Get The App

સ્પેસમાં બહુ જલદી થઈ શકે છે પાઇરેટ્સનો હુમલો : જાણો કોણ છે એ?

Updated: Mar 27th, 2025


Google News
Google News
સ્પેસમાં બહુ જલદી થઈ શકે છે પાઇરેટ્સનો હુમલો : જાણો કોણ છે એ? 1 - image


Space Pirates Are Now Reality: સ્પેસને એક્સપ્લોર કરવાના પ્રોગ્રામ હવે ખૂબ જ વધી રહ્યાં છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશો વિવિધ પ્રોગ્રામ્સ પર કામ કરી રહ્યાં છે. સ્પેસને એક્સપ્લોર કરવા માટે એક પછી એક મિશન શરૂ થઈ રહ્યા છે. પરંતુ, આ દેશો હવે સ્પેસ પાઇરેટ્સના ખતરો સામે જાગૃત થઈ રહ્યા છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ સ્પેસ ક્રાઇમ, પોલીસી અને ગવર્નન્સ (CSCPG) આ મુદ્દા પર તપાસ કરી રહ્યું છે અને કેટલો ખતરો છે અને તે કેવી રીતે થઈ શકે છે, તે અંગે ચકાસણી ચાલી રહી છે. CSCPGના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્ક ફેલ્ડમેન અને સાયબરસિક્યોરિટી નિષ્ણાત હ્યુ ટેલરના જણાવ્યા મુજબ સેટેલાઇટ્સને હેક કરવાનું પ્લાનિંગ હવે ઊજાગર થઈ રહ્યું છે.

પાઇરેટ્સના ખતરાના સંકેત

માર્ક ફેલ્ડમેને હમણાં જ હ્યુ ટેલર સાથે મળીને ‘સ્પેસ પાઇરસી: પ્રીપેરિંગ ફોર અ ક્રિમિનલ ક્રાઇસિસ ઇન ઓરબિટ’ નામની બુક લખી છે. આ બુકમાં તેમણે સ્પેસ પાઇરસી વિશે ચર્ચા કરી છે કે કેવી રીતે સેટેલાઇટ્સ પર હુમલો થઈ શકે છે. નજીકના ભવિષ્યમાં સ્પેસમાં જે પણ સેટેલાઇટ્સ છે, તે પર શારીરિક અને ડિજિટલ હુમલાની શક્યતા છે. આ વિશે માર્ક ફેલ્ડમેન કહે છે, “હમણાં જ સમય છે કે આપણે સ્પેસમાં થતી પાઇરસીને કેવી રીતે અટકાવવી અને તેને કેવી રીતે સુરક્ષિત રાખવી તેની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.”

સ્પેસમાં બહુ જલદી થઈ શકે છે પાઇરેટ્સનો હુમલો : જાણો કોણ છે એ? 2 - image

સ્પેસ પાઇરસી સામે પ્રોટેક્શન

હ્યુ ટેલરનું માનવું છે કે સ્પેસ પાઇરસી સામે લડવા માટે હવે એક ખાસ એજન્સી બનાવવી અનિવાર્ય છે. આ માટે અમેરિકાની સ્પેસ ફોર્સ એક ઍજન્સી સ્થાપિત કરી શકે છે અથવા તો તે મોખરું કામ કરી શકે છે. સાથે, અમેરિકાની ઇન્ટેલિજન્સ કમ્યુનિટી સાથે મળી આ મુદ્દા પર ચોક્કસ પગલાં લેવાની વાત કરવામાં આવી છે. આ સાથે યુનાઇટેડ નેશન્સ ફોર આઉટર સ્પેસ અફેર્સને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવું જરૂરી છે. યુનાઇટેડ નેશન્સ વિવિધ દેશોને એકત્ર કરીને આ ખતરા સામે લડવા માટે મદદ કરી શકે છે.

આ પણ વાંચો: ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ: ન્યુ પમબન બ્રિજ કેવી રીતે કાર્ય કરશે?

સેટેલાઇટ્સને હેક કરવાની શક્યતા

માર્ક ફેલ્ડમેનના જણાવ્યા મુજબ સ્પેસ પાઇરસી પાછળથી ઘણી ઘટનાઓ ઉભી થઈ શકે છે. તેમાંથી એક છે સેટેલાઇટ્સને હાઇજેક કરવી. આ જ પરિસ્થિતિ કોઈ મોટી ગ્લોબલ મીડિયા ઇવેન્ટ દરમ્યાન પણ થઈ શકે છે, જ્યાં બ્રોડકાસ્ટિંગ સેટેલાઇટ્સને હેક કરવાનો જોખમ ઊજાગર થાય છે. આવા જોખમો સામે લડવા માટે રેપિડ એક્શન ટીમ અને નવીનતમ ટેક્નોલોજીની જરૂરીયાત છે. ફેલ્ડમેનના જણાવ્યા મુજબ આ ક્રાઇમ જો થાય, તો ટેક્નોલોજીની દુનિયામાં મોટા બદલાવ આવી શકે છે. સ્પેસમાં હથિયારોથી ભરેલું નાનકડું યાન પણ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ વિશે ફેલ્ડમેન કહે છે, 'હમણાં, આપણી પાસે કોઈ પણ પ્રકારના હુમલા સામે તરત જ પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય સુવિધા નથી, જે હોવી જરૂરી છે.'

Tags :