SpaceXના ફ્રેમ2 મિશને પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોનો અદ્નભૂત નજારો દર્શાવતો વીડિયો રજૂ કર્યો
SpaceX Frame 2 Mission Video: ઈલોન મસ્કના SpaceX દ્વારા ફ્રેમ2 મિશન લોન્ચ થયાના કલાકોમાં જ સ્પેસ એજન્સીએ અવકાશમાંથી પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોનો નજારો દર્શાવતો વીડિયો રજૂ કર્યો હતો. ફ્રેમ2 મિશનમાં ચાર ખાનગી અંતરિક્ષયાત્રીઓને પૃથ્વીની ધ્રુવથી ધ્રુવ ભ્રમણકક્ષા માટે મોકલવામાં આવ્યા છે. ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસમાંથી ફાલ્કન 9 લોન્ચ વ્હિકલ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ પહેલી વખત કોઈ માનવીએ પૃથ્વીના ધ્રુવોની ઉપર ઉડાન ભરી છે.
સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સુલ ફાલ્કન 9 લોન્ચ વ્હિકલમાંથી સફળતાપૂર્વક છૂટું પડ્યા બાદ ક્રૂએ તેમના અનન્ય વેન્ટેજ પોઈન્ટ પરથી અદ્ભૂત ફોટો લીધા હતા. સ્પેસએક્સ દ્વારા વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અવકાશમાંથી પૃથ્વીના દક્ષિણ અને ઉત્તર ધ્રુવો પર 90 ડિગ્રીના ઢોળાવ પર ભ્રમણકક્ષાના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા.
SpaceXના સીઈઓ ઈલોન મસ્કે વીડિયો શેર કરતાં કેપ્શન લખી હતી કે, આ પહેલી વાર બન્યું છે, જેમાં માનવી પૃથ્વીના ધ્રુવોની આસપાસની ભ્રમણકક્ષામાં છે.
બિટકોઈન માઈનિંગ કંપનીના સ્થાપક ચીનના માલ્ટિઝ રોકાણકાર ચુન વાંગ ફ્રેમ-2 મિશનના બેન્કરોલર અને કમાન્ડર હતાં. સોમવારે બપોરે ચાર ક્રુ સભ્યોને ટેસ્લાના કાફલામાં લોન્ચપેડ સુધી લઈ જવામાં આવ્યા હતાં. જે પોલીસ એસ્કોર્ટ સાથે ફ્લોરિડાના કેપ કેનાવેરલના રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી. સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ સ્ટારલિંક મિશન પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.