને ખૂબ જ મોટો અવાજ કરી શકે છે. આ સોનિક બૂમનો અવાજ બિલ્ડિંગને હલાવી શકે છે અને તેના ગ્લાસ પણ તોડી શકે છે.
કમર્શિયલ સુપરસોનિક ફ્લાઇટ બનાવવા માટે આ સોનિક બૂમ એક મોટી સમસ્યા હતી. તેની કારણે 2003માં કોંકોર્ડને નિવૃત્ત કરી દેવામાં આવ્યું હતું અને ઘણા દેશોએ આવી ફ્લાઇટ્સને પ્રતિબંધિત કરી દીધી હતી. એન્જિનિયર્સ વર્ષોથી એવી સુપરસોનિક ફ્લાઇટ બનાવવા માટે પ્રયત્નશીલ છે જેમાં આ સોનિક બૂમ ન થાય.
બૂમલેસ ક્રૂઝ ટૅક્નોલૉજી
બૂમ ટૅક્નોલૉજીએ બૂમલેસ ક્રૂઝ ટૅક્નોલૉજી વિકસાવી છે. આ ટૅક્નોલૉજી દ્વારા એરક્રાફ્ટ સામાન્ય એરક્રાફ્ટ કરતાં 50 ટકા વધુ ઝડપે ઉડી શકે છે અને તે પણ સોનિક બૂમ વગર. આ ફ્લાઇટ્સની ઝડપ મેક 1.3 (અંદાજે 1596 કિમી પ્રતિ કલાક) સુધી હોઈ શકે છે. XB-1 ફ્લાઇટને બેબી બૂમ તરીકે ઓળખવામાં આવે છે અને તેના પરીક્ષણ દરમિયાન આ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાઇલેન્ટ સુપરસોનિક ફ્લાઇટની સિદ્ધિ
28 જાન્યુઆરીએ XB-1 દ્વારા અવાજનું બેરિયર ત્રણ વખત સફળતાપૂર્વક તોડવામાં આવ્યું હતું, જેના પરિણામે અવાજ ઉત્પન્ન નહોતો થયો. એક મહિનાથી પણ ઓછા સમયમાં પરીક્ષણ ફરી કરવામાં આવ્યું હતું અને આ વખતે તે સાઉથવેસ્ટર્ન યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલા મોજેવ ડેઝર્ટની ઉપર કરવામાં આવ્યું હતું. આ ઉડાન 36514 ફૂટની ઊંચાઈએ કરવામાં આવી હતી.
સુપરસોનિક ટ્રાવેલનું ભવિષ્ય
સુપરસોનિક ફ્લાઇટ XB-1ની સફળતા બાદ લોકો માટે તે સર્વિસ ઉપલબ્ધ બનવાની શક્યતા છે. આ ફ્લાઇટ્સની મદદથી ભવિષ્યમાં ફ્લાઇટ્સના સમયમાં અડધો ઘટાડો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ન્યૂયોર્કથી લોસ એન્જલસની ફ્લાઇટમાં 90 મિનિટનો ઘટાડો થઈ શકે છે. મેક-કટઑફ ફ્લાઇટ્સમાં ઇંધણનો વધુ વપરાશ થાય છે, જેના કારણે એ સામાન્ય લોકોને પરવડી શકે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે, સુપરસોનિક બિઝનેસ જેટ્સ માટે તે સારો વિકલ્પ છે.
બૂમ સુપરસોનિક કંપનીના ભવિષ્યના યોજના
XB-1ની સફળતાને કારણે બૂમ સુપરસોનિક કંપની હવે આ પ્રકારની ફ્લાઇટ્સ તૈયાર કરવાની યોજના ધરાવે છે. તેઓ 2030 સુધીમાં આ સેવા શરુ કરવાની યોજના ધરાવે છે. તેઓ 2030માં પેસેન્જરને સુપરસોનિક ટ્રાવેલ કરાવશે. તેઓ સામાન્ય જેટ એન્જિનનો ઉપયોગ કરશે અને 100 ટકા સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલનો ઉપયોગ કરશે. અમેરિકન એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને જપાન એરલાઇન્સ સહિત ઘણી મોટી એરલાઇન્સ કંપનીઓ દ્વારા બૂમ સુપરસોનિકને 65 સીટ ધરાવતા આ એરક્રાફ્ટના 130 પ્રી-ઓર્ડર મળી ગયા છે.
XB-1ની સિદ્ધિ
28 જાન્યુઆરીએ 35000 ફૂટની ઊંચાઈએ 1350 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડીને XB-1 દ્વારા નવી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. 2003માં કોંકોર્ડના નિવૃત્તિ પછી નોન-મિલિટરી પ્લેન દ્વારા પહેલીવાર આ ઝડપે પ્લેન ઉડી ગયું છે. આ ફ્લાઇટને ટ્રિસ્ટન ગેપેટ્ટો બ્રેન્ડનબર્ગ દ્વારા ઉડાવવામાં આવી હતી. તેણે સોનિક બૂમ વિના આ ફ્લાઇટ ઉડાવી હતી. 2024ની માર્ચ પછી બૂમ સુપરસોનિક દ્વારા XB-1ની અત્યાર સુધીમાં 12 સફળ ફ્લાઇટ્સ ઉડાવવામાં આવી હતી. આ સફળતાને કારણે હવે તેનો કમર્શિયલ ઉપયોગ પણ થઈ શકશે. XB-1ની સફળતા બૂમલેસ ક્રૂઝ ટૅક્નોલૉજીના કારણે છે. આ ટૅક્નોલૉજીના કારણે સોનિક બૂમ આકાશમાં ઉપરની તરફ જાય છે નહીં કે જમીન તરફ. આ ફ્લાઇટનો લક્ષ્ય મેક 1.7(2083 કિમી પ્રતિ કલાક)નો છે. તેમાં 64થી 80 પેસેન્જર્સનો સમાવેશ થશે. તેમાં એક દેશમાંથી બીજા દેશમાં ખૂબ જ ઓછા સમયમાં અંતર કાપી શકાશે. દસથી પંદર કલાક જે દેશ માટે લાગતા હતા એ માટે હવે ચાર કલાકનો સમય લાગશે. આ માટે હવે અંદાજે સો અમેરિકન ડૉલર એટલે કે 8500 રૂપિયા થશે એવો અંદાજ છે.