Get The App

દક્ષિણ કોરિયાએ ધગધગતો નકલી સૂર્ય કર્યો તૈયાર, 10 કરોડ ડિગ્રી છે તાપમાન, જાણો શું થશે ફાયદો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
દક્ષિણ કોરિયાએ ધગધગતો નકલી સૂર્ય કર્યો તૈયાર, 10 કરોડ ડિગ્રી છે તાપમાન, જાણો શું થશે ફાયદો 1 - image
Image  Social Media

South Korea has created a hot sun: દક્ષિણ કોરિયાના વિજ્ઞાનીઓએ ન્યુક્લિયર ફ્યુઝન ટેક્નોલોજીમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. દક્ષિણ કોરિયાએ સૌથી વધારે સમય સુધી 100 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ તાપમાન સૂર્યના મુખ્ય ભાગ કરતા સાત ગણો વધારે છે.  48 સેકન્ડ સુધી આ તાપમાન જાળવી રાખે છે. આ ભવિષ્યના ઉર્જા સ્ત્રોતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. ન્યુક્લિયર ફ્યુઝનમાં બે અણુઓ એકસાથે જોડાય છે અને સૂર્ય અને અન્ય તારાઓની ઊર્જાની નકલ કરે છે. આવો આજે આપણે જાણીએ કે વિજ્ઞાનીઓ કેમ નકલી સૂર્ય બનાવવા માંગે છે અને તેનાથી શું ફાયદો થશે?

ફ્યુઝન એનર્જી મેળવવાની ચાવી ટોકમાકમાં રહેલી છે, જે એક ડોનટ આકારના રિએક્ટર છે. તે પ્લાઝ્મા બનાવવા માટે હાઇડ્રોજન વેરિઅન્ટને ગરમ કરે છે. પ્લાઝમા એ પદાર્થની તે સ્થિતિ ગણાય છે. જ્યાં પરમાણુ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન થઈ જાય છે. કોરિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્યુઝન એનર્જી (KFE) ખાતે KSTAR રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર સી-વુ યૂનના કહેવા પ્રમાણે ભવિષ્યના પરમાણુ રિએક્ટરની સફળતા માટે આ મહત્વપૂર્ણ છે. ડિસેમ્બર 2023 થી 2024 સુધી કરવામાં આવેલા એક પ્રયોગમાં 48 સેકન્ડનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

વિજ્ઞાનીઓ કેમ બનાવી રહ્યા છે નકલી સૂર્ય 

તાજેતરમાં પરંપરાગત પરમાણુ પ્લાન્ટ વિભાજનમાંથી ઊર્જા મેળવે છે. એટલે કે પરમાણુઓને તોડીને મેળવે છે. ચેન રિએક્શનને શરૂ કરવા માટે યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના પ્લાન્ટ્સ અડધી સદી કરતાં વધારે સમયથી ચાલી રહ્યા છે. વર્ષ 1954 માં USSRએ તેના પ્રથમ પરમાણુ પ્લાન્ટને વીજળી ગ્રીડ સાથે જોડ્યું. પરંતુ તેમાં જોખમો રહેલા છે, જેમ કે ચેર્નોબિલ દુર્ઘટનામાં જોવા મળે છે. પરમાણુ વિભાજનની સૌથી મોટી સમસ્યા એ છે કે તે કચરો પેદા કરે છે, જે સદીઓ સુધી ખતરનાક રેડિયોએક્ટિવ લેવલને જાળવી શકે છે. તેનાથી વિપરીત ન્યુક્લિયર ફ્યુઝન અથવા નકલી સૂર્ય સુરક્ષિત છે અને લગભગ તે કોઈપણ પ્રકારનો કચરો પેદા કરતો નથી. 

નકલી સુર્યથી શું શું ફાયદા થશે

  • ફ્યુઝન રિએક્શનથી ખૂબ ઓછા પ્રમાણમાં રેડિયોએક્ટિવ કચરો નીકળે છે. અને તે અમર્યાદિત બળતણનો સ્ત્રોત હોય છે, જેને તે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે.
  • ફ્યુઝન રિએક્શન અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતાને ઓછી કરી શકે છે. જેના કારણે ઉર્જા સાથે જોડાયેલ ભૌગોલિક તણાવ ઓછો થઈ શકે છે. કારણ કે ફ્યુઝનમાં વપરાતું ઈંધણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
  • ફ્યુઝન એનર્જી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન નથી કરતી. જેના કારણે આ આબોહવા પરિવર્તન અને વૈશ્વિક કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે મહત્વપૂર્ણ બને છે.
  • અવકાશ સંશોધનમાં ફ્યુઝન ઊર્જા મહત્વપૂર્ણ બની શકે છે. જેનાથી મંગળ ગ્રહ અથવા તેનાથી આગળના મિશન માટે ઊર્જા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. 
  • આનાથી દુનિયામાં ઉર્જા સંકટ ખત્મ થઈ શકે છે. વિજ્ઞાનીઓનું લક્ષ્ય 2026 સુધીમાં ઓછામાં ઓછા 300 સેકન્ડ માટે 100 કરોડ ડિગ્રી સુધી પ્લાઝ્મા તાપમાન જાળવી રાખવું છે.

Google NewsGoogle News