દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ બનાવ્યું ફ્લેક્સિબલ ઈન્જેક્શન, જાણો કઈ રીતે કરે છે કામ

દાવો કરવામાં આવ્યો છે કે આ ઈન્જેક્શન લગાવવાથી કોઈપણ પ્રકારનો દુખાવો થતો નથી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ બનાવ્યું ફ્લેક્સિબલ ઈન્જેક્શન, જાણો કઈ રીતે કરે છે કામ 1 - image
Imsge Social Media

તા. 22 નવેમ્બર 2023, બુધવાર 

flexible injection: નાનપણમાં આપણે સૌ ઈન્જેક્શનની સોયથી ડરતા ખૂબ જ ડરતા હતા, કેટલાક બાળકો ડોક્ટરની સોયનું નામ સાંભળીને રોવા લાગતા હોય છે. આ કેટલાક મોટા લોકોને પણ હોય છે. પરંતુ હવે દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એવી કમાલ કરી છે કે, કદાચ આવનારી પેઢીને ઈન્જેક્શનનો ડર ખત્મ થઈ જશે. આવો આજે તમને આ ફ્લેક્સિબલ ઈન્જેક્શન કેવી રીતે બન્યુ અને શું તેનાથી ખરેખર દુખાવો નહી થાય. 

કેવી રીતે બન્યું છે ફ્લેક્સિબલ ઈન્જેક્શન

અમે જે ફ્લેક્સિબલ ઈન્જેક્શનની વાત કરી રહ્યા છીએ તે સાઉથ કોરિયાના એડવાન્સ ઈન્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ બનાવ્યુ છે. તેને લઈને દાવો કરવામાં આવ્યો છે કે આ ઈન્જેક્શન લગાવવાથી કોઈપણ પ્રકારનો દુખાવો થતો નથી. 

કેવી રીતે કામ કરે છે આ ઈન્જેક્શન

દક્ષિણ કોરિયાના એડવાન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ ઈન્જેક્શન ગેલિયમ નામના રસાયણમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. અને એ જ કારણથી જ્યારે તેને તમારા શરીરમાં લગાવવામા આવે છે, ત્યારે તમને દુખાવાનો કોઈ અનુભવ નહી થાય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જ્યારે ઈન્જેક્શન તમારા શરીરમાં જાય છે ત્યારે સંપૂર્ણ રીતે નરમ અને લચીલું બની જાય છે. એટલે ઈન્જેક્શન લગાવ્યા પછી તમને કોઈ દુખાવો કે સોજો નહી આવે. 


Google NewsGoogle News