Get The App

ટુરની મજા વધારે તેવી કેટલીય ટિપ્સ

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ટુરની મજા વધારે તેવી કેટલીય ટિપ્સ 1 - image


- rËðk¤eLke hòyku þY Úkðk{kt Au íÞkhu fux÷ef {òLke ðkíkku...

આજથી, અથવા એ પહેલાંથી જ, તમે દિવાળીની રજાઓના મૂડમાં આવી ગયા હશો. દિવાળી પહેલાં કે પછી તરત જ ક્યાંક ફરવા જવાનું તમારું પ્લાનિંગ હશે. એવું કોઈ મોટું પ્લાનિંગ ન હોય, તમે ઘરમાં જ સ્વજનો-મિત્રો સાથે દિવાળી ઉજવવાનું નક્કી કર્યું હોય તો પણ, આ દિવસોમાં જેટલો મહિમા રંગોળી, રોશની ને મીઠાઈનો છે, એટલો જ હવે ફોટોગ્રાફીનો છે!

સૌના હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી સૌ કોઈ ‘પ્રોફેશનલ’ ફોટોગ્રાફર બની ગયા છે, પણ રજાઓ પૂરી થાય, ટુર પરથી પાછા આવીએ ત્યારે કોઈ ખરેખર જાણકાર વ્યક્તિ પોતે કેપ્ચર કરેલા ફોટોગ્રાફ બતાવે ત્યારે આપણા મનમાં ચચરાટી થાય - ‘ઉસકી ફોટોઝ મેરે ફોટોઝ સે બેટર કૈસે?!’’

કારણ ફક્ત એટલું હોય છે કે એ વ્યક્તિએ ટુર પહેલાં, સ્માર્ટફોનમાંની કેમેરા એપનાં સેટિંગ્સ ફંફોસ્યાં હોય છે. એ વિશે થોડું ઓનલાઇન રિસર્ચ પણ કર્યું હોય છે, થોડી પ્રેક્ટિસ પણ કરી હોય છે.

અને વાત ફક્ત ફોટોગ્રાફીની નથી. બીજી કેટલીય નાની નાની વાતોની કાળજી લઈએ તો સ્માર્ટફોન આપણી ટુરને ઘણી વધુ આનંદદાયક બનાવી શકે છે. આજે એવી કેટલીક, પાશેરામાં પૂણી જેવી, ટિપ્સ જાણીએ.

xwh{kt MkkuÕsheLkku M{kxo hMíkku - ÂMÃ÷xðkRÍ

આ વખતે વેકેશનમાં બે-ચાર ફેમિલી એક સાથે ટુર પર જઈ રહ્યાં છો? મિત્રો વચ્ચે રૂપિયાનો હિસાબ ન હોય, છતાં, લગભગ તમે ટુરનો જે ટોટલ ખર્ચ થાય તે ટુરના અંતે બધાં ફેમિલી વચ્ચે સરખા ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું હશે. આમાં બે વાતે તકલીફ ઊભી થઈ શકે.

એક, જો કોઈ એક જ મિત્રને માથે સમગ્ર ટુરમાં બધો ખર્ચ કરવાની જવાબદારી નાખીએ અને ટુરના અંતે ભાગે પડતો ખર્ચ તેને આપી દેવાનું નક્કી કરીએ, તો એ મિત્ર બિચારો આખી ટુરમાં એકાઉન્ટન્ટ બની જાય! તેણે બધે પેમેન્ટ કરતા રહેવું પડે અને બધી વાતનો પાક્કો હિસાબ જાળવવો પડે. બીજી તકલીફ એ કે દરેક ફેમિલી પોતાની રીતે ખર્ચ કરતું રહે તો હિસાબ જાળવવો અને ટુરના અંતે બધા સરવાળા-બાદબાકી કરવાનું મુશ્કેલ બને.

આનો સહેલો ઉપાય સ્પ્લિટવાઇઝ (https://www.splitwise.com/) નામની મૂળ અમેરિકાની એક એપ આપે છે. આપણે માત્ર આટલું કરવાનું - દરેક ફેમિલીમાં એક-એક વ્યક્તિએ પોતપોતાના ફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરી લેવાની (એન્ડ્રોઇડ અને આઇફોન બંને માટે અવેલેબલ છે). તેમાં આપણી ટુરનું એક ફોલ્ડર બનાવી લેવાનું અને તે અન્ય મિત્રો સાથે શેર કરી દેવાનું. હવે દરેક ફેમિલી આખી ટુર દરમિયાન જે કોઈ કોમન ખર્ચ કરે, તેની નોંધ જે તે ફેમિલીની મુખ્ય વ્યક્તિએ આ એપમાં કરતા રહેવાની. ટુર દરમિયાન કઈ વ્યક્તિએ કેટલો કોમન ખર્ચ કર્યો તે સૌ કોઈ જોઈ શકશે. ટુરના અંતે, ફક્ત એક ક્લિકમાં દરેક ફેમિલીએ કેટલો-કેટલો ખર્ચ કર્યો અને કોના ભાગે કેટલી રકમ એકબીજાને આપવાની છે તે જાણી શકાશે!

MkuÕVe fu økúqÃk MkuÕVe ÷uðkLke RÍe {uÚkz

ધડાધડ સેલ્ફી લેતા ટીનેજર્સ કે યંગસ્ટર્સ સેલ્ફી સંબંધિત આ ફીચર જાણતા જ હશે. પરંતુ અન્ય લોકો મોટા ભાગે તેનાથી અજાણ હોય છે - કેમેરામાંની ઇઝી શૂટિંગ મેથડ્સ.

પોતાની કે ગ્રૂપની સેલ્ફી લેવા માટે આપણે કેમેરા એપ ઓપન કરીને સેલ્ફી મોડમાં જઇએ ત્યારે સ્માર્ટફોનવાળો હાથ લંબાવીને આપણે પોતે કે ગ્રૂપમાંનાં સૌ ફ્રેમમાં આવી જાય છે તેની ખાતરી કરીને પછી અંગૂઠાથી શટર બટન પ્રેસ કરવાનું કામ મુશ્કેલ હોય છે.

મોટા ભાગની ફોન કંપની તેના ફોનમાં આ માટે ઇઝી સોલ્યુશન્સ આપે છે, જેનો ફ્રન્ટ અને બેક બંને કેમેરા માટે લાભ લઈ શકાય છે.

અમુક ફોન આ માટે વોઇસ કમાન્ડ સેટ કરવાની સગવડ આપે છે. નોર્મલ ફોટોગ્રાફ લેતી વખતે વોલ્યૂમ કીનો શટર બટન તરીકે ઉપયોગ કરી શકાય અથવા આખા સ્ક્રીન પર ગમે ત્યાં શટર બટન ગોઠવી શકાય તેવું ફ્લોટિંગ શટર બટન પણ ઇનેબલ કરી શકાય છે.

અંગૂઠાની પહોંચમાં રહે તે રીતે આવું ફ્લોટિંગ બટન સેટ કરી દેવાથી આપણે સહેલાઈથી સેલ્ફી લઈ શકીએ કે સેલ્ફ વીડિયોનું શૂટિંગ સ્ટાર્ટ કરી શકીએ. બીજો સહેલો રસ્તો પોતાની હથેળી કે બે આંગળીથી વિકટરી સાઇન બતાવવાનો છે.

આ રીતે કેમેરાનો બરાબર એંગલ ગોઠવ્યા પછી ફોનના કેમેરાને વિકટરી સાઇન કે હથેળી બતાવતાં ટાઇમ ઓન થાય છે અને નિશ્ચિત સેકન્ડ પછી ફોટો ક્લિક થાય છે અથવા વીડિયો શૂટિંગ સ્ટાર્ટ થઈ જાય છે. આ માટેનું સેટિંગ તમારે ફોનના કેમેરાના સેટિંગમાં થોડું શોધવું પડશે. મોટા ભાગે તે ‘શૂટિંગ મેથડ્સ’ નામથી મળી આવશે.

Vkuxku-ðerzÞku {kxu ykuxku çkufyÃk ykuLk AuLku?

તમે મોટા ભાગે આ ફીચર જાણતા જ હશો, છતાં, ટુર પર નીકળતાં પહેલાં ડબલ-ચેક કરી લેજો, બાકી જો ભૂલેચૂકે ટુર દરમિયાન ફોન ખોવાય-ચોરાય કે કંઈક ટેકનિકલ ખામી સર્જાય તો ટુર દરમિયાન તમે લીધેલા બધા ફોટોગ્રાફ-વીડિયો ગુમાવવાનો વારો આવી શકે છે!

હવે લગભગ બધા એન્ડ્રોઇડ ફોનમાં ફોટો ગેલેરી તરીકે ગૂગલ ફોટોઝ એપ હોય છે. તેની મદદથી, આપણા ફોનના કેમેરાથી લીધેલા બધા ફોટો-વીડિયોનો આપણે પોતાના ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લઈ શકીએ છીએ, આપોઆપ. તેનું સેટિંગ બરાબર ચેક કરી લેવા માટે, ફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો. ઉપર જમણે ખૂણે તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, ‘બેકઅપ’માં જાઓ. તેમાં બેકઅપ ઓન હોવાનું તપાસી લો અને તમારા કયા ગૂગલ એકાઉન્ટમાં ઓટોમેટિક બેકઅપ લેવાય છે, એ પણ તપાસી લો. હવે તમે લીધેલા ફોટો-વીડિયો આપોઆપ તમારા ગૂગલ એકાઉન્ટમાં પહોંચી જશે.  ફક્ત ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન મળવું જોઈએ.

ટુર દરમિયાન હોટેલના ફ્રી વાઇ-ફાઇને બદલે પોતાના ડેટા પ્લાનનો ઉપયોગ કરવો વધુ સલામત છે. ટુર દરમિયાન ફોટો-વીડિયો લેવાનું પ્રમાણ બહુ વધી જાય, એટલે ડેટા ખાસ્સો વપરાશે, પરંતુ મસ્ત ફેમિલી ફોટોઝ સલામત રહેશે. તમે ઇચ્છો ત્યારે ફરી ફોટોઝ એપમાં જઈ, પ્રોફાઇલ ઇમેજ પર ક્લિક કરી, જે પેજ ખુલે, તેમાં ‘ફ્રી અપ સ્પેસ ઓન ધીસ ડિવાઇસ’ ક્લિક કરી, સલામત રીતે ક્લાઉડમાં પહોંચી ગયેલા, પણ ફોનની સ્ટોરેજમાં ખોટી જગ્યા રોકતા ફોટોઝ-વીડિયો ડિલીટ કરી શકાશે (એપલના આઇફોનમાં પણ આઇક્લાઉડ ફોટોઝમાં ઓટોમેટિક બેકઅપ લેવાની સગવડ છે).

røkúz ÷kRLMkLke {ËËÚke {¤þu çkuMx fBÃkkurÍþLk

આ વખતે ટુરમાં ફોટોગ્રાફી કરો ત્યારે કેમેરાના ગ્રિડ ફંક્શનનો લાભ લઈ જુઓ. અનુભવી ને કુશળ ફોટોગ્રાફર્સ ગ્રિડની મદદ વિના ફોટોગ્રાફમાંની વિવિધ બાબતોનું સરસ, સંતુલિત કમ્પોઝિશન કરી શકે, એવું જ રિઝલ્ટ આપણે ગ્રિડની મદદથી મેળવી શકીએ.

આપણે જ્યારે કોઈ પણ સબ્જેક્ટનો ફોટોગ્રાફ લઇ રહ્યા હોઇએ ત્યારે ફ્રેમમાં કે મેઇન સબ્જેક્ટ અને તેની આજુબાજુની બાબતોનું પોઝિશનિંગ પરફેક્ટ હોવું જોઇએ. જેમ કે સૂર્યાસ્ત જોઈ રહેલી કોઈ વ્યક્તિના ફોટોગ્રાફમાં ફ્રેમમાં એક તરફ વ્યક્તિનો ચહેરો અને બીજી તરફ આથમી રહેલો સૂર્ય હોય એ સારું બેલેન્સ કહેવાય. પરંતુ વ્યક્તિનો ચહેરો અને સૂર્ય પાસેપાસે અથવા એક તરફ હોય અને વ્યક્તિના ચહેરાની પાછળના ભાગમાં બીજું ઘણું બધું દેખાઈ રહ્યું હોય તો એ પરફેક્ટ બેલેન્સિંગ નથી.

આવું બેલેન્સિંગ આમ તો ફ્રેમમાં જોઇને આપણે પોતે નક્કી કરી શકીએ. પરંતુ તેમાં મદદ માટે મોટા ભાગના સ્માર્ટફોનના કેમેરામાં ગ્રિડ લાઇન ઇનેબલ કરવાની સગવડ હોય છે. તેને ઓન કરી દઇએ પછી કોઇ પણ ફોટોગ્રાફ લઇએ ત્યારે સ્ક્રીન પર નવ ચોકઠાં દેખાય છે. તેની મદદથી ફોટોગ્રાફમાંના સબ્જેક્ટ્સનું પ્રોપર પોઝશનિંગ કરીને પછી ફોટોગ્રાફ લઇએ તો એ ફોટોગ્રાફની મજા કંઈક જુદી જ હશે.

fu{uhk VxkVx ykuÃkLk fhe fuLzez {ku{uLx fuÃ[h fhku

ફોટોગ્રાફીમાં બધી મજા કોઈ મસ્ત મોમેન્ટ, મોડું થઈ જાય તે પહેલાં ઝડપી લેવામાં છે. જેમ કે તમારી ઢબૂકડી દીકરી તેના ફેવરિટ આઇસ્ક્રીમનો સ્કૂપ લેવાની તૈયારીમાં હોય તો તમને ખબર જ હોય કે આઇસ્ક્રીમનો સ્કૂપ દીકરીના મોંમાં જાય તે સમયે તેના હાવભાવ અચૂકપણે ફોટોગ્રાફમાં કેદ કરી લેવા જેવા હશે! હવે બને એવું કે દીકરી હાથમાં આઇસ્ક્રીમનો કપ લે ત્યારે આપણને ફોટોગ્રાફ લેવાનું સૂઝે. આપણે ફોન હાથમાં લઇએ... તેને અનલોક કરીએ,... પછી કેમેરા એપ ઓપન કરીએ… ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હોય! આઇસ્ક્રીમ પેટમાં પહોંચી ગયો હોય અને હાવભાવ પણ પાછા નોર્મલ થઈ ગયા હોય. એ ફોટોગ્રાફ લેવામાં કોઈ મજા નહીં.

ઉપાય તરીકે લગભગ બધા જ સ્માર્ટફોનમાં કેમેરા એપ ઓપન કરવાનો શોર્ટકટ હોય છે. આપણે ફક્ત પહેલેથી તેનું સેટિંગ કરવું પડે. અમુક ફોનમાં ફોનની સાઇડ કી ધડાધડ બે વાર પ્રેસ કરતાં તરત કેમેરા ઓપન થાય છે. અમુક ફોનમાં સ્ક્રીન પર આંગળીથી ‘સી’ કે ‘’ જેવું કંઈક ડ્રો કરીને કેમેરા એપ ધડાક દઈને ઓપન કરી શકાય છે. હજી સહેલી રીત - તમે લોક્ડ સ્ક્રીન પર પણ કેમેરાનો આઇકન મૂકી શકો, જેથી ફોન અનલોક કરવાની ઝંઝટમાં પડવું ન પડે. તમારા ફોનમાં કેમેરા માટેનું ક્વિક લોન્ચ સેટિંગ શું છે એ ટૂર પહેલાં જ શોધી લો!

ÃkuLkkuh{k {kuzÚke ‘nx-fu’ VkuxkuøkúkVe xÙkÞ fhku

આ વખતે ટુર દરમિયાન થોડા ‘હટ-કે’ ફોટોગ્રાફ પણ લઈ જુઓ. મોટા ભાગે તમારા ફોનમાં ‘પેનોરમા મોડ’ હશે જ. તેનો લાભ લઈને સુંદર પહાડો કે દરિયા કાંઠાના એકદમ વાઇડ ફોટોગ્રાફ લઈ શકાશે. એ જ ફીચરની મદદથી, એક જ વ્યક્તિના બીચ પર અલગ અલગ પોઝ, એક જ ફ્રેમમાં પણ લઈ શકાય! આપણે ફક્ત આટલું કરવાનું - એ વ્યક્તિનો પહેલો ફોટોગ્રાફ લઈએ ત્યારે પેનોરમા મોડ ઓન કરીને તેમાં ફોટોગ્રાફ લેવાનો. એ મોડ ઓન હોય ત્યારે સ્ક્રીન પરના એરો આપણને કેમેરાનો એંગલ બદલવાનું સૂચવશે.

આપણે કેમેરા ફેરવીએ એ દરમિયાન મૂળ વ્યક્તિ બીજી તરફ પહોંચીને બીજો પોઝ આપે. આપણે એ કેપ્ચર કરીને ફરી આગળ વધીએ… આ રીતે એ વ્યક્તિના ત્રણ-ચાર પોઝ એક જ ફ્રેમમાં લઈ શકાશે.

આવું રિઝલ્ટ મેળવવા અગાઉ ફોટો સ્ટીચ કરી શકાય તેવા સોફ્ટવેરની જરૂર રહેતી. હવે કેમેરામાં બે-ચાર ક્લિકમાં એ કામ થઈ જશે. થોડી પ્રેકિટસ કરશો તો પરફેક્ટ રિઝલ્ટ મેળવી શકશો.

કેમેરામાં નવા સમયનાં એઆઇ ટૂલ્સ આવી ફોટોગ્રાફી વધુ સહેલી બનાવે છે, પણ હાઇ-એન્ડ, ફ્લેગશિપ ફોન - મતલબ કે બહુ મોંઘા - ફોનમાં મળતાં આ ફીચર જેવાં રિઝલ્ટ આપણા બજેટ ફોનમાં પણ મળી શકે છે, આપણે ફક્ત ‘એઆઇ - અપની ઇન્ટેલિજન્સ’ દોડાવવી પડે!

ÃkuLkkuh{k {kuzÚke ‘nx-fu’ VkuxkuøkúkVe xÙkÞ fhku

આ વખતે ટુર દરમિયાન થોડા ‘હટ-કે’ ફોટોગ્રાફ પણ લઈ જુઓ. મોટા ભાગે તમારા ફોનમાં ‘પેનોરમા મોડ’ હશે જ. તેનો લાભ લઈને સુંદર પહાડો કે દરિયા કાંઠાના એકદમ વાઇડ ફોટોગ્રાફ લઈ શકાશે. એ જ ફીચરની મદદથી, એક જ વ્યક્તિના બીચ પર અલગ અલગ પોઝ, એક જ ફ્રેમમાં પણ લઈ શકાય! આપણે ફક્ત આટલું કરવાનું - એ વ્યક્તિનો પહેલો ફોટોગ્રાફ લઈએ ત્યારે પેનોરમા મોડ ઓન કરીને તેમાં ફોટોગ્રાફ લેવાનો. એ મોડ ઓન હોય ત્યારે સ્ક્રીન પરના એરો આપણને કેમેરાનો એંગલ બદલવાનું સૂચવશે.

આપણે કેમેરા ફેરવીએ એ દરમિયાન મૂળ વ્યક્તિ બીજી તરફ પહોંચીને બીજો પોઝ આપે. આપણે એ કેપ્ચર કરીને ફરી આગળ વધીએ… આ રીતે એ વ્યક્તિના ત્રણ-ચાર પોઝ એક જ ફ્રેમમાં લઈ શકાશે.

આવું રિઝલ્ટ મેળવવા અગાઉ ફોટો સ્ટીચ કરી શકાય તેવા સોફ્ટવેરની જરૂર રહેતી. હવે કેમેરામાં બે-ચાર ક્લિકમાં એ કામ થઈ જશે. થોડી પ્રેકિટસ કરશો તો પરફેક્ટ રિઝલ્ટ મેળવી શકશો.

કેમેરામાં નવા સમયનાં એઆઇ ટૂલ્સ આવી ફોટોગ્રાફી વધુ સહેલી બનાવે છે, પણ હાઇ-એન્ડ, ફ્લેગશિપ ફોન - મતલબ કે બહુ મોંઘા - ફોનમાં મળતાં આ ફીચર જેવાં રિઝલ્ટ આપણા બજેટ ફોનમાં પણ મળી શકે છે, આપણે ફક્ત ‘એઆઇ - અપની ઇન્ટેલિજન્સ’ દોડાવવી પડે!

£e ðkR-VkRLke ÷k÷[ síke fhòu

ટુર દરમિયાન, હોટેલમાં મળતા ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરવાની લાલચ ભલભલા લોકો જતી કરી શકતા નથી. ઉપર વાત કરી તેમ, ટુર દરમિયાન ધડાધડ લીધેલા ફોટો-વીડિયોનો ક્લાઉડમાં બેકઅપ લેવા માટે તો ખાસ. કેમ કે એમાં ખાસ્સો ડેટા વપરાય.

છતાં, હોટેલ, રેસ્ટોરાં કે કોફીશોપ વગેરેના ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરવામાં સલામતી નથી. એ યોગ્ય રીતે પ્રોટેક્ટેડ ન હોય તો આપણો ફોન હેક થવાની અને આપણો ડેટા અન્ય વ્યક્તિના હાથમાં જવાની શક્યતા રહે છે.

સામાન્ય સર્ફિંગ માટે હોટેલના વાઇ-ફાઇનો ઉપયોગ કરો તો ચાલી જાય, પરંતુ કોઈ પણ પ્રકારના ઓનલાઇન શોપિંગ કે ટિકિટ બુકિંગ માટે ઓનલાઇન પેમેન્ટ કરવાનું હોય ત્યારે અચૂકપણે પોતાના મોબાઇલ ડેટાનો જ ઉપયોગ કરવામાં સલામતી છે.

થોડો ખર્ચ થશે, પણ મોટી ઘાત ટળી શકે છે.

xwh Ëhr{ÞkLk ÷kufuþLk þu®høk ykuLk hk¾e swyku

તમે બે-ચાર ફેમિલી સાથે ટુર પર નીકળ્યા હો કે પછી એક જ ફેમિલી હોય, ટુર દરમિયાન કોઈ સ્થળે આપણે પોતપોતાની રીતે ફરીએ, એ પછી ફરી એકબીજાને શોધવામાં ખાસ્સો સમય વેડફાતો હોય છે. જગ્યા નવી હોય એટલે એકબીજાને ક્યાં પહોંચવું એ સહેલાઈથી સમજાવી શકીએ નહીં. એક જ ફેમિલી હોય ત્યારે પોતપોતાની રીતે શોપિંગ કરવા જતાં છૂટા પડી જવાની વધુ સંભાવના હોય છે. આવી સ્થિતિથી બચવા ટુર દરમિયાન સૌ ગૂગલ મેપ્સ (કે વોટ્સએપ) પર એકમેક સાથે લાઇવ લોકેશન શેર કરી શકે. દરેકના ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન ઓન હોય તો સૌનું લાઇવ લોકેશન એકબીજા લોકો જોઈ શકશે.

એ માટે ફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરો, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. જે પેજ ખૂલે, તેમાં ‘લોકેશન શેરિંગ’ ક્લિક કરો. ‘ન્યૂ શેર’ બટન ક્લિક કરી, તમે ઇચ્છો તે વ્યક્તિ સાથે તમારું રિઅલ-ટાઇમ લોકેશન, તમે બંધ ન કરો ત્યાં સુધી ઓન રહે એ રીતે શેર કરી દો. ફક્ત ફેમિલીને શોપિંગ કરવા મોકલીને ‘બીજે ક્યાંક’ સરકી જવાનું પ્લાનિંગ હશે તો આ સગવડ તમને નડશે!


Google NewsGoogle News