Get The App

એન્ડ્રોઈડ મોબાઈલની થઈ શકે છે જાસૂસી! ગૂગલ પ્લે સ્ટોર પર બે Appમાં ખતરનાક વાયરસ

હુમલાખોરો દ્વારા નિયંત્રિતવાળા સર્વર્સને યુઝર્સની પ્રસનલ માહિતી મોકલી રહ્યા હતા.

નામ, યુજર્સ ID, કોન્ટેક્ટ્સ અને ફોન નંબરથી લઈને પ્રસનલ ચેટ મેસેજો સુધીની દરેકનો સમાવેશ

Updated: Sep 12th, 2023


Google NewsGoogle News
એન્ડ્રોઈડ મોબાઈલની થઈ શકે છે જાસૂસી! ગૂગલ પ્લે સ્ટોર પર બે Appમાં ખતરનાક વાયરસ 1 - image
Image Freepic 

તા. 12 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

એન્ડ્રોઈટ સ્માર્ટફોન યુજર્સ માટે કોઈ પણ એપ ડાઉનલોડ કરવા માટે સૌથી સુરક્ષિત પ્લેટફોર્મ ગુગલ પ્લે સ્ટોર માનવામાં આવે છે પરંતુ કેટલીકવાર તેના પર ખતરનાક માલવેયરવાળી એપ્સ પહોચી જાય છે. સાયબર સુરક્ષા રિસર્ચર્સને હવે ગુગલના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ Telegram અને Signal એપમાં કેટલાક એવા વર્ઝન સામે આવ્યા છે જે સ્પાઈવેર-ઈનફેક્ટેડ છે. એટલે કે આ એપ દ્વારા એન્ડ્રોઈડ ડિવાઈસિસની જાસુસી થઈ શકે છે. 

આ ફેક એપ્સને લોકપ્રિય મેસેજિંગ એપના નામે ફાયદો ઉઠાવવા માટે લાખો યુજર્સ સુધી ફેલાવો કર્યો છે

સાયબર સિક્યોરિટી કંપની Kaspersky એ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે આ ફેક એપ્સને લોકપ્રિય મેસેજિંગ એપના નામે ફાયદો ઉઠાવવા માટે લાખો યુજર્સ સુધી પહોચાડવા આવી રહ્યુ છે. જેમા સ્પાઈવેરના કારણે ખતરનાક ફિચર્સ છે અને તે હુમલાખોરો દ્વારા નિયંત્રિતવાળા સર્વર્સને યુઝર્સની પ્રસનલ માહિતી મોકલી રહ્યા હતા. આ માહિતીમાં નામ,  યુજર્સ ID, કોન્ટેક્ટ્સ અને ફોન નંબરથી લઈને પ્રસનલ ચેટ મેસેજો સુધીની દરેકનો સમાવેશ કરવામાં આવે છે.

વધુ સારી સુવિધાઓના દાવાને કારણે ડાઉનલોડ્સમાં વધારો થયો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેલીગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સથી ઓળખ બનાવી હુમલાખોરો યુઝર્સને આકર્ષવામાં સફળ રહ્યા હતા. ઈનફેક્ટેડ  એપ્સના ડિસ્કિપ્શનમાં કેહવામા આવ્યું હતું કે તેઓ ઓફિશિયલ એપ્સ કરતાં વધારે સારા ફિચર્સની ઓફર કરી રહ્યા છે. ડેવલપરે દાવો કર્યો હતો કે અન્ય ગ્રાહકોની તુલનામાં તેની વધારે સારી હોવાના કારણે તેમના વિશ્વભરમાં ફેલાયેલા ડેટા સેન્ટરનું નેટવર્ક છે. સરળ ભાષામાં સમજીએ તો આ  એપ્સ ટેલિગ્રામ ક્લોન્સ તરીકે ડિવાઈસેસ સુધી પહોંચે છે.



Google NewsGoogle News