ગૂગલ પર ભૂલથી પણ આ લાઇન સર્ચ ન કરતાં, નહીંતર બધું હેક થઈ જશે, ઍલર્ટ જાહેર
Google Search Alert: સાયબર ગુનેગારો સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સને ઠગવા માટે રોજ નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. હવે એવા સમાચારો સામે આવી રહ્યા છે કે, હેકર્સ એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેઓ ઇન્ટરનેટ પર ચોક્કસ શબ્દો સર્ચ કરી રહ્યા છે. ત્યારબાદ લિંક પર ક્લિક કરતાં જ તેમની અંગત માહિતી ઓનલાઇન શેર થઈ જાય છે. એટલું જ નહીં, માહિતી તો એવી પણ મળી રહી છે કે, આ પ્રોગ્રામની મદદથી કોમ્પ્યુટરનું નિયંત્રણ પણ યુઝર પાસેથી છીનવી લેવામાં આવે છે.
શું છે મામલો
મીડિયા અહેવાલ પ્રમાણે સાયબર સિક્યોરિટી કંપની SOPHOS દ્વારા ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, જે લોકો ગૂગલ પર Are Bengal Cats legal in Australia? સર્ચ કરી રહ્યા છે તેમનો અંગત ડેટા કથિત રીતે ઓનલાઇન પોસ્ટ થઈ રહ્યો છે. આવું સર્ચ કર્યા બાદ મળનારી પ્રથમ લિંક પર ક્લિક કરવાથી થઈ રહ્યું છે.
કંપનીનું કહેવું છે કે, 6 શબ્દો સર્ચ કરનારા યુઝર્સ પર સાયબર અટેકનો શિકાર બનવાનું જોખમ વધી જાય છે. SOPHOS એ જણાવ્યું હતું કે, 'કાયદેસર માર્કેટિંગ તરીકે રજૂ કરવામાં આવેલી લિંક્સ અથવા મેલીશિયસ એડવેર પર ક્લિક કરવા માટે યુઝર્સને લલચાવવામાં આવે છે. આ મામલામાં કાયદેસર ગૂગલ સર્ચ દ્વારા આવું કરવામાં આવી રહ્યું છે. જાહેર કરવામાં આવેલા ઍલર્ટ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે, હેકર્સ દ્વારા એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેઓ ખાસ કરીને Australiaને સર્ચમાં સામેલ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભારતની જાણીતી એરલાઇન્સ બની જશે ઈતિહાસ, એર ઈન્ડિયામાં થવા જઈ રહ્યું છે મર્જર
SOPHOS એ કહ્યું કે, જ્યારે યુઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે તો તેમની પ્રાયવેટ અને બૅંકની જાણકારી Gootloader નામના એક પ્રોગ્રામની મદદથી ઓનલાઇન શેર થઈ જાય છે.
SEO poisoningથી બનાવી રહ્યા નિશાન
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાયબર ગુનેગારો SEO poisoningની રીતનો ઉપયોગ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનો અર્થ એક એવી ટૅક્નોલૉજી સાથે છે જેની મદદથી ગુનેગાર સર્ચ એન્જિનના પરિણામમાં છેડછાડ કરીને એ વેબસાઇટ્સને ઉપર પહોંચાડી દે છે જેને તેઓ ચલાવી રહ્યા છે. SOPHOSએ જણાવ્યું કે, તેના શિકાર બનેલા યુઝર્સે તરત જ પોતાનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ.