સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરની સ્પેસ સ્ટેશનની યાત્રા લંબાઈ
આમ તો સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની અવકાશ યાત્રા ૫ જૂનથી સાત દિવસ માટેની જ હતી પણ ટેકનિકલ ખામી હજુ સુધી નિવારી નહીં શકાતા તેઓનું રોકાણ લંબાતું જ જાય છે. આજકાલ કરતા છ મહિના થઈ ગયા છે અને હજુ બીજા ત્રણેક મહિના લાગશે તેમ 'નાસા' જણાવ્યું છે. બને અવકાશયાત્રીઓ વખતોવખત તેઓ સ્પેસ સ્ટેશનમાં સ્વસ્થ અને પ્રસન્ન છે તેની પ્રતીતિ કરાવતી તસવીરો મોકલે છે.પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દીથી હેમખેમ પરત ફરે.