Get The App

ફેસબુકની કેટલીક રસપ્રદ વાતો

Updated: Aug 17th, 2021


Google NewsGoogle News
ફેસબુકની કેટલીક રસપ્રદ વાતો 1 - image


- ÷øk¼øk 2.85 yçks yuÂõxð ÞqÍMko MkkÚku xku[ Ãkh nkuðk Aíkkt, VuMkçkwf{kt yðLkðe ¾qçkeyku Mkíkík W{uhkíke hnu Au

રોજના ૨૪ કલાકમાંથી હવે આપણો મોટો સમય સ્માર્ટફોનના સ્ક્રીન સામે પસાર થાય છે અને તેમાં પણ ઘણો ખરો સમય યુટ્યૂબ, ફેસબુક કે હજી નવી જનરેશનના હો તો ઇન્સ્ટાગ્રામમાં ખર્ચાય છે. આ બધા પ્રોગ્રામ કે એપ એવાં છે જેમાં ફીચર્સનો કોઈ તોટો નથી અને સતત કંઈ ને કંઈ નવું ઉમેરાતું જ જાય છે.

 આ કારણે, ફેસબુકમાં તમે ફક્ત ક્યારેક ક્યારેક ઝંપલાવતા હો (એવી શક્યતા જોકે ઓછી છે!) કે તેનો તમે રોજેરોજ બરાબર કસ કાઢતા હો, ફેસબુકની ઘણી ખાસિયતો તેના પાવર યૂઝર્સથી પણ અજાણી રહી શકે છે.

એ ખાસ નોંધવા જેવું છે કે આ બધા પ્રોગ્રામ આપણે તેના પર વધુ ને વધુ પરોવાયેલા રહીએ એ રીતે ડિઝાઇન થયેલા છે, પરંતુ એ જ કારણે તે આપણને કસ્ટમાઇઝેશનની ઘણી બધી તકો પણ આપે છે. ફેસબુકના મૂળ કન્ટેન્ટ ઉપરાંત, તેના પર જે વિકલ્પો મળે છે એ પાસાં પર થોડી નજર ફેરવતા રહીએ તો તેનો આપણે વધુ સારી રીતે લાભ લઈ શકીએ.

અહીં તમામ ઉંમરના લોકોને ધ્યાનમાં રાખીને, તેમને માટે થોડી અજાણી હોઈ શકે એવી કેટલીક વાત કરી છે, તમારે માટે જાણીતી વાત હોય તો નવાઈ નહીં!

¾kMk þçËku{kt W{uhkíkk xuõMx rz÷kRxTMk

ફેસબુક પર આપણે કોઈને શુભેચ્છા આપવા Happy Birthday કે ‘અભિનંદન લખીને મોકલીએ ત્યારે તમે નોંધ્યું હશે કે આ શબ્દો બ્લેકમાંથી બીજા રંગના થઈ જતા હોય છે. તમે બીજાને આવી શુભેચ્છાઓ મોકલતી વખતે કે રીસિવ કરતી વખતે આ અનુભવ કર્યો હશે. કમેન્ટમાં આવેલા આ જુદા રંગના શબ્દો ક્લિક કરીએ ત્યારે જાતભાતનાં મજાનાં એનિમેશન્સ જોવા મળશે!

ફેસબુકની આવી કરામત ‘ટેક્સ્ટ ડિલાઇટ્સ’ તરીકે ઓળખાય છે. ફેસબુક કયા શબ્દો માટે ડિલાઇટફુલ એનિમેશનનો અનુભવ આપવો એ પોતાની રીતે નક્કી કરે છે. તમે આવી મજાનો ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હશે, એટલે એ નવી વાત નથી. નવી વાત એ હોઈ શકે કે ફેસબુક આવા નિશ્ચિત શબ્દો, જેના માટે ટેક્સ્ટ ડિલાઇટ ફીચર લાગુ થાય એમાં ઉમેરો કરતી જ જાય છે. ક્યારેક ‘ફેસબુક ટેક્સ્ટ ડિલાઇટ્સ લિસ્ટ’ સર્ચ કરી જુઓ.

ykuAe øk{íke ÃkkuMxLku Vez{ktÚke Ëqh fhe þfkÞ

ફેસબુક પર એક્ટિવ હોવાનો આપણો હેતુ એ હોય કે આપણી વાત અન્યો સુધી પહોંચે. તકલીફ એ કે બધાનો હેતુ આ જ હોય અને એમના કેટલાક આ હેતુ પૂરો કરવા ખાસ્સી મહેનત કરતા હોય! તમારી ફીડમાં, તમને જેમાં ઓછો રસ પડતો હોય એવી પોસ્ટ્સ, ગેમ્સની રિક્વેસ્ટ વગેરેનું પ્રમાણ વધી ગયું હોય એવું લાગે છે? તમે તેને કંટ્રોલ કરી શકો છો. એ માટે, કાં તો, જે પોસ્ટ તમને ગમે તેવી ન હોય તેની સાથેના ત્રણ ડોટ પર ક્લિક કરો. એવી પોસ્ટ્સનું પ્રમાણ ઘટાડવાના કે ૩૦ દિવસ માટે સદંતર બંધ કરવા જેવા વિકલ્પો મળશે (બીજી બાજુ, અહીં તેને મોકલનારને ફેવરિટ તરીકે સેવ કરવાનો વિકલ્પ મળશે, જેથી એમની વધુ પોસ્ટ જોવા મળે).

ક્યારેક ફુરસદે, સેટિંગ્સમાં ‘ન્યૂઝ ફીડ પ્રેફરન્સીઝ’ શોધીને તેના વિકલ્પો તપાસી, તમારી ફીડની એક સાથે સાફસૂફી પણ કરી શકાય.

ÃkkuMxTMk f÷uõþLk{kt Mkk[ðe þfkÞ

બાજુના મુદ્દાને તમે અજમાવી જોશો ત્યારે, ત્રણ ડોટ પર ક્લિક કરતાં જોવા મળતા મેનૂમાં, પહેલો જ વિકલ્પ કદાચ તમારું વધુ ધ્યાન ખેંચશે.

એ વિકલ્પ જે તે પોસ્ટને સેવ કરી લેવાનો છે!

ફેસબુક પર આપણે પોતે અને આપણા મિત્રો ખાસ્સા એક્ટિવ હોઈએ તો આપણી ન્યૂઝ ફીડમાં સતત પાર વગરની સામગ્રી ઉમેરાતી રહે છે. બધા પર એક સાથે નજર ફેરવી શકાય, પણ બધું એક સાથે વાંચી કે જોઈ ન શકાય, તેમ દરેક પર તરત પોતાનો કંઈક વિચાર આપવો પણ શક્ય ન હોય. આવે સમયે, જે પોસ્ટ પર પછી ફુરસદે નજર નાખવા જેવી લાગે તેને આ રીતે સેવ કરી શકાય.

પોસ્ટને સેવ કરતી વખતે તમે જુદાં જુદાં કલેક્શન પણ બનાવી શકો છો. તેમ જ એ લિસ્ટને પ્રાઇવેટ, પબ્લિક કે ફ્રેન્ડ્સ પૂરતું લિમિટેડ રાખી શકો છો. સેવ્ડ પોસ્ટનાં કલેક્શન્સ ફેસબુકના મેઇન મેનૂમાં જઈને શોધી શકાશે.

VuMkçkwf Ãkh fux÷kuf Mk{Þ òÞ Au yu òýkuu

તમારો વધુ પડતો સમય ફેસબુક પર મિત્રોની પોસ્ટ્સ, વીડિયો જોવામાં કે કમેન્ટ, રિપ્લાય વગેરેમાં વીતી જાય છે એવું તમને લાગે છે? બિલકુલ નિવૃત્ત થઈ ગયા હો તો જુદી વાત છે, બાકી ફેસબુકનું વ્યસન કોઈને પણ મોંઘું પડી શકે છે. તમે ફેસબુક પર એક્ઝેક્ટલી દિવસનો કેટલોક સમય વીતાવો છો એ જાણવું હોય તો મોબાઇલમાં ફેસબુક એપમાં, ત્રણ આડી લીટી પર ક્લિક કરી, સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી અને તેમાં ‘યોર ટાઇમ ઓન ફેસબુક’નો વિકલ્પ શોધી કાઢો.

અહીં તમને તમે જે તે અઠવાડિયે, દિવસે એપ પર કેટલા એક્ટિવ રહ્યા તે જોઈ શકશો અને એપમાં કઈ વાતમાં કેટલો સમય પસાર કર્યો તેનો એક્ટિવિટી લોગ પણ તપાસી શકશો. રાત્રે કે દિવસના નિશ્ચિત સમય દરમિયાન કે પરિવાર સાથે ખરેખર સારી રીતે સમય પસાર કરવા ‘ક્વાયેટ મોડ’ સેટ કરવાની સગવડ પણ અહીં મળશે.


Google NewsGoogle News