Get The App

ખાનગી કંપની ઇન્ટુઇટીવનાં ઓડિસિયસ યાનનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ખાનગી કંપની ઇન્ટુઇટીવનાં ઓડિસિયસ યાનનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ 1 - image


- 50 વર્ષ બાદ અમેરિકા ફરીથી ચંદ્રની ધરતી પર 

- હવે અર્ટેમીસ કાર્યક્રમ મુજબ ચંદ્ર પર ભાવિ માનવ વસાહતની તૈયારી થશે : લેન્ડરમાં નાસાનાં વૈજ્ઞાનિક

વોશિંગ્ટન :  આજે  અમેરિકા ૫૦ વર્ષ બાદ ફરીથી ચંદ્રની  ધરતી પર પાછું ફર્યું છે.  આજે ૨૦૨૪ની ૨૩, ફેબ્રુઆરી, ગુરુવારે સાંજે ૬:૨  વાગે(અમેરિકાના સમય પ્રમાણે) અમેરિકાની પહેલી ખાનગી કંપની ઇન્ટુઇટીવ મશીન્સ (હ્યુસ્ટન)નું લેન્ડર ઓડિસીયસ  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ સલામતીપૂર્વક ઉતર્યું છે. ઓડિસીયસ લેન્ડર  ભારતીય સમય મુજબ શુક્રવારે વહેલી સવારે ૪:૩૦ વાગે ચંદ્રની ધરતી પર ઉતર્યું છે.   

 અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના એડમિનિસ્ટ્રેટર બીલ નેલ્સને આવો ઉમળકો દર્શાવીને આ ઐતિહાસિક પ્રસંગની ખુશી વ્યક્ત કરી છે. ઇન્ટુઇટીવ મશીન્સ  કંપનીએ   નાસાના ટેકનિકલ અને નાણાંકીય સહયોગ સાથે આવા  કોમર્શિયલ લ્યુનાર પેલોડ સર્વિસીસ (સીએલપીેસ) પ્રોગ્રામ કર્યો છે.  

નાસાનું અપેોલો-૧૭ અવકાશયાન ૧૯૭૨ની ૭, ડિસેમ્બરે રવાના થયું  હતું.ત્યારબાદબરાબર ૧૩ દિવસની અંતરિક્ષયાત્રા બાદ ૧૯,ડિસેમ્બરે  અપોલો-૧૭ અવકાશયાન ચંદ્રની ધરતી પર ઉતર્યું હતું. એપોલો-૧૭માં અમેરિકાના હ્યુજીન સેરનાન અને હેરીસન સ્કિમીટ એમ બે અવકાશયાત્રીઓ હતા. આમ ૧૯૭૨ બાદ  એટલે કે છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન અમેરિકાનો કોઇ અવકાશયાત્રી કે કોઇ અવકાશયાન ચંદ્રની  ધરતી પર  નથી ઉતર્યાં.આજે પાંચ દાયકા બાદ અમેરિકાની ખાનગી  કંપનીનું લેન્ડર ઓડિસીયસ  ચંદ્ર પર ઉતર્યું  છે.

બીલ નેલ્સને એવી માહિતી પણ આપી  છે કે ઓડિસીયસ  લેન્ડરમાં અમારાં નાસાનાં વૈજ્ઞાનિક ઉપકરણો પણ છે. વળી, ઓડિસીયસ સાથે અંતરિક્ષ સંશોધની દિશામાં એક નવું અને આશાસ્પદ સ્વપ્ન પણ છે. 

બીજીબાજુ  ફ્લાઇટ  ડાયરેક્ટર  અને ચીફ ટેકનોલોજી ઓફિસર ટીમ ક્રેઇને તેના સહયોગીઓના તાળીઓના  ગડગડાટ વચ્ચે એવી જાહેરાત કરી હતી કે હા, આપણું ઓડિસીયસ લેન્ડર કોઇપણ જાતના અવરોધ વગર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું છે.  જોકે ઓડિસીયસ ચંદ્રની ધરતી પર ધીમે ધીમે ઉતરતું હતું  ત્યારે  થોડોક ચિંતાજનક માહોલ પણ સર્જાયો હતો.

જોકે ઓડિસીયસ ચંદ્રની ધરતી પર સલામતીપૂર્વક  ઉતર્યું  ત્યારબાદ  થોડો સમય મિશન કન્ટ્રોલર્સનો તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આમ તો આવી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાતી હોવાની અપેક્ષા હતી જ. આમ છતાં સમય જતાં બધું સમૂસૂતરું પાર પડી ગયું. ઓડિસીયસ લેન્ડર તેની સાચી સ્થિતિમાં જ ઉતર્યું છે.સાથોસાથ લેન્ડરે પૃથ્વી પર સંદેશા  સાથે  ચંદ્રની પહેલી ઇમેજ પણ મોકલી  છે. અન્ય માહિતી પણ મોકલવાની પ્રક્રિયા શરૃ થઇ ગઇ છે.

ઇન્ટુઇટીવ મશીનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્ટિફન અલ્ટેમસે એવી માહિતી આપી હતી કે હા, અમને ખબર છે કે  લેન્ડર  ચંદ્રની ધરતી પર ઉતરે ત્યારે આવી થોડીક ક્ષણો ચિંતાજનક હોય છે. આમ છતાં બધું સરખી રીતે પાર પડી ગયું અને ઓડિસીયસ ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર ઉતર્યું છે.

બીજીબાજુ ઓડિસીયસ લેન્ડરે તેની સંશોધન કામગીરી સાત દિવસ દરમિયાન પૂરી કરવાની છે કારણે કે ત્યારબાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યાસ્ત થવાનો હોવાથી ત્યાં ચારે તરફ ઘોર અંધકાર  છવાઇ જશે. એટલે ઓડિસીયસ લેન્ડરની સોલાર  પેનલ્સને સૌર ઉર્જા નહીં મળે. સાથોસાથ, ચંદ્રની ધરતી પર અતિ ટાઢુંબોળ વાતાવરણ પણ સર્જાશે. તાપમાન માઇનસ(-) ૨૦૦ જેટલું અતિ અતિ ઠંડુગાર થઇ જશે.

૨૦૨૩ની ૨૩, ઓગસ્ટ, બુધવારની સાંજના ૬:૦૪ વાગે ભારતનું નામ અંતરીક્ષ સંશોધનના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઇ ગયું છે. આ ઐતિહાસિક  દિવસે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ચંદ્રયાન-૩ નું વિક્રમ લેન્ડર   ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના ૭૦ ડિગ્રી અક્ષાંશ પર સરળ,સફળ, સલામત રીતે ઉતર્યું  હતું. હજી સુધી વિશ્વના કોઇ દેશનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના આ ચોક્કસ સ્થળે સફળતાથી ઉતર્યું નથી.આ દ્રષ્ટિએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલા જ અને સફળ પ્રયાસે પોતાનું લેન્ડર ઉતારનારો ભારત પહેલો દેશ બન્યો છે.

 નાસાનાં સૂત્રોએ ખુશી વ્યકત કરતાં કહ્યું હતું કે ઓડિસીયસ લેન્ડર સાથોસાથ અમારી સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ ચંદ્ર  પર પહોંચી ગઇ  છે. હવે આ વૈજ્ઞાનિક ઉપકરણની મદદથી અમારા અર્ટેમીસ કાર્યક્રમ અંતર્ગત ચંદ્ર પર ભાવિ માનવ વસાહત માટેની તૈયારી થઇ શકશે. ઉપકરણો છે


Google NewsGoogle News