Get The App

સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષની ઉજવણી કરી, ISS એ તસવીરો જાહેર કરી

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
સુનિતા વિલિયમ્સે  અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષની ઉજવણી કરી, ISS એ તસવીરો જાહેર કરી 1 - image


Sunita Williams: ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષ 2025ની ઉજવણી કરતાં અંતરિક્ષની સુંદર તસવીરો રજૂ કરી હતી. સ્પેસ મિશન એક્સપીડિશન 72 ટીમે 2025માં પ્રવેશ કરતી વખતે 400 કિમી ઊંચાઈએ પરિભ્રમણ કરતાં 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યા હતા. જેથી તેમણે કુલ 16 વખત નવા વર્ષની ઉજવણી કરી હતી.

સુનિતા વિલિયમ્સ જૂન, 2024થી બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં છે. તેમને આઈએસએસ કમાન્ડર મિશન હેઠળ આઠ દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યા હતાં.. પરંતુ ટેક્નિકલ પડકારોને લીધે વિલિયમ્સ પોતાની ટીમ સાથે અંતરિક્ષમાં જ ફસાઈ હતી. તેમને પાછા લાવવા નાસા વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. આશરે 4 વખત તેમને પાછા પૃથ્વી પર લાવવાનુ મિશન લંબાવાયુ હતું.  હજુ તેઓ માર્ચ, 2025 સુધી અવકાશમાં જ રહેશે. 

આ પણ વાંચોઃ 2025માં દુનિયા જોશે ISROની તાકાત, 6 મોટા મિશન સહિત અમેરિકન સેટેલાઈટ પણ લોન્ચ કરશે



દર 90 મિનિટે ગ્રહની પરિક્રમા કરતો અનુભવ

આઈએસએસ દર 90 મિનિટે ગ્રહની પરિક્રમા કરે છે. ચાલક દળ વિવિધ ગતિવિધિઓ સાથે નવા વર્ષની ઉજવણી કરશે. જેમાં તેઓ વીડિયો કોલના માધ્યમ અને મિત્રો સાથે જોડાશે. આ મિશન હેઠળ સુનિતા વિલિયમ્સની ટીમે અવકાશમાં અનેક સંશોધનો પણ કરી રહી છે. તેણ પરિભ્રમણ કક્ષા પરથી સૂર્ય અને ચંદ્રની કેટલીક દુર્લભ તસવીરો રજૂ કરી છે. 

ક્રિસમસની પણ ઉજવણી કરી હતી

સુનિતા વિલિયમ્સ અને તેની ટીમે પૃથ્વીથી દૂર અવકાશમાં જ ક્રિસમસની પણ ઉજવણી કરી હતી. જે તેમનો સ્પેસ સ્ટેશનમાં તહેવારોની ઉજવણીનો જુસ્સો દર્શાવે છે. જેમાં સ્પેસમાં જ ડેકોરેશન, ખાસ ભોજન પણ માણ્યુ હતું. 

સુનિતા વિલિયમ્સે  અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષની ઉજવણી કરી, ISS એ તસવીરો જાહેર કરી 2 - image


Google NewsGoogle News