Get The App

‘કોનકોર્ડ’ ગેમને બનાવતા લાગ્યા આઠ વર્ષ, બંધ થઈ 14 દિવસમાં

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
‘કોનકોર્ડ’ ગેમને બનાવતા લાગ્યા આઠ વર્ષ, બંધ થઈ 14 દિવસમાં 1 - image


Concord Game: સોની દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ઓનલાઇન શૂટર ગેમ ‘કોનકોર્ડ’ને બંધ કરી દીધી છે. આ ગેમ 23 ઓગસ્ટે લોન્ચ થઈ હતી અને 14 દિવસમાં જ એને બંધ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બરથી આ ગેમ ઓનલાઇન જોવા નહીં મળે. કમ્પ્યુટર અથવા તો પ્લેસ્ટેશન 5 માટે જેમણે પણ આ ગેમ ખરીદી હશે તેમને રીફંડ કરવામાં આવશે.

પર્ફોર્મન્સનો અભાવ

‘કોનકોર્ડ’ ગેમની ખરીદી જોઈએ એવી નહોતી. ખૂબ જ નિરાશાજનક વેંચાણ રહ્યું હોવાથી એને બંધ કરવામાં આવી છે. કમ્પ્યુટર અને પ્લેસ્ટેશન 5 બન્ને મળીને અંદાજે ફક્ત 25000 કોપી વેંચાઈ હોવાનું અનુમાન છે. પ્લેસ્ટેશન 5ના જેટલા પણ એક્ટિવ મેમ્બર છે એમાંના ફક્ત 0.2 ટકા લોકોએ આ ગેમ રમી હશે. ગયા સોમવારે આ ગેમનો ક્રમાક ગેમના લિસ્ટમાં 147મો હતો.

‘કોનકોર્ડ’ ગેમને બનાવતા લાગ્યા આઠ વર્ષ, બંધ થઈ 14 દિવસમાં 2 - imageઅન્ય ગેમ્સે મારી બાજી

પ્લેસ્ટેશન માટેની ટ્રોફી ટ્રેકિંગ સાઇટ PSNપ્રેફાઇલ્સે હાલમાં જ એક આંકડો રજૂ કર્યો છે. આ આંકડા મૂજબ ‘કોનકોર્ડ’ના 1300 પ્લેયર્સ હતા. બીજી તરફ ‘સ્ટાર વોર્સ આટલોસ’ના 4300 અને ‘બ્લેક મિથ : વુકોંગ’ના 16000 પ્લેયર્સ હતા. ‘કોનકોર્ડ’ જ્યારે લોન્ચ કરવામાં આવી હતી ત્યારે જ તે ગેમર્સમાં ઉત્સુકતા ઊભી નહોતી કરી શકી.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર હવે કરી શકાશે કમેન્ટ, જુઓ કેવી રીતે કામ કરે છે આ ફીચર

આઠ વર્ષની મહેનત પર 14 દિવસમાં ફર્યુ પાણી

આ ગેમને ફાયરવોક સ્ટુડિયોસ દ્વારા બનાવવામાં આવી છે. આ કંપની 2018માં બનાવવામાં આવી હતી અને એને ગયા વર્ષે જ સોનીએ ખરીદી લીધી હતી. આ કંપની છેલ્લા આઠ વર્ષથી આ ગેમ બનાવી રહી હતી. સોની અને ફાયરવોક આ ગેમમાં શું બદલાવ કરવામાં આવે તો ગેમર્સને પસંદ પડશે એના પર મગજ ઘસી રહ્યાં છે. ભવિષ્યમાં એને ફરી રિવાઇવ કરવામાં આવે એવી શક્યતા છે.


Google NewsGoogle News