Get The App

કોઇએ તમારો ન્યુડ ફોટો વાયરલ કરી દીધો છે? તો આ રીતે હટાવી શકાશે

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
કોઇએ તમારો ન્યુડ ફોટો વાયરલ કરી દીધો છે? તો આ રીતે હટાવી શકાશે 1 - image

Image:Freepik

નવી દિલ્હી,તા. 7 ડિસેમ્બર 2023, ગુરુવાર 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં કોઈપણ વ્યક્તિનો ન્યુડ ફોટો બનાવી શકાય છે. દરરોજ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે આવા કિસ્સા મહિલાઓ સાથે વધુ બને છે.  જેમાં લોકોના ડીપ ફેક ફોટા બનાવીને વાયરલ કરવામાં આવે છે. ડીપફેક શબ્દ પહેલી વાર સાઉથની એકટ્રેસ અને નેશનલ ક્રશ રરશ્મિકા મંદાનાના વાયરલ થઇ રહેલા ડીપફેક વીડિયોથી ચર્ચામાં આવ્યો હતો.  જે બાદ સારા તેંડુલકર અને કાજોલ તેમજ આલિયા ભટ્ટ પણ આનો શિકાર બની હતી. 

AI વડે બનાવેલા ફોટા એકદમ વાસ્તવિક લાગે છે. તેથી જ લોકોને બદનામીનો ડર લાગે છે. એકવાર ઈન્ટરનેટ પર કોઈ વસ્તુ વાયરલ થઈ જાય તો તેને દૂર કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જો કે, જો કોઈએ તમારી સેલ્ફી ઇન્ટરનેટ પર વાયરલ કરી છે, તો તેને દૂર કરવાની એક રીત છે.

AI દ્વારા તમારા સાચા ફોટાને વાંધાજનક ફોટામાં બદલી નાંખવામાં આવે છે. સાયબર ગુનેગારો આવા ન્યુડ ફોટા પાડીને બ્લેકમેઈલીંગ કરવા માટે વાયરલ કરે છે. 

તો જો તમારો કે તમારા કોઇ જાણીતાનો ફોટો આવી રીતે વાયરલ કરવામાં આવ્યો છે તો આ વેબસાઇટની મદદથી તમે તેને હટાવી શકો છો.

કોઇએ તમારો ન્યુડ ફોટો વાયરલ કરી દીધો છે? તો આ રીતે હટાવી શકાશે 2 - image

આ પોર્ટલ મદદ કરશે

જો કોઈ તમારો ન્યુડ ફોટો બનાવીને તમને ધમકી આપે તો તરત જ StopNCII.org વેબસાઈટ પર જાઓ. આ એક ફ્રી ટૂલ છે જે એવા લોકોને મદદ કરે છે જેમના ન્યુડ ફોટા અથવા વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.આ વેબસાઈટનો દાવો છે કે, તે ઈન્ટરનેટ પરથી વાંધાજનક ફોટાને દૂર કરે છે જે તમારી પરવાનગી વિના શેર અથવા અપલોડ કરવામાં આવે છે. , તેને ક્યારેક 'ડિજિટલ ફિંગરપ્રિન્ટ' પણ કહેવામાં આવે છે. StopNCII આ હૈશ વેલ્યુને પાર્ટનર કંપનીઓની સાથે શેર કરે છે. જેનાથી ઇમેજ શોધવા અને હટાવવામાં મદદ મળે છે. 

આ રીતે વાંધાજનક તસવીર દૂર કરી શકાશે

તમારા એડિટેડ અથવા ન્યુડ ફોટા ઇન્ટરનેટ પરથી દૂર કરવા માટે, તમારે StopNCII પોર્ટલ પર કેસ નોંધવો પડશે. અહીં તમારે તે ફોટા અને વીડિયો અપલોડ કરવાના છે જેને તમે ડિલીટ કરવા માંગો છો. આ ઉપરાંત, તમારે ઓરિજિનલ ફોટો-વિડિયો પણ આપવાનો રહેશે, જેમાં ન્યૂડ કન્ટેન્ટ બનાવવા માટે છેડછાડ કરવામાં આવી છે. તમે આ પોર્ટલ પર કેસની સ્થિતિ પણ જોઈ શકશો.

સ્ટોપએનસીઆઈઆઈ પોર્ટલ શું છે?

StopNCII પોર્ટલ રીવેન્જ પોર્ન હેલ્પલાઈન (RPH) દ્વારા ચલાવવામાં આવે છે. આ એક આંતરરાષ્ટ્રીય ચેરિટી સંસ્થા છે. RPH દાવો કરે છે કે, તેમણે હજારો પીડિતોને મદદ કરી છે અને તેની રિમુવલ રેટ 90 ટકા છે. RPH એ ઇન્ટરનેટ પરથી 2 લાખથી વધુ વાંધાજનક તસવીરો હટાવી દીધી છે.


Google NewsGoogle News