બ્રહ્માંડનો અદભૂત નજારો, તારાઓ ફૂટીને કાચની જેમ વેરાઈ ગયા, સ્પેસ એજન્સીએ શેર કર્યો વીડિયો
યુરોપિયન સ્પેસ એજન્સીએ સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે
James Webb Space Telescope: યૂનિવર્સ એટલે કે બ્રહ્માંડ એક એવી જગ્યા છે, જે અનેક રહસ્યોથી ભરેલી છે. બ્રહ્માંડમાં દરરોજ એક નવા ગ્રહની શોધ થાય છે. જેની તસવીરો વૈજ્ઞાનિકો દ્વારા અવારનવાર શેર કરવામાં આવે છે. આ તસવીરોમાં ક્યારેક બ્રહ્માંડમાં પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે તો ક્યારેક તેનું વિકરાળ સ્વરૂપ.
યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. જેમાં અવકાશનો ક્યારેય ન જોયા હોય તેવો નજારો જોવા મળ્યો છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કેપ્ચર કરાયેલી આ તસવીરોમાં એક તારાના સુપરનોવા ટુકડા જોવા મળે છે જે કાચની જેમ વિસ્ફોટ થઈને વેરાઈ જાય છે.
ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ લગભગ 17 કલાક પહેલા શેર કરવામાં આવી હતી. પોસ્ટને ત્યારથી 27,000 લાઈક મળી છે અને લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘આ કેવું અદ્ભુત દ્રશ્ય છે તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. આ એકદમ આશ્ચર્યજનક છે. જો કે હું તમારા ઘણી તસવીરો સમજી શકતો નથી, પણ આ સુંદર છે.’