Get The App

પૃથ્વી પર પગ મૂકતાં જ સુનિતા વિલિયમ્સ સામે હશે અનેક પડકાર, સાથીએ કહ્યું- એક પેન્સિલ ઊંચકવી પણ અઘરી

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
પૃથ્વી પર પગ મૂકતાં જ સુનિતા વિલિયમ્સ સામે હશે અનેક પડકાર, સાથીએ કહ્યું- એક પેન્સિલ ઊંચકવી પણ અઘરી 1 - image


Sunita Williams Comeback: સુનિતા વિલિયમ્સ ખૂબ જલ્દી પૃથ્વી પર પગ મૂકશે, પરંતુ પગ મૂકતાની સાથે જ તેમની સામે અનેક પડકારો ઊભા છે. સુનિતા વિલિયમ્સ છેલ્લા ઘણાં સમયથી અવકાશમાં ફસાયેલા છે. તેમની સાથે તેમનો સાથી બુચ વિલ્મોર પણ છે.

ઘરવાપસીની તૈયારી

સુનિતા વિલિયમ્સ હાલમાં ઘરવાપસીની તૈયારી કરી રહી છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાના સાથી સાથે ઘણા સમયથી ફસાયેલા હતા. તેઓ અવકાશમાં મિશન માટે ગયા હતા, પરંતુ ત્યાં ફસાઈ ગયા. તેમને જમીન પર લાવવા માટે પણ મોડું થઈ રહ્યું હતું, પરંતુ આખરે ઈલોન મસ્કની કંપની ‘સ્પેસએક્સ’ના ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા તેમને 19 માર્ચે જમીન પર લાવવામાં આવશે.

જમીન પર આવતાં જ પડકારનો સામનો

સુનિતા વિલિયમ્સ ઘણા સમયથી અવકાશમાં હોવાથી તેમના માટે જમીન પર ઉતરવું એટલું સહેલું નહીં રહે. જમીન પરની ગ્રેવિટી સાથે એડજસ્ટ થવામાં તેમને ખૂબ જ વાર લાગશે. તેમ જ, તેમને દરેક વસ્તુ ખૂબ જ વજનદાર લાગશે. તેઓ આઠ મહિનાથી અવકાશમાં રહેતા હતા અને તેમના માટે હવે જમીન પર ખૂબ જ ફિઝિકલ ચેલેન્જ જોવા મળશે. આ વિશે બુચ વિલ્મોર કહે છે, ‘ગ્રેવિટી ખૂબ જ મુશ્કેલ રહેશે. અમે જ્યારે પૃથ્વી પર આવીએ ત્યારે અમારા માટે એ ચેલેન્જ હશે અને અમે એને અનુભવી શકીશું. ગ્રેવિટીને કારણે અમને દરેક વસ્તુ વજનદાર લાગશે. અમારા માટે પેન્સિલ ઊંચકવી પણ એક વર્કઆઉટ જેવું હશે.’

પૃથ્વી પર પગ મૂકતાં જ સુનિતા વિલિયમ્સ સામે હશે અનેક પડકાર, સાથીએ કહ્યું- એક પેન્સિલ ઊંચકવી પણ અઘરી 2 - image

ગ્રેવિટી સાથે એડજસ્ટ થવું મોટી ચેલેન્જ

અવકાશયાનમાંથી બહાર આવીને ગ્રેવિટી સાથે એડજસ્ટ થવું ખૂબ જ ચેલેન્જિંગ રહેશે. આ વિશે વાત કરતાં સુનિતા વિલિયમ્સ કહે છે, ‘અમારા માટે ગ્રેવિટી સાથે એડજસ્ટ થવું થોડું મુશ્કેલ રહેશે. અમારા માટે એ રોજે-રોજની પ્રક્રિયા રહેશે જ્યાં અમારે આપણા શરીરના દરેક મસલ્સને ફરી કામ કરતાં કરવા પડશે.’

સ્પેસમાં તમને વેઇટલેસ હોવાનો આનંદ મળે છે એમાંથી જમીન પર આવી ગયા પછીના 24 કલાકની અંદર એ સેન્સેશન દૂર થઈ જશે અને વજનનો અહેસાસ થવાનું શરુ થઈ જશે. વજન ઉઠાવવાની કોઈ એક્ટિવિટી અવકાશમાં ન થતી હોવાથી અવકાશયાત્રીનું એક મહિનાની અંદર એક ટકા બોન માસ ઓછું થઈ જાય છે. આથી જમીન પર આવ્યા પછી તેમને એ માટે ટ્રેઇનિંગ આપવામાં આવશે અને તેમની દેખરેખ રાખવામાં આવશે.

આ પણ વાંચો: ચેટજીપીટી અને ડીપસીકને ટક્કર આપશે Xનું ચેટબોટ ગ્રોક 3: ઇલોન મસ્કે કહ્યું, ‘આ AI સ્કેરી સ્માર્ટ છે’

શરીરના અંદરના પ્રવાહીને પણ એડજસ્ટ થવામાં વાર લાગશે

અવકાશમાં શરીરના અંદરના પ્રવાહીને ગ્રેવિટી લાગતી નથી, આથી તે પણ શરીરમાં જુદી રીતે કાર્ય કરતા હોય છે. પરંતુ, જમીન પર આવતાં જ તેમને પણ ગ્રેવિટી લાગશે અને તેઓ ફરીથી સામાન્ય રીતે કામ કરવા લાગશે. આ સમયે જે-તે વ્યક્તિને શરીરમાં ડિસકમ્ફર્ટ લાગવાની શક્યતા છે. આ તકલીફોનો સામનો હોવા છતાં, તેઓ જમીન પર આવવા માટે ખૂબ જ ઉત્સાહી અને આશાવાદી છે. અગાઉ પણ તેઓ ઘણા સમય સુધી અવકાશમાં રહ્યા હતા અને જમીન પર આવતાં જ ખૂબ જ સારી રીતે એડજસ્ટ થઈ ગયા હતા. આ વખતે પણ તેઓ બન્ને એ જ આશા રાખી રહ્યા છે. આ વિશે બુચ વિલ્મોર કહે છે, ‘સ્પેસમાં હવામાં રહેવાનો અનુભવ ખૂબ જ રસપ્રદ છે. મને મારા ક્રેઝી વાળ ખૂબ જ પસંદ છે.’


Google NewsGoogle News