Get The App

બાળકોનો સ્ક્રીન-ટાઇમ વધતા ગુસ્સો પણ વધ્યો, હવે તે કંટ્રોલ કરવા પણ ટેક્નોલોજીનો ઉપયોગ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
બાળકોનો સ્ક્રીન-ટાઇમ વધતા ગુસ્સો પણ વધ્યો, હવે તે કંટ્રોલ કરવા પણ ટેક્નોલોજીનો ઉપયોગ 1 - image


Screen Time Increase Tantrums: બાળકોનો સ્ક્રીન ટાઇમ વધી જવાથી તેમનામાં ગુસ્સો વધી જાય છે. એક સ્ટડી મુજબ બાળકો જેટલું વધુ મોબાઇલ અથવા તો ટેબ્લેટ જુએ છે તેમનામાં ગુસ્સાનું પ્રમાણ એટલું જ વધે છે. આ સાથે જ તેઓ ઇમોશનલી પણ વધુ નબળા પડતાં જાય છે. આથી બીજી વાર જ્યારે બાળક ગુસ્સો કરે અને નકામી જીદ કરે ત્યારે બાળકને ખીજવવા પહેલાં પેરેન્ટ્સે પોતાને એ માટે જવાબદાર ગણવા જોઈએ.

આ સ્ટડી મુજબ જાણવા મળ્યુ છે કે 2020માં જે બાળકો દિવસમા ફક્ત પાંચ મિનિટ મોબાઇલનો ઉપયોગ કરતાં હતાં એ 2022માં દિવસની 55 મિનિટ મોબાઇલનો ઉપયોગ કરે છે. આ બાળકો 2020માં ફક્ત થોડી ઘણી જીદ કરતા હતા. જોકે 2022માં જ્યારે તેઓ પાંચ વર્ષથી વધુની ઉંમરના થયા છે ત્યારે તેમનામાં ગુસ્સાનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. આથી બાળકોનો ગુસ્સો ઓછો કરવો અને તેમના ઇમોશનને કન્ટ્રોલમાં રાખતા શીખવાડવું ખૂબ જ જરૂરી છે.

નાની ઉંમરમાં બાળકોને ઇમોશનને કન્ટ્રોલમાં રાખતા શીખવાડવું ખૂબ જ જરૂરી હોય છે. આ જ ખરી ઉંમર હોય છે. જોકે આ સમયે તેઓ ફક્ત ગુસ્સો અને જીદ જ કરે તો મોટા થાય ત્યારે તેમને ઇમોશન્સને કન્ટ્રોલમાં રાખવામાં તકલીફ પડી શકે છે. 

બાળકોને મોબાઇલથી દૂર રાખવા મુશ્કેલ છે, પરંતુ એ માટે કેટલાક સ્ટેપ જરૂર લઈ શકાય છે. આ માટે મોબાઇલમાં બાળકોને શીખવા મળે અથવા તો કંઈ જાણવા મળે એવી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી. જોકે આ માટે પણ કેટલાક સ્ટેપ ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: બાળકોને અશ્લિલ કન્ટેન્ટથી કેવી રીતે દૂર રાખશો? એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇઝમાં આ રીતે પેરન્ટ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકાશે...

બાળકોનો સ્ક્રીન-ટાઇમ વધતા ગુસ્સો પણ વધ્યો, હવે તે કંટ્રોલ કરવા પણ ટેક્નોલોજીનો ઉપયોગ 2 - image

ચોક્કસ નિયમ : મોબાઇલનો ઉપયોગ ક્યારે થઈ શકે એ માટેના ચોક્કસ નિયમ બનાવવા જેમ કે હોમવર્ક અથવા તો સ્ટડી કર્યા બાદ જ.

પેરેન્ટ્લ કન્ટ્રોલ : એપલ અથવા તો એન્ડ્રોઇડમાં પેરન્ટ્લ કન્ટ્રોલનો ઉપયોગ કરવો. કંઈ એપ્લિકેશનનો કેટલી વાર સુધી ઉપયોગ થઈ શકે અને કઈ વેબસાઇટ ઓપન કરી શકાય એ નક્કી કરવું. આ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પરવાનગી પણ કાઢી નાખવી.

સ્ક્રીન ટાઇમ ઇન્ટરવલ :  આ માટે સ્ક્રીનટાઇમમાં ચોક્કસ સમય ફિક્સ રાખવો. બાળક એક સમયે દસ અથવા તો પંદર મિનિટથી વધુ મોબાઇલ અથવા તો ટેબ્લેટ ન જોઈ શકે એ માટે સ્ક્રીનટાઇમ ફિક્સ કરવો. ત્યાર બાદ ચોક્કસ સમય બાદ જ ફરી એનો ઉપયોગ કરી શકે એ નક્કી કરવું.

એજ્યુકેશનલ એપ્સ : આજ કાલ ઘણી એજ્યુકેશનલ એપ્લિકેશન ઉપલબ્ધ છે. આથી ડિવાઇઝમાં એવી એપ્લિકેશનનો સમાવેશ કરવો જે ગેમ પણ હોય અને એમાંથી શીખવા પણ મળે. ઉદાહરણ તરીકે વર્ડગેમ્સ. આ દ્વારા બાળકને નવા શબ્દો શીખવા પણ મળે અને એ ગેમ પણ હોય.


Google NewsGoogle News