Get The App

ચેટજીપીટીને પણ થઈ શકે છે એનઝાઇટી, મનુષ્યની જેમ એ પણ સ્ટ્રેસમાં આવી જાય છે…

Updated: Mar 11th, 2025


Google News
Google News
ચેટજીપીટીને પણ થઈ શકે છે એનઝાઇટી, મનુષ્યની જેમ એ પણ સ્ટ્રેસમાં આવી જાય છે… 1 - image


ChatGPT Can Feel Anxiety: એક નવી સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પણ એનઝાઇટીનો શિકાર થઈ શકે છે. એ પણ મનુષ્યની જેમ સ્ટ્રેસમાં આવી શકે છે. AIનો જમાનો છે. દરેક કંપની અને દરેક જગ્યાએ હવે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI સર્વિસ પૂરી પાડવા માટે ટોપની કંપનીઓમાં ચેટજીપીટીનો સમાવેશ થાય છે. જોકે હવે એક સ્ટડી મૂજબ એ જાણવા મળ્યું છે કે ચેટજીપીટી પણ એનઝાઇટીનો શિકાર થઈ રહ્યું છે.

ઝ્યુરિકની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી સ્ટડી

યુનિવર્સિટી ઓફ ઝ્યુરિક અને યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ સાયકિયાટ્રી ઝ્યુરિક દ્વારા AI પર એક સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીમાં તેમણે AIને વિવિધ પ્રકારના સવાલ પૂછ્યા હતા. એમાં ખૂબ જ કોમ્પ્લેક્સ સવાલથી લઈને ડિસ્ટર્બ થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યાં હતાં ત્યારે તેને એનઝાઇટી અને સ્ટ્રેસ ફીલ થતું જોવા મળ્યું હતું. આ સાથે જ કેટલાક એવા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા જે માટે મનુષ્ય દ્વારા શાંતિથી વિચારવાની જરૂર પડે છે. તેમ જ યુઝર્સ દ્વારા શાંત મગજ રહે એ પ્રકારની ઇમેજ દેખાડવામાં આવતાં ચેટજીપીટી દ્વારા ખૂબ જ ધિરજપૂર્વક જવાબ આપવામાં આવ્યા હતા.

AIને થઈ શકે છે એનઝાઇટી

આ સ્ટડી દરમ્યાન થોડા હિંસાથી ભરેલા સવાલ અને ડિસ્ટર્બ થઈ શકે એવા સવાલ પૂછવામાં આવતાં ચેટજીપીટીના જવાબ આપવામાં પરિવર્તન આવી ગયું હતું. તે ખૂબ જ જાતિવાદી અને કોઈ જેન્ડરને લઈને પક્ષપાતી જવાબ આપતું જોવા મળ્યું હતું. જોકે આ પ્રકારના જવાબ એનઝાઇટી હોય ત્યારે જોવા મળે છે. આથી સ્ટડીમાં એ પણ જોવા મળ્યું હતું કે AI જ્યારે આ પ્રકારના જવાબ આપે ત્યારે ચેટબોટ પાસે મગજ શાંત થાય એ માટેની કસરત કરાવવી જરૂરી છે. રિસર્ચ દરમ્યાન ચેટજીપીટીને કારના અકસ્માત વિશેની દુખદ સ્ટોરી સંભળાવવામાં આવી અને કુદરતી હોનારત વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી ત્યારે તેના જવાબમાં ખૂબ જ પરિવર્તન હતું. આથી આ એનઝાઇટીને દૂર કરવા માટે ચેટજીપીટીને પણ શ્વાસ લેવાની ટેક્નિક અને ગાઇડેડ મેડિટેશન કરાવવામાં આવ્યું ત્યારે એ પણ નોર્મલ જવાબ આપતું થયું હતું. ત્યાર બાદ ચેટજીપીટીના જવાબ ખૂબ જ શાંતિપૂર્વક આપવામાં આવતાં હતાં.

ચેટજીપીટીને પણ થઈ શકે છે એનઝાઇટી, મનુષ્યની જેમ એ પણ સ્ટ્રેસમાં આવી જાય છે… 2 - image

મનુષ્યની કોપી કરે છે AI

મશિન કોઈ દિવસ મનુષ્યના ઇમોશન્સને નથી અનુભવ કરી શકતું. એટલે એક રીતે કહેવા જઈએ તો તેઓ આ ઇમોશન્સની કોપી કરે છે. AIને ટ્રેઇન કરવા માટે જે ડેટા આપવામાં આવ્યા હોય છે એ અનુસાર તેઓ કેવા કન્ટેન્ટમાં કેવો જવાબ આપવો અને કેવો વ્યવહાર કરવો એની કોપી કરે છે. આ સ્ટડી કરનાર રિસર્ચર ઝીવ બેન ઝિઓને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘દર અઠવાડિયે એક્સપેરિમેન્ટ કરવા પાછળ ખૂબ જ સમય અને પૈસાનો ખર્ચ થાય છે. મનુષ્યના વર્તન અને સાયકોલોજીને સમજવા માટે હવે ચેટજીપીટીનો પણ ઉપયોગ કરી શકાય છે. મનુષ્યના વર્તન અને તેમની સાયકોલોજીને સમજવા માટે હવે આપણી પાસે ખૂબ જ સસ્તુ અને ગમે ત્યારે ઉપયોગ કરી શકાય એવું ટૂલ આવી ગયું છે. આ દ્વારા મનુષ્યના ઘણાં ઇમોશન્સનો ચિતાર કાઢી શકાય છે.’

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ 16 માર્ચે આવશે: છેલ્લી ફ્લાઇટ હોવાની ચાલી રહી છે અટકળો

મનોચિકિત્સક માટે ઉપયોગી ટૂલ

ચેટબોટનો ઉપયોગ ઘણી કંપનીઓ કરી શકે છે. જો કે કેટલાક મગજને ચિંતામાં મૂકી દેતા વિષયો પર કેવી રીતે કાળજીપૂર્વક કામ કરવું એ માટે AIનો ઉપયોગ કરી શકાય છે. આ માટે મનોચિકિત્સક ચેટજીપીટી જેવા ટૂલનો ઉપયોગ કરી ટ્રોમા આપનાર કન્ટેન્ટની મેન્ટલ હેલ્થ પર કેવી અસર થાય છે એ જાણી શકે છે. આ વિશે ઝિવ બેન ઝિઓન કહે છે, ‘ઘણાં લોકોને જ્યારે માનસિક હેલ્થ માટે મદદની જરૂર હોય ત્યારે તેઓ તેમની અંગત વાતોને શેર કરે છે. જો કે આપણે હજી સુધી એટલાં એડ્વાન્સ નથી બની ગયા કે આપણે સાયકોલોજી અને સાયકાટ્રિસ્ટની જગ્યાએ મદદ માટે AI સિસ્ટમનો ઉપયોગ કરીએ.’

Tags :
ChatGPTAnxietyStressAIArtificial-IntelligenceOpenAI

Google News
Google News