Get The App

રેલવેથી કારકિર્દીની શરૂઆત કરનારા સંજીવ શર્મા IIT સ્ટુડન્ટ, હાલ SpaceXમાં પ્રિન્સિપલ એન્જિનિયર

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
રેલવેથી કારકિર્દીની શરૂઆત કરનારા સંજીવ શર્મા IIT સ્ટુડન્ટ, હાલ SpaceXમાં પ્રિન્સિપલ એન્જિનિયર 1 - image


Indian Railway To SpaceX: સોશિયલ મીડિયા પર હાલમાં એક લિન્કડઇન પ્રોફાઇલ વાઇરલ થઈ છે. આ પ્રોફાઇલ ભારતના સંજીવ શર્માની છે. સંજીવ શર્મા હાલમાં ઇલોન મસ્કની SpaceX કંપનીમાં પ્રિન્સિપલ એન્જિનિયર છે. તેમની કારકિર્દી ખૂબ જ રસપ્રદ રહી છે અને એથી જ તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ છે.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

સંજીવ શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, રૂડકી, ઉત્તરાખંડમાંથી મિકેનિકલ એન્જિનિયરીંગમાં બેચલર ડિગ્રી મેળવી હતી. તેમ જ, તેમણે યુનિવર્સિટી ઓફ કોલોરાડો, બોલ્ડરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

આ પણ વાંચો: મેટા કંપનીની સતત ત્રીજા વર્ષે છટણી: વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સની ટીમ પર પડી અસર

કરીઅરનો પ્રારંભ

સંજીવ શર્માએ 1990માં ઇન્ડિયન રેલવે સાથે તેમની કરીઅરનો પ્રારંભ કર્યો હતો. તેમણે ઇન્ડિયન રેલવેમાં 11 વર્ષ અને એક મહિના સુધી કામ કર્યું હતું. ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયરથી શરૂ કરીને ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર સુધીનો પ્રવાસ કર્યો હતો. 2002માં તે અમેરિકા ગયા, જ્યાં 2003થી 2012 સુધી તેમણે સીગેટ ટેક્નોલોજી સાથે કામ કર્યું. તેમણે ત્યાં સ્ટાફ મિકેનિકલ એન્જિનિયર તરીકે શરૂઆત કરીને સિનિયર એન્જિનિયરિંગ મેનેજર તરીકે સેવા આપી. 2013માં તેઓ ઇલોન મસ્કની SpaceXમાં ડાયનામિક્સ એન્જિનિયર તરીકે જોડાયા. તેમના પ્રદાનમાં રોકેટના પ્રથમ સ્ટેજ બૂસ્ટરની પુનઃપ્રાપ્તિ અને પુનઃઉપયોગ માટેના કામનો સમાવેશ થાય છે. 2018ની નવેમ્બરમાં તેમણે SpaceXથી વિદાય લીધી અને મેટરોનેટ ઇન્કમાં હેડ ઓફ વ્હિકલ એન્જિનિયરિંગ અને ત્યારબાદ હેડ ઓફ ટેક્નોલોજી તરીકે જોડાયા.

રેલવેથી કારકિર્દીની શરૂઆત કરનારા સંજીવ શર્મા IIT સ્ટુડન્ટ, હાલ SpaceXમાં પ્રિન્સિપલ એન્જિનિયર 2 - image

પ્રિન્સિપલ એન્જિનિયર

2022માં મેટરોનેટ ઇન્કથી વિદાય લઈ સંજીવ ફરી SpaceXમાં પ્રિન્સિપલ એન્જિનિયર તરીકે જોડાયા અને હજી પણ ત્યાં જ કામ કરી રહ્યા છે. સ્ટારશિપ ડાયનામિક્સ માટે તેઓ પ્રિન્સિપલ એન્જિનિયર તરીકે સેવા આપી રહ્યા છે. SpaceX દ્વારા હાલ સ્ટારશિપની પાંચમી ટેસ્ટ દરમિયાન ભૂમિકા નિભાવવાની સાથે તે મિશનના મુખ્ય અંગ છે. SpaceXએ ટાવર પરથી લોન્ચ કરેલા બૂસ્ટરને જમીન પર પાછા લેન્ડ કરાવવાની પહેલીવાર સફળતા પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિમાં સાંજીવ શર્માનું યોગદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું, જેના કારણે તેમની લિન્કડઇન પ્રોફાઇલ ખૂબ જ વાઇરલ થઈ છે.


Google NewsGoogle News